Karwa Chauth 2023: ઉપવાસમાં આખો દિવસ તરોતાજા રહેવા સરગી થાળમાં સામેલ કરો આ 7 વસ્તુઓ

Karwa Chauth 2023: સૂર્યોદયથી શરૂ કરીને ચંદ્રોદય સુધી રાખવામાં આવતા નિર્જળા ઉપવાસ, કરવા ચોથ 2023 (Karwa Chauth 2023)ના વ્રતની તારીખ હવે ખૂબ જ નજીક આવી ગઈ છે. આ વ્રત વખતે પરિણીત મહિલાઓ સોળ શણગાર સજીને, હાથમાં સુંદર મહેંદી રચીને ઉપવાસ રાખે છે અને પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.  Karwa Chauth 2023ને બનાવો ખાસ […]

Share:

Karwa Chauth 2023: સૂર્યોદયથી શરૂ કરીને ચંદ્રોદય સુધી રાખવામાં આવતા નિર્જળા ઉપવાસ, કરવા ચોથ 2023 (Karwa Chauth 2023)ના વ્રતની તારીખ હવે ખૂબ જ નજીક આવી ગઈ છે. આ વ્રત વખતે પરિણીત મહિલાઓ સોળ શણગાર સજીને, હાથમાં સુંદર મહેંદી રચીને ઉપવાસ રાખે છે અને પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. 

Karwa Chauth 2023ને બનાવો ખાસ

કરવા ચોથના ઉપવાસની શરૂઆત પહેલા મોટા ભાગે સાસુ કે અન્ય વડીલ સ્ત્રી દ્વારા વહુ આખો દિવસ તરોતાજા, ઉર્જાવાન રહે તે માટે સરગી થાલ (Sargi Thaal) આપવાની પ્રથા છે. ત્યારે સરગી થાલમાં આરોગ્યપ્રદ વસ્તુઓને સમાવિષ્ટ કરવી જરૂરી બની જાય છે. ઉપવાસ પહેલા કરવામાં આવતા આ ભોજનમાં શરીરને જરૂરી પ્રોટીન, ફાઈબર વગેરે પૂરા પાડે અને હાઈડ્રેટ રાખે તેવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ. 

પરંપરાગત રીતે સરગી થાળમાં 7, 9 કે 11 પ્રકારની કોળિયામાં લઈ શકાય તેટલી વસ્તુઓ હોય છે. કરવા ચોથ (Karwa Chauth 2023)ના ઉપવાસ પહેલા સરગી થાલને આરોગ્યપ્રદ બનાવવા અહીં આપેલી 7 વસ્તુઓને જરૂરથી તેમાં સામેલ કરવી જોઈએ. 

વધુ વાંચો: અપરિણીત યુવતીઓ માટે કરવા ચોથના નિયમો જાણો

1. નાળિયેર પાણી

નિર્જળા ઉપવાસ પહેલા નાળિયેર પાણી શરીરને દિવસભર હાઈડ્રેટ રાખવાની સાથે જ ઈલેક્ટ્રોલાઈટ સંતુલન જાળવવામાં પણ મદદ કરશે. આદર્શ ડિટોક્સિફાઈંગ પીણું ગણાતું નાળિયેર પાણી પાચનમાં પણ મદદરૂપ બને છે અને આખો દિવસ શરીરમાં ઉર્જા જાળવી રાખશે. 

2. પલાળેલો સુકોમેવો

સરગી થાલમાં પલાળેલા 1-2 અખરોટ, 3-4 કિસમિસ અને 5-6 બદામ સામેલ કરવાથી લાંબો સમય ઉર્જાનો અનુભવ થશે. તે સિવાય અન્ય જરૂરી પોષક તત્વો માટે કોળા, તરબૂચ, સૂર્યમુખીના બીજ અને ફ્લેક્સ સીડ્સ પણ પલાળીને વાપરી શકાય. 

3. પૌષ્ટિક કાર્બોહાઈડ્રેટયુક્ત નાસ્તો

સરગી થાલ (Sargi Thaal)ના પોષણ મૂલ્યમાં વધારો કરવા માટે તેમાં પરોઠા, પુડલા, ઢોસા જેવી વાનગીઓને સામેલ કરો અને તે બનાવવા હોલગ્રેઈન્સનો ઉપયોગ વધુ શ્રેષ્ઠ રહેશે. આ સાથે જ તેમાં ગમતું શાક અને દહીં જરૂરથી ઉમેરો જે તમને આખો દિવસ પેટ ફુલાવું, એસિડિટી સહિતની સમસ્યામાં રાહત આપશે. 

વધુ વાંચો  કરવા ચોથના ઉપવાસના નિયમો જાણો 

4. પનીર

સરગી થાલમાં ઘરે બનાવેલા પનીર ક્યુબ્સને સામેલ કરવાથી તે શરીરને જરૂરી પ્રોટીન પૂરૂં પાડશે અને આખો દિવસ તૃપ્તિનો અનુભવ કરાવશે. 

5. મોસમી ફળો

દાડમ, અનાનસ, નારંગી જેવા ફળો ડિહાઈડ્રેશન રોકવામાં મદદરૂપ બનશે. સરગી સમયે ચા-કોફી લેવાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે માટે તે ન લેવું હિતાવહ છે. 

6. દૂધ

એક ગ્લાસ દૂધ અને તેના વિકલ્પ તરીકે તાજા ફળોનો રસ પીવો.

7. મીઠાઈ

સરગીની પરંપરાને માન આપવા મીઠાઈ સામેલ કરવી જરૂરી છે પણ આ માટે બજારની અતિ ખાંડવાળી વસ્તુના બદલે એક ચમચી લોટ કે સોજીનો શીરો સામેલ કરો. ઉપરાંત તમે ‘સગન કી ફેનિયા’ ને હોમમેઈડ સેવઈ અથવા રોસ્ટેડ વર્મીસેલી સાથે બદલી શકો છો.