શું આત્મહત્યાના વિચાર આવે તેને સામાન્ય વાત કહી શકાય? જાણો આ સ્થિતિમાં શું કરવું જોઈએ!

આપણું મગજ સતત વિવિધ પ્રકારના વિચારો કરતું રહે છે. વિચારો કલ્પનાશીલ, સર્જનાત્મક, વિશ્લેષણાત્મક કે રમૂજી પણ હોઈ શકે છે પરંતુ કેટલાક સંજોગોમાં આત્મહત્યાના વિચારો પણ આવતા હોય છે. ઘણી વખત આ વિચારો ક્ષણિક હોય છે અને ક્યારેક આત્મહત્યાનો વિચાર પણ આવી શકે છે જે ચિંતાનું કારણ ન કહી શકાય. જોકે વારંવાર આત્મહત્યાના વિચાર આવતા હોય […]

Share:

આપણું મગજ સતત વિવિધ પ્રકારના વિચારો કરતું રહે છે. વિચારો કલ્પનાશીલ, સર્જનાત્મક, વિશ્લેષણાત્મક કે રમૂજી પણ હોઈ શકે છે પરંતુ કેટલાક સંજોગોમાં આત્મહત્યાના વિચારો પણ આવતા હોય છે. ઘણી વખત આ વિચારો ક્ષણિક હોય છે અને ક્યારેક આત્મહત્યાનો વિચાર પણ આવી શકે છે જે ચિંતાનું કારણ ન કહી શકાય.

જોકે વારંવાર આત્મહત્યાના વિચાર આવતા હોય તો તે અસામાન્ય ગણાય અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે. ડિપ્રેશન, ક્રોનિક પેઈન, ડ્રગ્સનું વ્યસન વગેરે સંજોગોમાં આત્મહત્યાના વિચારો વધી શકે છે. ઉંમર અને લિંગના ભેદભાવ વગર આત્મહત્યાનો વિચાર સામાન્યપણે દરેક વ્યક્તિને કોઈ એક વખત આવ્યો જ હશે પરંતુ આત્મહત્યાના વધારે પડતા વિચારોમાં સચેત બનવાની જરૂર છે.

જોકે સૌથી પહેલા એ વાત સમજી લેવી કે આત્મહત્યાના વિચારો કોઈ વ્યક્તિને નબળી નથી બનાવતા કે આવા વિચારોના કારણે શરમ અનુભવવાની કે પોતાની જાતને દોષિત સમજવાની જરૂર નથી. આત્મહત્યાના વિચારો આવતા હોય તેવા સંજોગોમાં બિલકુલ અસહજતા અનુભવ્યા વગર નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. તે સિવાય આત્મહત્યાના વિચારો ખાળવા માટે નીચે મુજબના રસ્તા અપનાવવા જોઈએ-

વ્યક્ત થાઓ

તમે તમારા પરિવારજનો પર વિશ્વાસ મુકો. તેઓ તમને લાગણી અને સુરક્ષાનો અનુભવ કરવામાં મદદરૂપ બનશે. શરૂમાં અસંમજસ જણાય તો કાઉન્સિલરની મદદ લો અને તે તમને સહાનુભૂતિપૂર્વક સાંભળ્યા બાદ યોગ્ય સલાહ આપશે. 

તમારૂં સુરક્ષિત સ્થળ શોધો

તમારા મિત્રનું ઘર, પુસ્તકાલય જેવા કોઈ સ્થળ વિશે વિચારો જે તમને આનંદ અને સુરક્ષાનો અનુભવ કરાવે અને તેવા સ્થળોની મુલાકાત લો. 

હથિયારોથી દૂર રહો

સૌથી પહેલા તમારા પોતાના માટે સુરક્ષિત વાતાવરણ તૈયાર કરો અને તેમાં ડ્રગ્સ, બંદૂકો સહિતની આત્મહત્યાના વિચારોને ટ્રિગર કરતી વસ્તુઓને બિલકુલ સ્થાન ન આપો. જો તમારી દવા ચાલુ હોય તો મિત્ર અથવા કુટુંબીજનની મદદ લો જે તમને નિયમિત દવા આપે અને વધારે દવા તમારી પહોંચથી દૂર રહે. 

આલ્કોહોલ, દવાઓથી દૂર રહો

આત્મહત્યા સહિતના ખરાબ વિચારો કે નકારાત્મક લાગણીઓ દરમિયાન આલ્કોહોલ કે દવાઓનું સેવન કરવાથી શાંતિનો અનુભવ થાય છે પરંતુ હકીકતે આલ્કોહોલ અને દવાઓ હતાશા અને આત્મહત્યાના વિચારોને વધુ તેજ બનાવે છે માટે તેનાથી દૂર રહો. 

બ્રેક લો

તમને ગમતો ખોરાક લો, ગમતાં ઠંડા પીણાનો આનંદ માણો, સંગીતની મજા માણો. તે સિવાય તમારા પ્રિયજનો અથવા તો પ્રાણીઓના ચિત્રો, વીડિયો જોઈને તમને હળવાશની લાગણી અનુભવાશે.

તમારી જાતની સંભાળ રાખો

સંતુલિત ભોજન લો, પૂરતું પાણી પીવો, હળવી કસરતો કરતા રહો તથા પૂરતી ઉંઘ લો. આ રીતે તમારી જાતની સંભાળ રાખવાથી તમે આત્મહત્યાના વિચારોમાંથી બહાર નહીં આવી જાઓ તો પણ આત્મહત્યાના વિચાર આવે ત્યારે તે સ્થિતિને હેન્ડલ કરવા માટે તમે માનસિક રીતે સજ્જ રહી શકશો અને તમારી જાતમાં વિશ્વાસ રાખીને નવી તકો વિશે વિચારશો.