Jeera Water: રાત્રે આ ડ્રિંક પીને સૂવાથી બ્લોટિંગ અને ગેસની સમસ્યામાં મળશે રાહત

Jeera Water: ઘૂંટણના દુઃખાવાથી લઈને માથાનો દુઃખાવો કે પાચન સંબંધી સમસ્યા, આ દરેક મુશ્કેલ ઘડીમાં મમ્મી-દાદીના ઘરેલું નુસખા ખૂબ જ કારગર નીવડતા હોય છે. આજના આધુનિક યુગમાં આ નુસખાઓનું સ્થાન વિવિધ ટેબ્લેટ્સ લઈ રહી છે પરંતુ એ સ્વીકારવું જ રહ્યું કે મમ્મી-દાદી પાસે આપણી દરેક સમસ્યાનો ઉકેલ છે. આવો જ એક નુસખો રાતે જીરા વોટર […]

Share:

Jeera Water: ઘૂંટણના દુઃખાવાથી લઈને માથાનો દુઃખાવો કે પાચન સંબંધી સમસ્યા, આ દરેક મુશ્કેલ ઘડીમાં મમ્મી-દાદીના ઘરેલું નુસખા ખૂબ જ કારગર નીવડતા હોય છે. આજના આધુનિક યુગમાં આ નુસખાઓનું સ્થાન વિવિધ ટેબ્લેટ્સ લઈ રહી છે પરંતુ એ સ્વીકારવું જ રહ્યું કે મમ્મી-દાદી પાસે આપણી દરેક સમસ્યાનો ઉકેલ છે. આવો જ એક નુસખો રાતે જીરા વોટર (Jeera Water) પીને સૂવાનો છે જે બ્લોટિંગ (Bloating) અને ગેસની સમસ્યામાં રાહત આપે છે. 

રાતે જીરાનું પાણી પીને સૂવાથી શરીરને શું ફાયદા થાય છે તે અંગે કેટલાક નિષ્ણાતોના સૂચનો પણ અહીં દર્શાવ્યા છે જે આ નુસખાની કારગરતા પુરવાર કરવા માટે પૂરતા છે. 

વધુ વાંચો: half moon yoga poseના સ્વાસ્થ્ય લાભો વિશે જાણો

પાચનની સમસ્યા માટે Jeera Waterના ફાયદા

આપણાંમાંથી અનેક લોકો રાત્રે સ્વાદિષ્ટ ભોજનની મજા માણ્યા બાદ પાચન સંબંધી સમસ્યાનો અનુભવ કરતા હોય છે. બ્લોટિંગ (Bloating) એટલે કે પેટ ફુલાઈ જવો અને ગેસ થવો એ ખૂબ જ સામાન્યપણે જોવા મળતી સમસ્યા છે. આ સમયે જીરાના પાણીનો એક ગ્લાસ પી લેવાથી ચોક્કસથી રાહત થશે. 

ભારતીય મસાલાઓમાં જીરાનું એક આગવું સ્થાન રહેલું છે અને અનેક દાયકાથી તે આયુર્વેદ અને પરંપરાગત ઉપાયોમાં વપરાતું આવે છે. જીરૂં ભોજનના સ્વાદમાં વધારો કરવાની સાથે જ પાચન સંબંધી સમસ્યામાં પણ મદદરૂપ બને છે. 

મિડલ ઈસ્ટ જર્નલ ઓફ ડાયજેસ્ટિવ ઈસ્યુઝમાં પ્રકાશિત એક અભ્યાસ પ્રમાણે જીરાનો અર્ક ક્રેમ્પ્સ, ઉબકા, બ્લોટિંગ (Bloating) અને પાચન સંબંધી સમસ્યામાં ઉપયોગી નીવડે છે. 

વધુ વાંચો: શિયાળામાં તમારા આહારમાં આ 6 સૂકા મેવાને સામેલ કરો 

રાત્રે Jeera Water પીવાથી થતા ફાયદા

જીરા વોટર પીવાથી પાચનની સમસ્યાઓમાં રાહત મળવાની સાથે જ બીજા અનેક પ્રકારના ફાયદા થાય છે. રાત્રે જીરાનું પાણી પીને સૂવાથી ઉંઘ સારી આવે છે. ઉપરાંત જીરૂં એક કુદરતી ડીટોક્સિફાયર હોવાથી તે શરીરના ઝેરી તત્વો બહાર ખેંચી કાઢી એકંદરે આરોગ્ય સુધારવામાં ઉપયોગી સાબિત થાય છે. 

ઉપરાંત જે લોકો વજન ઘટાડવા ઈચ્છતા હોય તેમના માટે પણ જીરા વોટર એક બેસ્ટ ટ્રીટમેન્ટ બની રહે છે. તેમાં રહેલું ફાઈબર ચયાપચયને વેગ આપે છે અને સંપૂર્ણતાનો અનુભવ કરાવે છે જેથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને સંતૃપ્તિ અનુભવાય છે. જોકે વજન ઘટાડવા માટે માત્ર જીરાના પાણી પર આધાર રાખવો અયોગ્ય છે અને સાથે જ સંતુલિત આહાર અને નિયમિત કસરતને દિનચર્યામાં સામેલ કરવા પડશે. 

કોણે ન પીવું જોઈએ?

સામાન્ય રીતે મોટા ભાગના લોકો માટે જીરા વોટર ખૂબ જ ગુણકારી છે પરંતુ અમુક લોકોને તેનાથી ગેસ્ટ્રિક સમસ્યા થઈ શકે છે. જે લોકોને મસાલાની એલર્જી હોય તેમણે પણ જીરાનું પાણી ન પીવું જોઈએ. સૌથી પહેલા તમારું શરીર કેવું રિએક્શન આપે છે તેના પર ધ્યાન આપો અને ત્યાર બાદ જ આ પ્રયોગને નિયમિતપણે અમલમાં લાવો.