ઈજા કે દુઃખાવામાં રાહત માટે આઈસ પેક અથવા હિટિંગ થેરાપીમાંથી શું પસંદ કરવું તે જાણવા ધ્યાનમાં રાખો આ બાબતો

વિવિધ કારણોસર શરીરના કોઈ ભાગોમાં થતા દુઃખાવા કે ઈજામાં રાહત મેળવવા માટે આઈસ પેક અથવા તો હિટિંગ થેરાપીએ ખૂબ જ સામાન્ય એવા ઘરેલું ઉપચારો છે. જોકે સામાન્યપણે લોકોમાં એવી માન્યતા રહેલી છે કે, આઈસ પેક અથવા હિટિંગ પેડ્સનો એકબીજાના વિકલ્પ તરીકે ઉપયોગ થઈ શકે છે. ત્યારે નિષ્ણાતોના કહેવા પ્રમાણે બંનેનો એક ચોક્કસ ઉદ્દેશ્ય છે અને […]

Share:

વિવિધ કારણોસર શરીરના કોઈ ભાગોમાં થતા દુઃખાવા કે ઈજામાં રાહત મેળવવા માટે આઈસ પેક અથવા તો હિટિંગ થેરાપીએ ખૂબ જ સામાન્ય એવા ઘરેલું ઉપચારો છે. જોકે સામાન્યપણે લોકોમાં એવી માન્યતા રહેલી છે કે, આઈસ પેક અથવા હિટિંગ પેડ્સનો એકબીજાના વિકલ્પ તરીકે ઉપયોગ થઈ શકે છે. ત્યારે નિષ્ણાતોના કહેવા પ્રમાણે બંનેનો એક ચોક્કસ ઉદ્દેશ્ય છે અને સારવારમાં તેના યોગ્ય ઉપયોગ દ્વારા ઉપચારને ઝડપી બનાવી શકાય છે. 

ઉદાહરણથી સમજીએ તો સોજો આવ્યો હોય અથવા તો ઉઝરડા પડ્યા હોય તેવા સંજોગોમાં કોલ્ડ પેક વધુ સારી રીતે ઉપયોગી બનશે અને આવા કિસ્સામાં હિટિંગ થેરાપી ટાળવી જોઈએ. તેના સામે સ્નાયુઓમાં દુઃખાવો રહેતો હોય તો હિટિંગ થેરાપી ખૂબ જ જાદુઈ પરિણામો આપે છે. આમ કયા સંજોગોમાં આઈસ પેક અથવા હિટિંગ પેડ્સનો ઉપયોગ કરવો તે માટે અહીં કેટલાક નિષ્ણાત માર્ગદર્શન રજૂ કરવામાં આવ્યા છે. 

1. DOMS

કોઈ પણ નવી શારીરિક પ્રવૃત્તિ કર્યા બાદ અથવા તો અચાનક જ વધુ પડતી તીવ્રતા સાથે કોઈ પણ પ્રવૃત્તિ કર્યા બાદ DOMS એટલે કે, સ્નાયુઓના દુઃખાવાની વિલંબિત શરૂઆત થાય છે. સામાન્ય રીતે આની પીડા શરૂઆતના 24-48 કલાકમાં વધે છે અને 72 કલાક સુધી તેની અસર રહ્યા બાદ ધીમે-ધીમે તે ઓછી થઈ જાય છે. 

આવા કિસ્સામાં શરૂના 48 કલાકમાં હિટિંગ થેરાપી વધુ અસરકારક બને છે. 

2. તીવ્ર મસ્ક્યુલોસ્કેલેટલ ઈજા અથવા સ્નાયુનો મચકોડ

આવા સંજોગોમાં શરૂઆતમાં સોજો અને પીડા ઘટાડવા માટે બરફનો ઉપયોગ કરવો. પરંતુ જો તાણ કે મચકોડમાં સોજો ન હોય તો આઈસિંગ ટાળવું જોઈએ. 

3. સાંધા કે સ્નાયુમાં તીવ્ર દુઃખાવો

ગરદન, પીઠ કે ઘૂંટણાં તીવ્ર દુઃખાવો થઈ રહ્યો હોય તો આવી પરિસ્થિતિમાં હિટિંગ થેરાપીની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને રૂમેટાઈડ આર્થરાઈટ્સ અથવા સંધિવાની અન્ય પરિસ્થિતિઓમાં. 

4. સાંધા કે સન્યાયુની જડતા

આવી પરિસ્થિતિઓમાં હિટિંગ થેરાપીની સલાહ આપવામાં આવે છે કારણ કે તે પેશીઓ અને સાંધાઓની લવચીકતામાં સુધારો કરે છે. ઉપરાંત સાયનોવિયલ પ્રવાહીની સ્નિગ્ધતા ઘટાડે છે અને પેશીઓને અસર કરે છે.

5. માસિક સમયે પીડા દરમિયાન

માસિક સ્ત્રાવ દરમિયાન ગર્ભાશયનું સંકોચન થવાથી પીડા થતી હોય છે. પેટના નીચેના ભાગે હોટ પેક રાખવાથી ગર્ભાશયના સ્નાયુઓ અને પેટના સ્નાયુઓને મદદ મળે છે. 

6. પ્રસવ પીડા દરમિયાન

પ્રસવ પીડા દરમિયાન પણ હિટિંગ થેરાપીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. જોકે આ સમયે સીધુ પેટના નીચેના સ્નાયુઓ પર નહીં પરંતુ પીઠના નીચેના ભાગે હિટિંગ થેરાપીનો ઉપયોગ કરવો જોઈએ. 

આમ, પીડાની સ્થિતિના આધારે હોટ અને કોલ્ડ થેરાપીનો ઉપયોગ કરવાથી વધુ સારા પરિણામો મળે છે.