મશરૂમ ખાવાથી થતા આ સ્વાસ્થ્ય લાભ જાણી તમે પણ તેના ફેન બની જશો

ચિકન, સોયાબીન, કઠોળ અને અન્ય તમામ હેલ્થી ખોરાકમાં મશરૂમનો કેમ આટલો ઓછો ઉલ્લેખ થાય છે તે ચોંકાવનારી વાત છે. મશરૂમ પણ એટલું જ ફાયદાકારક છે જેટલી અન્ય હેલ્થી શાકભાજીઓ હોય છે. હકીકત એ છે કે તે ફૂગનો એક પ્રકાર છે અને તે કોઈપણ જગ્યાએ ઉગી શકે છે જ્યાં પૂરતા પ્રમાણમાં ભેજ હોય. જો કે, ખાદ્ય […]

Share:

ચિકન, સોયાબીન, કઠોળ અને અન્ય તમામ હેલ્થી ખોરાકમાં મશરૂમનો કેમ આટલો ઓછો ઉલ્લેખ થાય છે તે ચોંકાવનારી વાત છે. મશરૂમ પણ એટલું જ ફાયદાકારક છે જેટલી અન્ય હેલ્થી શાકભાજીઓ હોય છે.

હકીકત એ છે કે તે ફૂગનો એક પ્રકાર છે અને તે કોઈપણ જગ્યાએ ઉગી શકે છે જ્યાં પૂરતા પ્રમાણમાં ભેજ હોય. જો કે, ખાદ્ય મશરૂમ્સમાં પોષક મૂલ્ય હોય છે જે આરોગ્યવર્ધક ખોરાક છે. જો તમને વિશ્વાસ ન આવતો હોય તો મશરૂમના આ પાંચ સાબિત ફાયદાઓ જોઈ લો પછી તમે પણ માની જશો.

મશરૂમ રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે

મશરૂમ પ્રોટીન, ફાઇબર, વિટામિન્સ બી અને સેલેનિયમ (એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ) થી ભરપૂર છે. એકસાથે, આ બધા પોષક તત્વો તમારા કોષો અને પેશીઓને થતા નુકસાનને અટકાવે છે અને આટલું જ નહીં તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

હાડકાંને મજબૂત બનાવી શકે છે

સીધો સૂર્યપ્રકાશમાં ઉગતુ હોવાથી અને લાંબા સમય સુધી સૂર્ય પ્રકાશના સંપર્કમાં રહેવાને કારણે મશરૂમ વિટામીન ડીનો પર્યાપ્ત સોર્સ છે. જો તમને ખબર ન હોય તો, વિટામિન ડી શરીરમાં કેલ્શિયમને શોષવામાં મદદ કરે છે જે તમારા હાડકાંને મજબૂત કરવામાં મદદ કરે છે.

વજન ઘટાડવામાં મદદ કરી શકે છે

વિવિધ એક્સપર્ટ્સની સ્ટડી પ્રમાણે  મશરૂમ્સ તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે કારણ કે તેમાં કેલરી ખૂબ ઓછી છે. મશરૂમમાં રહેલું હાઈ ફાઇબર લાંબા સમય સુધી સંતૃપ્ત રાખી શકે છે અને ખોરાકની તૃષ્ણાને અટકાવી શકે છે.

મશરૂમ ડાયાબિટીસને પણ રોકી શકે છે

મશરૂમ એવા લોકો માટે યોગ્ય છે જેઓ તેમની બ્લડ સુગરને કંટ્રોલ કરવા માંગે છે, મશરૂમમાં ઓછી કાર્બોહાઇડ્રેટ સામગ્રી લોહીમાં શર્કરાનું લેવલ સ્થિર કરે છે.

મશરૂમ હાર્ટનું રક્ષણ કરવા માટે શ્રેષ્ઠ 

મશરૂમમાં રહેલા સંયોજનો તમારા કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખી શકે છે, જેનાથી બ્લડ પ્રેશર અને હાર્ટની  સમસ્યાઓનું જોખમ ઘટે છે.

મશરૂમના સેવનનેલઈને લોકોના મનમાં અનેક પ્રકારની ગેરસમજો ફેલાયેલી છે. કેટલાક લોકો કહે છે કે તે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે તો કેટલાક કહે છે કે આ ખોરાક ખાવાથી ફાયદો થાય છે. પરંતુ જો તમે તેનું વધુ સેવન કરો છો તો તમને થાક લાગે છે અથવા તો કેટલાક લોકોને શરીરમાં કળતરનો અનુભવ થઈ શકે છે. ડૉક્ટરો ગર્ભવતી મહિલાઓને તે ઓછું ખાવાની સલાહ આપે છે. રોજિંદા જીવનમાં મશરૂમને સામેલ કરતાં પહેલાં એક વાર એક્સપર્ટની સલાહ લો.