Navratri 2023: દાંડિયા રાસ રમવાથી થતાં સ્વાસ્થ્ય લાભ જાણી ચોંકી જશો

Navratri 2023: નવરાત્રી એ ઉપવાસ અને પર્વનો તહેવાર છે. નવ દિવસીય ઉત્સવ દેશભરમાં વિવિધ પરંપરાઓ સાથે ઉજવવામાં આવે છે અને તેમાંથી એક નોંધપાત્ર ગુજરાતનું લોકનૃત્ય દાંડિયા રાસ (Dandiya Raas) છે. ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં પણ ભક્તો સુંદર અને રંગબેરંગી પરંપરાગત પોશાક પહેરીને આ દાંડિયા રાસમાં ભાગ લે છે. દાંડિયા એક એવો રાસ છે, જેમાં […]

Share:

Navratri 2023: નવરાત્રી એ ઉપવાસ અને પર્વનો તહેવાર છે. નવ દિવસીય ઉત્સવ દેશભરમાં વિવિધ પરંપરાઓ સાથે ઉજવવામાં આવે છે અને તેમાંથી એક નોંધપાત્ર ગુજરાતનું લોકનૃત્ય દાંડિયા રાસ (Dandiya Raas) છે. ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં પણ ભક્તો સુંદર અને રંગબેરંગી પરંપરાગત પોશાક પહેરીને આ દાંડિયા રાસમાં ભાગ લે છે. દાંડિયા એક એવો રાસ છે, જેમાં ભક્તો હાથમાં દાંડિયા લઈને ગરબા કરે છે. દાંડિયા રાસ રમવાથી વજન ઘટાડવાથી લઈને હૃદયની તંદુરસ્તી વધારવામાં મદદ મળે છે.  

નવરાત્રી (Navratri 2023)માં દાંડિયા રાસ રમવાં એ એક આનંદદાયક અનુભવ છે અને તે માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. કેલરી બર્ન કરવામાં, સ્ટ્રેસ દૂર કરવામાં અને આર્મ વર્કઆઉટ કરવાની આ સારી રીત છે. દાંડિયા રાસ (Dandiya Raas) એક કાર્ડિયોવેસ્ક્યુલર વર્કઆઉટ છે. તે હૃદયના ધબકારા સુધારવામાં મદદ કરે છે. 

વધુ વાંચો: નવરાત્રીમાં ઉપવાસ દરમિયાન આ નિયમોનું પાલન કરો

નવરાત્રી (Navratri 2023)માં દાંડિયા રસ રમવાથી તે એક અસરકારક કાર્ડિયોવેસ્ક્યુલર વર્કઆઉટ તરીકે કામ કરે છે, જે સતત અને લયબદ્ધ હલનચલનને કારણે કોષોના વધુ સારા રક્ત પરિભ્રમણ અને ઓક્સિજનને પ્રોત્સાહન આપે છે. તે હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં ફાળો આપી શકે છે.

1. હૃદયનું સ્વસ્થ સુધારવામાં મદદ કરે છે

2. ફ્લેક્સિબિલિટી વધે છે

નવરાત્રી (Navratri 2023) દરમિયાન દાંડિયા રાસ (Dandiya Raas) રમવાથી આખા શરીરની કસરત થાય છે. તમારા શરીરના તમામ સ્નાયુઓને સ્ટ્રેચ કરવાની એક સરસ રીત છે. આ પ્રકારે શરીરની માંસપેશીઓની કસરત થાય છે અને શરીરની ફ્લેક્સિબિલિટી વધે છે. 

3. વજન ઘટાડવમાં મદદ કરે છે 

દાંડિયા રાસમાં ભાગ લેવાથી કેલરી બર્ન કરવામાં મદદ મળે છે, જે તમને નવરાત્રી (Navratri 2023)ના તહેવારમાં તંદુરસ્ત વજન જાળવવામાં મદદ કરે છે.  

4. બ્રીધિંગ પાવર મજબૂત થાય છે

દાંડિયા રાસ રમતી વખતે શરીર સતત ડાંસિંગ મોડમાં રહે છે. જેથી ફેંફસા વધુ કામ કરે છે અને બ્રીધિંગ પાવર મજબૂત થાય છે. દાંડિયા રાસ (Dandiya Raas) કરવાથી હૃદય હેલ્ધી રહે છે અને શરીર સંપૂર્ણપણે એક્ટીવ રહે છે. 

વધુ વાંચો: ઉપવાસ દરમિયાન સાત્વિક ભોજન કરવાના ફાયદા જાણીને ચોંકી જશો

5. માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે છે 

નવરાત્રી (Navratri 2023)માં દાંડિયા રસ રમવાથી મન પ્રફુલ્લિત રહે છે, જે માનસિક અને ભાવનાત્મક સુખાકારીને પ્રોત્સાહન આપે છે. તેમજ દાંડિયા રસ રમવાથી સ્ટ્રેસ ઘટાડવામાં મદદ મળે છે. 

6. એકાગ્રતા વધે છે

દાંડિયા રાસ એક એવો રાસ છે, જેમાં ગરબા કરતા સમયે ગૃપ અને પાર્ટનરના મૂવ્સ પર ખાસ ધ્યાન રાખવું પડે છે. દાંડિયા એકસાથે વગાડવા માટે અને ફરવા માટે મન એકાગ્ર હોવું જરૂરી છે, જેથી મગજના કાર્યોમાં વૃદ્ધિ થાય છે.