બદામને તમારા રોજિંદા આહારમાં સામેલ કરવાથી સ્વાસ્થ્યને થતા ફાયદા જાણો

બદામ તમારી ત્વચા અને વાળને સુંદર બનાવવા ઉપરાંત, તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. બદામ ઘણીવાર સ્કિનકેર અને હેર કેર પ્રોડક્ટ્સમાં જોવા મળે છે જેમ કે બદામ હેર ઓઈલ. બદામ પોષક તત્વોથી ભરપૂર છે. બદામમાં વિટામિન E અને પ્રોટીન વધુ માત્રામાં હોય છે. તેથી તેને તમારા રોજિંદા આહારમાં સામેલ કરવી જોઈએ.  બદામમાં રહેલા પોષક તત્વો: […]

Share:

બદામ તમારી ત્વચા અને વાળને સુંદર બનાવવા ઉપરાંત, તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. બદામ ઘણીવાર સ્કિનકેર અને હેર કેર પ્રોડક્ટ્સમાં જોવા મળે છે જેમ કે બદામ હેર ઓઈલ. બદામ પોષક તત્વોથી ભરપૂર છે. બદામમાં વિટામિન E અને પ્રોટીન વધુ માત્રામાં હોય છે. તેથી તેને તમારા રોજિંદા આહારમાં સામેલ કરવી જોઈએ. 

બદામમાં રહેલા પોષક તત્વો:

• કેલરી: 160

• પ્રોટીન: 6 ગ્રામ

• ફેટ: 14 ગ્રામ 

• કાર્બોહાઈડ્રેટ્સ: 6 ગ્રામ

• ફાઈબર: 3.5 ગ્રામ

• વિટામિન E: 40% 

• મેગ્નેશિયમ: 19% 

• ફોસ્ફરસ: 13% 

• કોપર: 32% 

• મેંગેનીઝ: 32% 

• બાયોટિન (વિટામિન B7): 49% 

બદામ ખાવાથી સ્વાસ્થ્યને થતા ફાયદા

હૃદયનું સ્વાસ્થ્ય જાળવે 

બદામમાં રહેલ ફેટ, જેમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટનો સમાવેશ થાય છે, તે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરીને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં ફાળો આપી શકે છે. બદામમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધુ માત્રામાં હોવાથી તે બ્લડ પ્રેશરનું સામાન્ય સ્તર જાળવવામાં પણ મદદ કરે છે. જેના કારણે હૃદય રોગનું જોખમ ઘટે છે.

વજનને નિયંત્રિત રાખે 

બદામમાં કેલરી વધુ માત્રમાં હોવા છતાં વજન નિયંત્રણમાં મદદરૂપ થઈ શકે છે. બદામમાં પ્રોટીન, ફાઈબર અને ફેટ જેવા પોષક તત્વો રહેલા છે જે ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને એકંદર કેલરીના સેવનને ઘટાડી શકે છે. 

બ્લડ સુગર રેગ્યુલેશન 

બદામમાં ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે, જેનો અર્થ છે કે તે ઉચ્ચ કાર્બોહાઈડ્રેટવાળા ખોરાકની તુલનામાં બ્લડ સુગરના સ્તરને નિયંત્રણમાં રાખે છે. ડાયાબિટીસ ધરાવતા લોકો અથવા બ્લડ સુગરના નિયંત્રણ વિશે ચિંતિત લોકો માટે બદામ નાસ્તાનો યોગ્ય વિકલ્પ છે.

ત્વચાનું સ્વાસ્થ્ય જાળવે 

બદામમાં વિટામિન E અને એન્ટીઓકિસડન્ટ હોય છે જે ત્વચાની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. વિટામિન E ત્વચાને ઓક્સિડેટીવ તણાવથી બચાવવામાં મદદ કરે છે, જે અકાળ વૃદ્ધત્વ અને અન્ય ત્વચા સમસ્યાઓનું કારણ બને છે. બદામમાં રહેલું ફેટ ત્વચાનું હાઈડ્રેશન જાળવવામાં પણ મદદ કરે છે.

વાળનું સ્વાસ્થ્ય જાળવે 

બદામમાં રહેલા પોષક તત્ત્વો વાળની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. તેમાં બાયોટિન હોય છે, વિટામિન-B જે વાળની તંદુરસ્તી જાળવવા માટે જરૂરી છે. બાયોટિન વાળના ફોલિકલ્સને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને વાળની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. આ ઉપરાંત, બદામમાં વિટામિન Eની હાજરી માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણમાં વધારો કરે છે અને વાળનું સ્વાસ્થ્ય જળવાય છે. બદામમાં રહેલ મોનોઅનસેચ્યુરેટેડ ફેટ માથાની ચામડીનું એકંદર આરોગ્ય જાળવવામાં મદદ કરે છે અને વાળને શુષ્ક થતા અટકાવે છે.