Karwa Chauth 2023: તમારા વ્હાલમ તમારાથી દૂર હોય તો મૂંઝાશો નહીં, આ રીતે કરો ઉજવણી

Karwa Chauth 2023: ગણેશોત્સવ, નવરાત્રી, દશેરા પછી વધુ એક ઉત્સવ આપણાં આંગણે આવીને ઉભો છે. મોટા ભાગે પરિણીત મહિલાઓ દ્વારા ઉજવવામાં આવતા કરવા ચોથ (Karwa Chauth 2023)ના તહેવારમાં સ્ત્રી પોતાના પતિ (Husband) અને બાળકોના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.  Karwa Chauth 2023નું મહત્વ કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ કરવા ચોથની ઉજવણી કરવામાં આવે છે. […]

Share:

Karwa Chauth 2023: ગણેશોત્સવ, નવરાત્રી, દશેરા પછી વધુ એક ઉત્સવ આપણાં આંગણે આવીને ઉભો છે. મોટા ભાગે પરિણીત મહિલાઓ દ્વારા ઉજવવામાં આવતા કરવા ચોથ (Karwa Chauth 2023)ના તહેવારમાં સ્ત્રી પોતાના પતિ (Husband) અને બાળકોના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. 

Karwa Chauth 2023નું મહત્વ

કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ કરવા ચોથની ઉજવણી કરવામાં આવે છે. તેમાં પરિણીત મહિલાઓ ભગવાન શંકર અને ગણેશજીની પૂજા કરે છે. આ દિવસે મહિલાઓ સૂર્યોદયથી ચંદ્રોદય સુધી ઉપવાસ રાખે છે. બાદમાં ચાંદો ઉગે એટલે પહેલા ચંદ્રમાને જોઈને પછી પતિને જોઈ તેમના હાથે ખોરાક, પાણી સ્વીકારીને ઉપવાસ તોડે છે. 

કયા રાજ્યોમાં વધારે મહત્વ?

કરવા ચોથ (Karwa Chauth 2023)ની ઉજવણી મોટા ભાગે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, મધ્ય પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને દિલ્હીની મહિલાઓ દ્વારા કરવામાં આવતી હોય છે. જોકે જે લોકો કોઈ કામસર સાથે ન રહી શકતા હોય તેવા યુગલ માટે આ તહેવારની ઉજવણી મુશ્કેલ બની શકે છે. જોકે અહીં અમે કેટલીક ટિપ્સ બતાવી છે જેના વડે એકબીજાથી દૂર રહીને પણ તમે આ તહેવાર ઉજવી શકો છો. 

વધુ વાંચો: નવપરિણીત મહિલાઓ માટે તેમના પ્રથમ કરવા ચોથની વિધિ જાણો

ભેટ મોકલવી

જ્યારે આપણું કોઈ પ્રિયજન આપણને ભેટ આપે ત્યારે તે વધુ ખાસ બની જાય છે. આ ખાસ દિવસે તમારા જીવનસાથીને પર્સનલાઈઝ્ડ ભેટ મોકલો અને તે તમારા જીવનમાં કેટલું મહત્વનું સ્થાન ધરાવે છે તેની તેમને જાણ કરો. 

સાથે મળીને ખાસ આયોજનો વિચારો

કરવા ચોથના અવસર પર તમારા પતિ (Husband) તમારી સાથે નથી એ વાતને વિચારીને દુઃખી થવાના બદલે સાથે મળીને તહેવારનું આયોજન કરો. તેમના સાથે વાત કરીને કરવા ચોથની થાળી કઈ રીતે સજાવવી, ઉપવાસ કઈ રીતે તોડવો વગેરે નક્કી કરો અને એ રીતે સાથે દિવસ પસાર કરો.

વધુ વાંચો: અપરિણીત યુવતીઓ માટે કરવા ચોથના નિયમો જાણો

વીડિયો કોલ્સ

આધુનિક યુગમાં વીડિયો કોલ દ્વારા પણ તમે કરવા ચોથની વિધિ કરી શકો છો. તો વ્હાલમ દૂર હોય એ વાતને લઈ બિલકુલ મૂંઝાયા વગર આ દિવસ માટેના ખાસ પોશાકમાં સજ્જ થઈ જાઓ અને વીડિયો કોલ પર એકસાથે ચંદ્ર જોઈને તહેવારને વધુ ખાસ બનાવો. 

એકબીજા સાથે વાત કરો

કરવા ચોથ એ દંપતી વચ્ચેના પ્રેમની ઉજવણીનો તહેવાર છે. એકબીજાની પાછળ અડીખમ બનીને ઉભા રહેવું અને એકબીજા સાથે સંવાદ જાળવવો એ ખૂબ મહત્વનો છે. તમારી ખાસ પળોને તમારા જીવનસાથી સાથે શેર કરો અને દરેક પળને આનંદદાયી બનાવો. વીડિયો કોલ પર એકબીજાને નજર સામે રાખીને સાથે જ ભોજનનો આનંદ માણો.