Kidney Patients: ડાયાલિસિસ પર હોવ તો જાગૃત બની સારવારમાં બનો સહભાગી

Kidney Patients: કિડનીની કાર્યક્ષમતાને નુકસાન પહોંચ્યું હોય તેવી સ્થિતિમાં શરીરમાં ભેગા થતા બિનજરૂરી તત્વો, પદાર્થો અને વધારાના પ્રવાહી, ક્ષાર, એસિડ સહિતના રસાયણોને કૃત્રિમ રીતે દૂર કરવા માટે ડાયાલિસિસ (Dialysis)ની મદદ લેવામાં આવતી હોય છે. ડાયાલિસિસ એ નબળી કિડની ધરાવતા લોકો માટે પડકારજનક પરંતુ જીવન ટકાવી રાખવા માટે મહત્વની સારવાર છે.  દરેક કિડનીના દર્દી (Kidney Patients)ની […]

Share:

Kidney Patients: કિડનીની કાર્યક્ષમતાને નુકસાન પહોંચ્યું હોય તેવી સ્થિતિમાં શરીરમાં ભેગા થતા બિનજરૂરી તત્વો, પદાર્થો અને વધારાના પ્રવાહી, ક્ષાર, એસિડ સહિતના રસાયણોને કૃત્રિમ રીતે દૂર કરવા માટે ડાયાલિસિસ (Dialysis)ની મદદ લેવામાં આવતી હોય છે. ડાયાલિસિસ એ નબળી કિડની ધરાવતા લોકો માટે પડકારજનક પરંતુ જીવન ટકાવી રાખવા માટે મહત્વની સારવાર છે. 

દરેક કિડનીના દર્દી (Kidney Patients)ની જરૂરિયાત અને જોખમો પણ અલગ હોય છે. આવી સ્થિતિમાં તમામ પ્રકારના દર્દીઓની ડાયાલિસિસની સફરને તંદુરસ્ત ભવિષ્ય તરફ દોરી જવા માટે કેટલીક ટિપ્સને ધ્યાનમાં રાખવી જોઈએ જેથી ડૉક્ટર્સની નિરંતર દેખરેખમાંથી રાહત મળી શકે. 

વધુ વાંચો… Winter Diet: શિયાળામાં તમારા આહારમાં આ 6 સૂકા મેવાને સામેલ કરો 

Kidney Patients માટે સેફ્ટી ફર્સ્ટ

ડાયાલિસિસ થતું હોય તેવી જગ્યાઓએ ઈન્ફેક્શન કંટ્રોલ માટેના માપદંડો ખૂબ જ આકરા હોય છે પરંતુ તેમ છતાં દર્દીઓએ પોતાની રીતે પણ સ્વચ્છતા માટેના કેટલાક પગલાંઓ અનુસરવા જોઈએ. જેમ કે, ડાયાલિસિસ (Dialysis) પર હોય તેવા લોકોએ તેમના હાથ વારંવાર ધોતા રહેવું જોઈએ, મૂત્રનલિકાની સંભાળ માટે જે માર્ગદર્શન આપવામાં આવ્યું હોય તેનું પાલન કરવું જોઈએ અને અસ્વચ્છ હાથે સંબંધિત વિસ્તારને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ. 

તમને આપવામાં આવેલી બ્લડ પ્રેશર સહિતની દવાઓને નિયમિતપણે લેતા રહેવું જોઈએ. ડૉક્ટર સાથે તમને જે ચિંતા સતાવતી હોય અથવા જે આડઅસર અનુભવાતી હોય તેના વિશે ખુલીને વાત કરતા રહેવું જોઈએ. 

તમારા રોગની સ્થિતિને જાણો

કિડનીના દર્દી (Kidney Patients)એ પોતાની કિડનીની સ્થિતિ, સારવાર માટેના વિકલ્પો અને સંભવિત જટિલતાઓથી પણ માહિતગાર રહેવું જોઈએ. સારવાર દરમિયાન એક્ટિવ રહી સહભાગી બનવાથી પરિણામોમાં સુધારો જણાય છે. તમારી સપોર્ટ સિસ્ટમને પણ મજબૂત બનાવો અને શારીરિક, માનસિક રીતે અઘરી ડાયાલિસિસની જર્ની વિશેના અનુભવો તેમની સાથે શેર કરીને પ્રોત્સાહન માટે તેમનો આધાર મેળવો. કોઈ પણ સમસ્યાને વહેલી તકે ઓળખવા માટે નિયમિત ચેકઅપ કરાવવાનું ટાળશો નહીં. 

વધુ વાંચો… Morning Drinks: ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ગુણકારી બની રહેશે આ હેલ્ધી પીણાં

બાળકોને આ સમસ્યા હોય તો શું કરવું?

કિડનીની સમસ્યા ધરાવતા બાળકો જ્યારે ડાયાલિસિસ પર હોય તેવા સંજોગોમાં કેટલીક વિશેષ કાળજી રાખવી જરૂરી બની જાય છે. ઘણી વખત બાળકોની તબિયતમાં સુધારો ન આવે ત્યાં સુધી તેમને ડાયાલિસિસ પર રાખવામાં આવતા હોય છે. અમુક કિસ્સામાં તેમને આજીવન ડાયાલિસિસ પર રાખવા પડી શકે છે. 

આવા સંજોગોમાં માતા-પિતાએ સંતાન સાથે તેની સ્થિતિ અંગે ખુલીને સ્પષ્ટપણે વાત કરવી જરૂરી બની જાય છે. કિડનીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા બાળકને તેની ઉંમરને આધીન તેની સમસ્યા અંગે સમજણ આપવી જોઈએ અને તેનો ભાવનાત્મક આધાર બનવું જોઈએ. 

ડાયાલિસિસ પર હોય તેમના માટે મુસાફરી પ્રતિબંધિત નથી પરંતુ નેફ્રોલોજિસ્ટ સાથે તે અંગે અગાઉથી ચર્ચા કરી રાખવી જરૂરી છે અને મુસાફરી દરમિયાન દવાઓ, એલર્જી, ઈમરજન્સી નંબર વગેરે સાથે રાખવા જોઈએ. ઉપરાંત પોર્ટેબલ ડાયાલિસિસ મશીન અંગે પણ જાણકારી મેળવવી જોઈએ અને નિષ્ણાંતની સલાહ મુજબ વર્તવું જોઈએ.