જાણો ઓપન પોર્સની સમસ્યા દૂર કરવા માટે ઉપયોગી 4 ઘરેલુ કુદરતી ઉપાય

મોટા ભાગના લોકો માટે ત્વચા પર જોવા મળતા ઓપન પોર્સ એ ચિંતાનું સામાન્ય કારણ હોય છે. ઉપરાંત ઉંમર, જિનેટિકલ કારણો અને ત્વચા વધારે પડતી તૈલીય હોય તો આવા ઓપન પોર્સ સુંદરતામાં અવરોધરૂપ બનતા હોય છે. ઓપનપોર્સની સમસ્યા સંપૂર્ણપણે દૂર કરવી શક્ય નથી પરંતુ અમુક ઘરેલુ કુદરતી નુસખાની મદદથી ઓપન પોર્સને થોડેક અંશે અદૃશ્ય કરી શકાય […]

Share:

મોટા ભાગના લોકો માટે ત્વચા પર જોવા મળતા ઓપન પોર્સ એ ચિંતાનું સામાન્ય કારણ હોય છે. ઉપરાંત ઉંમર, જિનેટિકલ કારણો અને ત્વચા વધારે પડતી તૈલીય હોય તો આવા ઓપન પોર્સ સુંદરતામાં અવરોધરૂપ બનતા હોય છે. ઓપનપોર્સની સમસ્યા સંપૂર્ણપણે દૂર કરવી શક્ય નથી પરંતુ અમુક ઘરેલુ કુદરતી નુસખાની મદદથી ઓપન પોર્સને થોડેક અંશે અદૃશ્ય કરી શકાય છે અને ત્વચાની રચનામાં એકંદરે સુધારો લાવી શકાય છે. 

સૌથી પહેલા તો ઓપન પોર્સના કારણો જાણીએ

જર્નલ ઓફ ડર્મેટોલોજીના અહેવાલ પ્રમાણે ત્વચાની સ્થિતિસ્થાપકતામાં ઘટાડો થવાથી, જાડી રૂંવાટી વધવાથી, કુદરતી રીતે ઉંમર વધવાની સાથે, વધારે પડતાં સૂર્ય પ્રકાશમાં રહેવાથી ત્વચા વધારે પડતી તૈલીય બને છે અને ઓપન પોર્સની સમસ્યા જોવા મળે છે. ઓપન પોર્સની સમસ્યાના ઉકેલ માટેના 4 ઘરેલુ નુસખા જાણીએઃ

1. મુલતાની માટી

મુલતાની માટી ઓપન પોર્સની સમસ્યા ઘટાડવાની સાથે જ ત્વચા પર બળતરા કે સોજામાંથી રાહત આપે છે. મુલતાની માટીમાં કુદરતી રીતે ઠંડકના ગુણધર્મો રહેલા હોય છે જે ત્વચાને હળવાશની લાગણીનો અનુભવ કરાવવાની સાથે જ ઓપન પોર્સ સહિતની અશુદ્ધિઓને અસરકારક રીતે દૂર કરે છે. 

ગુલાબજળ અથવા તો દહીં કે ટામેટાના રસમાં મુલતાની માટી ભેળવીને બનાવેલી સ્મૂધ પેસ્ટને અડધા કલાક માટે ચહેરા પર લગાવી રાખો અને બાદમાં પાણી વડે ધોઈ લો. નિયમિતપણે આ પ્રયોગ કરવાથી ઓપન પોર્સ ઘટશે અને ત્વચા વધારે ચમકદાર બનશે. 

2. ચણાનો લોટ

ચણાનો લોટ એક શ્રેષ્ઠ એક્સફોલીએન્ટ અને ક્લીન્ઝર છે જે ત્વચા પરના વધારાના તેલને અસરકારક રીતે દૂર કરે છે. ચણાના લોટમાં દહીં અને ઓલિવ ઓઈલ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો અને તેને હળવા હાથે મસાજ કરી ચહેરા પર લગાવી અડધા કલાક બાદ પાણીથી ધોઈ લો. ફેસ પેક સાફ કર્યા બાદ ચહેરા પર બરફનો ટુકડો ઘસો. 

3. ઓટ્સ

ઓપન પોર્સની સમસ્યામાં ઓટ્સ શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે. ઓટ્સના પાવડરમાં પાણી અને મધ ઉમેરી તે પેસ્ટને ચહેરા પર અડધો કલાક માટે લગાવી રાખો અને બાદમાં હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. બાદમાં ત્વચાને હાઈડ્રેટ બનાવી રાખવા માટે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો. 

4. બરફના ટુકડા

ઓપન પોર્સની સમસ્યા ઘટાડવા માટે હળવા હાથે બરફના ટુકડા વડે મસાજ કરવામાં આવે તો તે એક સરળ અને અસરકારક ઉપાય બની રહે છે. બરફના ટુકડાને સ્વચ્છ કપડા કે ટીસ્યુ પેપરમાં લપેટીને ત્વચા પર 15થી 30 સેકન્ડ માટે હળવા હાથે દબાવો. ઠંડકના કારણે રક્તવાહિનીઓ સંકોચાશે અને ત્વચાની ઢીલાશ દૂર થશે જેથી ઓપન પોર્સની સમસ્યા પણ હળવી બનશે.