સંબંધોમાં પાર્ટનર દ્વારા રમાતી લાગણીઓની રમત, ગેસલાઈટિંગથી બચવા માટે ધ્યાનમાં રાખો આ બાબતો

ગેસલાઈટિંગ એ એક પ્રકારની એવી ટોક્સિક વર્તણૂક છે જેમાં કોઈ 2 વ્યક્તિ વચ્ચેના સંબંધમાં તે પૈકીની એક વ્યક્તિ અન્યને પોતાના તાબામાં કરવા માટે અથવા તો પોતાના નિયંત્રણમાં રાખવા માટે ચાલાકી કરવા પ્રયત્ન કરે છે.  ગેસલાઈટિંગ એ સામેની વ્યક્તિને મેનિપ્યુલેટ કરવા માટેની એવી યુક્તિ છે જેમાં સામેની વ્યક્તિને તેની પોતાની લાગણી, વિચારો, ધારણાઓ સામે શંકા જાગવા […]

Share:

ગેસલાઈટિંગ એ એક પ્રકારની એવી ટોક્સિક વર્તણૂક છે જેમાં કોઈ 2 વ્યક્તિ વચ્ચેના સંબંધમાં તે પૈકીની એક વ્યક્તિ અન્યને પોતાના તાબામાં કરવા માટે અથવા તો પોતાના નિયંત્રણમાં રાખવા માટે ચાલાકી કરવા પ્રયત્ન કરે છે. 

ગેસલાઈટિંગ એ સામેની વ્યક્તિને મેનિપ્યુલેટ કરવા માટેની એવી યુક્તિ છે જેમાં સામેની વ્યક્તિને તેની પોતાની લાગણી, વિચારો, ધારણાઓ સામે શંકા જાગવા લાગે છે. તે વ્યક્તિની નિર્ણયશક્તિ કાચી પડી જાય છે અને તેને મેનિપ્યુલેટ કરનારો પાર્ટનર તેના મન-મગજ પર સંપૂર્ણ કાબૂ મેળવી લે છે. 

જો તમારો પાર્ટનર ગેસલાઈગિંટ દ્વારા તમારા પર કાબૂ મેળવવા પ્રયત્ન કરી રહ્યો હોય તો તેનાથી બચવા માટે તમારે આ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ-

1. તેમના નિયંત્રણમાં વિવશ બનવાના બદલે તમે તમારા પરિપ્રેક્ષ્યથી આગળ વધવા પ્રયત્ન કરી રહ્યા છો તેમ જણાવો. સાથે જ જે-તે પરિસ્થિતિમાં કામ કરવા માટે સાથે મળીને એક રસ્તો નક્કી કરવા જણાવો. 

2. જ્યારે તમારા ઈરાદાઓ સામે સવાલ કરવામાં આવે ત્યારે તમે સાચા ઈરાદાથી જે-તે કામ કરી રહ્યા છો તેવી સ્પષ્ટતા ચોક્કસથી કરો અને જે-તે સ્થિતિનો સામનો કરવા અથવા તો જે-તે કામ પાર પાડવા તમારાથી બનતી શ્રેષ્ઠ મહેનત કરી રહ્યા છો તેમ જણાવો. 

3. જ્યારે સામેની વ્યક્તિના શબ્દોમાં અસભ્યતા અથવા તો ધાર જણાય ત્યારે તમારી જાત માટે ઉભા રહેવું મહત્વનું બની જાય છે. આવા સંજોગોમાં તમારે સંવાદ બંધ કરીને તેમને તેમની મર્યાદા ન ઓળંગવા કહેવું જોઈએ. 

4. જ્યારે તમારા બંને વચ્ચેની ચર્ચા ઝગડાનું સ્વરૂપ ધારણ કરી લે ત્યારે ચર્ચામાં પાછા ફરવા પ્રયત્ન કરો અને શાંતિ જાળવી એકબીજાનો આદર કરવો જોઈએ. 

5. જ્યારે સામેની વ્યક્તિ તમે તેમને દોષિત ઠેરવવા પ્રયત્ન કરી રહ્યા છો તેવો આરોપ લગાવે ત્યારે એ વસ્તુ યાદ અપાવવી જોઈએ કે દરેક વ્યક્તિ પોતાની જવાબદારીઓ અને ક્રિયાઓ માટે જવાબદાર હોય છે. 

ગેસલાઈટિંગને વધુ સારી રીતે સમજવા પ્રયત્ન કરીએ તો આ શબ્દ કોઈ વ્યક્તિના મનોવૈજ્ઞાનિક ઉત્પીડન કે શોષણ સાથે સંકળાયેલો છે. કોઈ વ્યક્તિનું એ હદે માનસિક શોષણ કરવામાં આવે કે જેથી તે સ્વયં પોતાના અસ્તિત્વ, વિચારોની યોગ્યતા અંગે શંકા કરવા લાગે. આનાથી પીડિત વ્યક્તિના આત્મવિશ્વાસમાં અકલ્પનિય ઘટાડો થાય છે અને તે પોતાનું શોષણ કરનાર વ્યક્તિ પર નિર્ભર બની જાય છે. 

આમ ગેસલાઈટિંગને અનહેલ્ધી રિલેશનશિપનો એક કોમન પ્રકાર કહી શકાય. ટીનએજથી માંડીને પરિણીત વ્યક્તિએ પણ સંબંધોમાં ગેસલાઈટિંગનો સામનો કરવો પડી શકે છે.