કોવિડ-19 કરતાં 20 ગણો શક્તિશાળી ડિસીઝ X બની શકે છે 5 કરોડ લોકોનાં મોતનું કારણ

વિશ્વભરમાં કોરોના મહામારીની અમુક લહેરો બાદ તેના અંતને લઈ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યાં જ વૈજ્ઞાનિકો દ્વારા વધુ એક સંભવિત મહામારી અંગેની આશંકા અને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા આ મહામારીને ‘ડિસીઝ X’ એવું નામ આપવામાં આવ્યું છે.  5 મહિના પહેલાં જ WHOએ ડિસીઝ X અંગે ચેતવણી આપી હતી […]

Share:

વિશ્વભરમાં કોરોના મહામારીની અમુક લહેરો બાદ તેના અંતને લઈ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યાં જ વૈજ્ઞાનિકો દ્વારા વધુ એક સંભવિત મહામારી અંગેની આશંકા અને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા આ મહામારીને ‘ડિસીઝ X’ એવું નામ આપવામાં આવ્યું છે. 

5 મહિના પહેલાં જ WHOએ ડિસીઝ X અંગે ચેતવણી આપી હતી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ડિસીઝ X સમગ્ર વિશ્વમાં ફેલાવાનો શરૂ થઈ ગયો હોવા અંગે પણ આશંકા વ્યક્ત કરી હતી. ડિસીઝ X કોરોના કરતા 20 ગણો વધારે શક્તિશાળી હોવાનું માનવામાં આવે છે. ઉપરાંત તેના કારણે ઓછામાં ઓછા 5 કરોડ લોકોના મોત થાય તેવી પણ શક્યતા છે. આ માહિતી સામે આવ્યા બાદ સમગ્ર વિશ્વમાં ચિંતા વ્યાપી છે. યુકે વેક્સિન ટાસ્કફોર્સના અધ્યક્ષ રહી ચુકેલા હેલ્થ એક્સપર્ટ કેટ બિંઘમે એક ઈન્ટરવ્યુ દરમિયાન ડિસીઝ X સ્પેનિશ ફ્લૂ (1919-1920) જેટલો વિનાશકારી બની શકે છે તેવો દાવો કર્યો હતો. 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આજથી 5 મહિના પહેલા જ ડિસીઝ Xને લઈને ચેતવણી જાહેર કરી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જ તેને ડિસીઝનું નામ આપ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કહેવા પ્રમાણે ડિસીઝ X એક નવો એજન્ટ બની શકે છે, તે એક વાયરસ, એક બેક્ટેરિયા કે એક ફંગસ હોઈ શકે છે. ચિંતાની વાત એ છે કે, હાલ વિશ્વમાં તેની કોઈ સારવાર નથી. 

જાણો શું છે ડિસીઝ X

હકીકતે ડિસીઝ X કોઈ બીમારીનું નામ નથી.આ એક ટર્મ છે જેનો ઉપયોગ એવી બીમારી માટે કરવામાં આવે છે જે ઈન્ફેક્શનના કારણે પેદા થાય છે અને મેડિકલ સાયન્સમાં તેના વિશે કોઈને જાણ નથી હોતી. મતલબ કે હાલ કોઈ ડોક્ટર, વૈજ્ઞાનિક કે નિષ્ણાતને તેના વિશે કોઈ જ ખબર નથી.  

ઉદાહરણથી સમજીએ તો સૌથી પહેલી વખત 2018ના વર્ષમાં આ ટર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેના પછીના વર્ષે 2019માં કોરોના વાયરસ નામની બીમારી ત્રાટકી હતી. બિંઘમે ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, 1918-19માં ફ્લૂ મહામારીએ વિશ્વભરમાંથી આશરે 50 મિલિયન લોકોનો જીવ લીધો હતો જે પ્રથમ વિશ્વ યુદ્ધમાં માર્યા ગયેલા લોકોની સરખામણીએ બમણો આંકડો હતો. ડિસીઝ Xના કારણે આ હદે મૃત્યુ થઈ શકે છે. 

બિંઘમે એમ પણ જણાવ્યું હતું કે, એક રીતે કોવિડ-19ના કેસમં આપણે ભાગ્યશાળી રહ્યા. તેના કારણે વિશ્વભરમાંથી 20 મિલિયન કે વધુ મોત થયા પણ સારી વાત એ છે કે, વાયરસથી સંક્રમિત મોટા ભાગના લોકો સાજા થઈ શક્યા. ડિસીઝ Xની કલ્પના કરીએ તો તે ઈબોલાના મૃત્યુ દર (આશરે 67 ટકા) જેટલો જ સંક્રામક છે. વિશ્વમાં ક્યાંકને ક્યાંક તેની પુનરાવૃત્તિ થઈ રહી છે અને વહેલા મોડું કોઈને કોઈ બીમાર હોવાનો અનુભવ કરશે.