જાણો નાળિયેર પાણીના બ્લડ પ્રેશર નિયંત્રણ સહિતના અનેક અજાણ્યા સ્વાસ્થ્ય લાભ વિશે

નાળિયેર પાણી એ શરીર માટે ઉપયોગી પોષક તત્વોનું પાવર હાઉસ છે. જોકે હજુ પણ અનેક સ્વાસ્થ્ય પ્રેમી લોકો નાળિયેર પાણી પીવાથી થતા અનેક ફાયદાઓથી અજાણ જ છે. આ હાઈડ્રેટિંગ પીણું શરીરને અનેક શક્તિશાળી ફાયદા આપવા માટે સક્ષમ છે. નાળિયેર પાણી પીવાથી શરીરને થતા લાભ જાણીએઃ 1. શરીરને હાઈડ્રેટ રાખે છે નાળિયેર પાણીએ એક શ્રેષ્ઠ કુદરતી […]

Share:

નાળિયેર પાણી એ શરીર માટે ઉપયોગી પોષક તત્વોનું પાવર હાઉસ છે. જોકે હજુ પણ અનેક સ્વાસ્થ્ય પ્રેમી લોકો નાળિયેર પાણી પીવાથી થતા અનેક ફાયદાઓથી અજાણ જ છે. આ હાઈડ્રેટિંગ પીણું શરીરને અનેક શક્તિશાળી ફાયદા આપવા માટે સક્ષમ છે. નાળિયેર પાણી પીવાથી શરીરને થતા લાભ જાણીએઃ

1. શરીરને હાઈડ્રેટ રાખે છે

નાળિયેર પાણીએ એક શ્રેષ્ઠ કુદરતી ઈલેક્ટ્રોલાઈટ સ્ત્રોત છે. નાળિયેર પાણીમાં જરૂરી મિનરલ્સ જેમ કે, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને સોડિયમ રહેલા છે જે પરસેવા દ્વારા શરીરે ગુમાવી દીધેલા ઈલેક્ટ્રોલાઈટને ચાર્જ કરવાનું કામ કરે છે. ઉપરાંત ગરમીની સિઝનમાં અથવા તો કસરત બાદ નાળિયેર પાણીનું સેવન એક શ્રેષ્ઠ રિહાઈડ્રેશન વિકલ્પ છે. 

2. એન્ટીઓક્સિડેન્ટ્સથી ભરપૂર છે

નાળિયેર પાણીમાં એન્ટીઓક્સિડેન્ટ્સ રહેલા હોય છે જે આપણાં કોષોને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચવામાં મદદરૂપ થાય છે. આ એન્ટીઓક્સિડેન્ટ્સ ક્રોનિક રોગોના જોખમને ઘટાડીને અને ફ્રી રેડિકલ્સ સામે શરીરના સંરક્ષણને ટેકો આપીને આરોગ્ય જાળવવામાં મદદરૂપ બને છે. 

3. પાચન માટે ઉપયોગી

નાળિયેર પાણીમાં ડાયેટરી ફાઈબર હોય છે જે પાચનમાં મદદરૂપ બનીને કબજિયાત સામે રક્ષણ આપે છે. ઉપરાંત નાળિયેર પાણી પેટને રાહત આપે છે અને પાચનને લગતી હળવી સમસ્યાઓમાં પણ ઉપયોગી બને છે. 

4. અન્ય ફળની સરખામણીએ કેલેરીનું પ્રમાણ નહીંવત

સોડા અને ફળોના રસ સહિતના પીણાંઓની સરખામણીએ નાળિયેર પાણીમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. જે લોકો વધુ પડતી કેલેરી કે ખાંડનું સેવન કર્યા વગર પોતાની તરસ છિપાવવા ઈચ્છતા હોય તેમના માટે નાળિયેર પાણી એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. 

5. હાડકાંના સ્વાસ્થ્ય માટે જરૂરી

નાળિયેર પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે જે હાડકાંની મજબૂતાઈ ટકાવી રાખવા અને ઓસ્ટિયોપોરોસિસ સહિતની સ્થિતિનો સામનો કરવા માટે જરૂરી છે. યોગ્ય આહાર સાથે નિયમિતપણે નાળિયેર પાણીનું સેવન કરવાથી હાડકાંનુ સ્વાસ્થ્ય જળવાય છે. 

6. બ્લડ પ્રેશર નિયંત્રણ માટે જરૂરી

નાળિયેર પાણીમાં રહેલું પોટેશિયમ સોડિયમની નકારાત્મક અસરો સામે લડીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. પોટેશિયમથી સભર ડાયેટ બ્લડ પ્રેશરના સ્તરને નીચું લાવવામાં અને હાઈપરટેન્શનના જોખમને ઘટાડવામાં ઉપયોગી છે. 

નાળિયેર પાણીનું એક ખાસ લક્ષણ એ પણ છે કે, તેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી હોતી અને તેમાં રહેલા ઈલેક્ટ્રોલાઈટ પાણીની ઉણપ દૂર કરે છે. તમે સવારે અથવા સાંજે કોઈપણ સમયે નાળિયેર પાણી પી શકો છો. યોગ્ય સમયે તેનું સેવન કરવાથી વધુ ફાયદા મળશે. સવારે ખાલી પેટ નાળિયેર પાણી પીવાથી સુસ્તી દૂર થાય છે અને શરીરને પુષ્કળ શક્તિ મળે છે. ભોજન પહેલાં નાળિયેર પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે અને વજન ઓછું કરે છે. ખાધા પછી નાળિયેર પાણી પીવાથી ખોરાકને પચાવવામાં મદદરૂપ બને છે