વજન ઘટાડવા માટે અસરકારક છે ગોળની ચા, જાણો તેને બનાવવાની રીત

આપણે સવારે ઉઠીને સૌથી પહેલા ચા પીવાનું પસંદ કરી છીએ. તેમાં આપણે ખાંડનો ઉપયોગ કરી છીએ. પરંતુ તે સ્વસ્થ્ય માટે નુકશાનકારક છે. આપણે ખાંડને બદલે ગોળની ચા પીવી જોઈએ. ગોળની ચા વજન ઘટાડવા માટે અસરકારક છે. ગોળની ચા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પોષક તત્વોથી ભરપૂર ગોળની ચા પીવાથી કેલરી બર્ન થાય છે. તે તમારા ચયાપચયને […]

Share:

આપણે સવારે ઉઠીને સૌથી પહેલા ચા પીવાનું પસંદ કરી છીએ. તેમાં આપણે ખાંડનો ઉપયોગ કરી છીએ. પરંતુ તે સ્વસ્થ્ય માટે નુકશાનકારક છે. આપણે ખાંડને બદલે ગોળની ચા પીવી જોઈએ. ગોળની ચા વજન ઘટાડવા માટે અસરકારક છે. ગોળની ચા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પોષક તત્વોથી ભરપૂર ગોળની ચા પીવાથી કેલરી બર્ન થાય છે. તે તમારા ચયાપચયને ઝડપી બનાવવામાં મદદ કરે છે. ગોળની ચા પીવાથી પાચનતંત્ર મજબુત બને છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. 

વજન ઘટાડવા માટે ગોળની ચા પીવાના ફાયદા:

પાચનમાં મદદ કરે છે

ગોળની ચા પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. ગોળની ચા પીવાથી ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ મળે છે. જે ચરબીને પીગાળવામાં મદદ કરે છે જેનાથી વજન સરળતાથી ઘટે છે. ગોળની ચાનું નિયમિત સેવન કરવાથી પાચન સંબધિત કેટલીક સમસ્યામાંથી છુટકારો મળે છે. તે તમારા ચયાપચયને ઝડપી બનાવીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

ચયાપચયને વેઝડપી બનાવે છે

મેટાબોલિઝમ એ ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપે છે. ચયાપચય વજન જાળવવામાં મદદ કરે છે. ગોળમાં પોટેશિયમ જેવા ગુણધર્મો હોય છે જે ઈલેક્ટ્રોલાઈટ સંતુલન જાળવવામાં, સ્નાયુઓનું નિર્માણ કરવામાં અને ચયાપચયને ઝડપી બનાવવામાં મદદ કરે છે. તેથી ગોળની ચા કેલરી બર્ન કરવામાં મદદ કરે છે, જે વજન ઘટાડવામાં અસરકારક સાબિત થાય છે.

એનિમિયાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે

તમારા શરીરમાં આયર્નનું ઓછું સ્તર એનિમિયા તરફ દોરી શકે છે, જે વજન વધવાનું કારણ પણ બની શકે છે. ગોળમાં આયર્ન, મેગ્નેશિયમ, મેગેનીઝ અને ઝિંક જેવા ખનીજ તત્વો રહેલા છે. ગોળની ચા એનીમિયા જેવા રોગો સામે લડવાની ક્ષમતા ધરાવે છે. ગોળ તમને એનિમિયા સામે લડવામાં મદદ કરી શકે છે. આ સિવાય ગોળની ચા એનીમિયાના કારણે આવેલી કમજોરી અને થાક દુર કરવામાં મદદ કરે છે. 

ગોળની ચા બનાવવાની રીત

સામગ્રી

  • 2 કપ પાણી
  • 2-3 ચમચી ગોળ
  • 1 ચમચી ચાની પત્તી
  • 1 ઈંચ છીણેલું આદુ
  • 2-3 ઈલાયચી 
  • તજનો 1 નાનો ટુકડો
  • એક ચપટી કાળા મરી

ગોળની ચા કેવી રીતે બનાવવી?

  1. એક પેનમાં પાણી રેડો અને તેમાં આદુ, ઈલાયચી, તુલસીના પાન, આદુ અને તજ જેવા બધા મસાલા ઉમેરો.
  2. ચાને પાંચ મિનિટ સુધી ઉકાળો અને ચામાં કાળા મરીનો પાવડર ઉમેરો.
  3. પાણી ઉકળે એટલે તેમાં ચાની પત્તી અને તમારા સ્વાદ પ્રમાણે ગોળ ઉમેરો.
  4. ચાને ઉકાળો પછી તેને એક કપમાં ગાળી લો.
  5. તમારી ગોળની ચા તૈયાર છે.

ગોળની ચા પીતા પહેલા તબીબની સલાહ લેવી અનિવાર્ય છે.