આજે વર્લ્ડ સ્માઈલ ડે: તેનો ઈતિહાસ અને મહત્વ જાણો

આજે વર્લ્ડ સ્માઈલ ડેની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આપણી એક સ્માઈલનું ખુબ જ મહત્વ છે. સ્માઈલ એક હાવભાવ છે જે સકારાત્મકતા ફેલાવે છે. આપણી એક સ્માઈલ આપણા જીવનના સૌથી ખરાબ તણાવને પણ દૂર કરી શકે છે. કહેવાય છે કે સ્માઈલ એ દરેક બીમારીનો ઉપચાર છે. મધર ટેરેસાએ કહ્યું હતું કે શાંતિની શરૂઆત સ્માઈલથી […]

Share:

આજે વર્લ્ડ સ્માઈલ ડેની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આપણી એક સ્માઈલનું ખુબ જ મહત્વ છે. સ્માઈલ એક હાવભાવ છે જે સકારાત્મકતા ફેલાવે છે. આપણી એક સ્માઈલ આપણા જીવનના સૌથી ખરાબ તણાવને પણ દૂર કરી શકે છે. કહેવાય છે કે સ્માઈલ એ દરેક બીમારીનો ઉપચાર છે. મધર ટેરેસાએ કહ્યું હતું કે શાંતિની શરૂઆત સ્માઈલથી થાય છે. આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં ઘણા લોકો સ્માઈલ કરતા નથી. સ્માઈલ તમારા મૂડને સુધારી શકે છે. આપણી એક સ્માઈલથી આપણી આસપાસના લોકો સાથેનો સબંધ સુધરે છે. સ્માઈલ એ હૂંફ, ખુશી અને દયા ફેલાવે છે. 

વર્લ્ડ સ્માઈલ ડે શા માટે ઉજવવામાં આવે છે?

મેસેચ્યુસેટ્સના વોર્સેસ્ટરના કોમર્શિયલ આર્ટિસ્ટ હાર્વે બોલે પ્રથમ વર્લ્ડ સ્માઈલ ડેની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેઓ 1963 માં આઈકોનિક સ્માઈલી ચહેરાના પ્રતીકને બનાવવા માટે જાણીતા છે. વર્લ્ડ સ્માઈલ ડે 1999 માં લોકોને દયાળુ કામ કરવા અને ખુશી ફેલાવવા માટે પ્રોત્સાહિત કરવાના માર્ગ તરીકે બનાવવામાં આવ્યો હતો. હાર્વે બોલનો હેતુ એ હતો કે વર્ષનો ઓછામાં ઓછો એક દિવસ સમર્પિત હોવો જોઈએ જ્યારે લોકો સ્માઈલ કરે અને દયાળુ કામ કરવામાં વ્યસ્ત રહે. 2001માં હાર્વે બોલનું અવસાન થયું, ત્યારબાદ તેમના નામ અને તેમની યાદોને માન આપવા માટે હાર્વે બોલ વર્લ્ડ સ્માઈલ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી.

વર્લ્ડ સ્માઈલ ડેનું મહત્વ:

વર્લ્ડ સ્માઈલ ડેનો ઉદ્દેશ્ય અન્ય લોકો સામે સ્માઈલ કરીને અને દયાળુ કામ કરીને સદ્ભાવના અને સકારાત્મકતાને પ્રોત્સાહન આપવાનો છે. સ્માઈલ દ્વારા આપણે બીજા કોઈના દિવસને સારો બનાવી શકીએ છીએ. 

તેથી, આજે વર્લ્ડ સ્માઈલ ડે પર અજાણ્યા લોકો સામે સ્માઈલ કરો. તમે દિવસ દરમિયાન જે લોકોને મળો છો તે દરેકને સ્માઈલ કરવા માટે પ્રોત્સાહિત કરો, મિત્રો, કુટુંબીજનો અથવા તો અજાણ્યા લોકોના જીવનમાં આનંદ લાવવાનો પ્રયત્ન કરો. 

આજના ખાસ દિવસે આ પ્રવૃત્તિ કરો

સોશિયલ મીડિયા પર હકારાત્મકતા ફેલાવવા અથવા હકારાત્મક અસર લાવવા માટે સ્વયંસેવક પ્રવૃત્તિઓ અથવા ચેરિટી ઈવેન્ટ્સમાં ભાગ લો. ઘણી સંસ્થાઓ વર્લ્ડ સ્માઈલ ડેના દિવસે જરૂરિયાતમંદોને મફત ભોજનનું વિતરણ પણ કરે છે. ઉપરાંત, દર્દીઓ અને વૃદ્ધોના ચહેરા પર સ્માઈલ લાવવા માટે હોસ્પિટલો અને કેર હોમ્સમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

શેક્સપિયરે એકવાર લખ્યું હતું કે, “એક સ્માઈલમાં ઘાને પણ મટાડવાની તાકાત હોય છે.” માયા એન્જેલોએ એક વખત લખ્યું હતું, “જો તમારી પાસે માત્ર એક જ સ્માઈલ હોય, તો તમે જેને પ્રેમ કરો છો તેને આપો.”