Dev Uthani Ekadashi 2023: તારીખ, પૂજા વિધિ અને તેનું મહત્વ જાણો

આ વર્ષે દેવઉઠી એકાદશી 23 નવેમ્બરના રોજ છે

Courtesy: Image: Twitter

Share:

 

Dev Uthani Ekadashi 2023: દેવઉઠી એકાદશીનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ દેવઉઠી એકાદશી (Dev Uthani Ekadashi 2023) ઉજવવામાં આવે છે. આ દિવસ ભગવાન વિષ્ણુ 4 મહિનાની યોગનિંદ્રા બાદ જાગે છે. 

 

આ દિવસે ભક્તો એકાદશીનું વ્રત કરે છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે પૂજા કરે છે. આ દિવસે, લોકો તુલસી વિવાહનો પવિત્ર તહેવાર પણ ઉજવે છે.

 

Dev Uthani Ekadashi 2023ની તારીખ: 

 

આ વર્ષે દેવઉઠી એકાદશી (Dev Uthani Ekadashi 2023) 23 નવેમ્બર 2023ના રોજ છે. એકાદશી તિથિ 22મી નવેમ્બરે રાત્રે 11:30 વાગ્યાથી શરૂ થશે અને 23મી નવેમ્બરે રાત્રે 9:30 વાગ્યે સમાપ્ત થશે. 23 નવેમ્બર, ગુરુવારના રોજ દેવઉઠી એકાદશી વ્રત રાખવામાં આવશે. ઉપવાસ તોડવાનો સમય 24મી નવેમ્બરના રોજ સવારે 7:02 થી 8:36 સુધીનો છે.

 

દેવઉઠી એકાદશીની પૂજા વિધિ:

 

દેવઉઠી એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુના ભક્તો દ્વારા કરવામાં આવે છે. આ દિવસે લોકોએ વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ, તેમના ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો જોઈએ અને ભગવાન વિષ્ણુને ગંગા જળથી અભિષેક કરવો જોઈએ. ભગવાન વિષ્ણુની પૂજા કરીને ઉપવાસનો સંકલ્પ લેવો જોઈએ. ભગવાન વિષ્ણુને ફૂલ અને તુલસીના પાન અર્પણ કરવા જોઈએ, આરતી કરવી જોઈએ અને ભગવાન વિષ્ણુને સાત્વિક વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. ભક્તોએ આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ. 

 

દેવઉઠી એકાદશીનું મહત્વ:

 

શાસ્ત્રો અનુસાર અષાઢ મહિનામાં આવતી દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ આગામી ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે, જેને ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. આ સાથે કારતક માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ જાગે છે. વર્ષમાં આવતી તમામ એકાદશીઓમાંથી દેવઉઠી એકાદશી (Dev Uthani Ekadashi 2023)નું ઘણું મહત્વ છે. દેવઉઠી એકાદશીથી માંગલિક કાર્યની શરૂઆત થાય છે.  

 

દેવઉઠી એકાદશી (Dev Uthani Ekadashi 2023)ના કેટલાક નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ. એકાદશી વ્રતના બીજા દિવસે સૂર્યોદય પછી પારણા કરવા જોઈએ. દ્વાદશી તિથિના અંત પહેલા એકાદશી વ્રત તોડી નાખવું જોઈએ. જો દ્વાદશી તિથિ સૂર્યોદય પહેલા સમાપ્ત થઈ જાય, તો સૂર્યોદય પછી ઉપવાસ તોડી શકાય છે. 

 

દેવઉઠી એકાદશી (Dev Uthani Ekadashi 2023)ના દિવસે  ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિદ્રા પછી જાગે છે. હિન્દુ ભક્તો આ શુભ દિવસે પ્રાર્થના કરે છે અને આશીર્વાદ માંગે છે. એવું માનવામાં આવે છે કે તે અશુભ અવધિનો અંત અને તમામ શુભ પ્રવૃત્તિઓના પુનઃપ્રારંભને ચિહ્નિત કરે છે. આ શુભ દિવસે વ્રત રાખવાથી લોકોને તેમના ભૂતકાળના બધા ખરાબ કર્મોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે.