Kali Chaudas 2023નું મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ જાણો

Kali Chaudas 2023: દિવાળીના તહેવારોમાં કાળી ચૌદસ (Kali Chaudas 2023)નું પણ ખૂબ જ મહત્વ છે અને આ દિવસ કાળી માના ભક્તો ધામધૂમથી ઉજવે છે. આ દિવસે લોકો શક્તિનું પ્રતીક મા કાળીની પૂજા કરે છે. કાળી ચૌદસને નરક ચતુર્દશી અને રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી ચૌદસ કારતક માસની કૃષ્ણ પક્ષની ચૌદસના દિવસે ઉજવવામાં […]

Share:

Kali Chaudas 2023: દિવાળીના તહેવારોમાં કાળી ચૌદસ (Kali Chaudas 2023)નું પણ ખૂબ જ મહત્વ છે અને આ દિવસ કાળી માના ભક્તો ધામધૂમથી ઉજવે છે. આ દિવસે લોકો શક્તિનું પ્રતીક મા કાળીની પૂજા કરે છે. કાળી ચૌદસને નરક ચતુર્દશી અને રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી ચૌદસ કારતક માસની કૃષ્ણ પક્ષની ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે.

Kali Chaudas 2023નું મુહૂર્ત

કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદસે 11 નવેમ્બરના રોજ બપોરે 01:57 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 12 નવેમ્બરના રોજ બપોરે 02:44 વાગ્યે સમાપ્ત થશે. કાલી ચૌદસમાં રાત્રે મા કાળીની પૂજા કરવામાં આવે છે.

વધુ વાંચો: દિવાળી પર શા માટે પ્રગટાવવામાં આવે છે દીવા? જાણો તેનું મહત્વ

કાળી ચૌદસનું મહત્વ

હિન્દુઓમાં કાળી ચૌદસ (Kali Chaudas 2023)નું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે. કાળી ચૌદસ દિવાળીના એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે અને લોકો ખૂબ જ ભક્તિ અને સમર્પણથી મા કાળીની પૂજા-અર્ચના કરે છે. મા કાળી દુષ્ટ આત્માઓ, નકારાત્મક શક્તિ અને રાક્ષસોનો નાશ કરનાર દેવી તરીકે ઓળખાય છે. 

માનવામાં આવે છે કે જે ભક્તો આ દિવસે મા કાળીની પૂજા કરે છે, તેમને બધી જ નકારાત્મક શક્તિઓ અને દુષ્ટ આત્માઓથી મુક્તિ મળે છે. કાળી ચૌદસના દિવસે મા કાળીનો આશીર્વાદ મેળવવાથી બધી નકારાત્મક શક્તિઓ સામે રક્ષા અને દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જે લોકો રાહુ ગ્રહના પ્રભાવથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોય તેમણે મા કાળીની પૂજા કરવી જોઈએ.

આમ તો કાળી ચૌદસ સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે. હિંદુ શાસ્ત્રો અનુસાર, આ દિવસે ભગવાન કૃષ્ણ અને સત્યભામાએ નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તેમજ બીજી સૌથી લોકપ્રિય વાર્તા એ છે કે ભગવાન વિષ્ણુ વામનના રૂપમાં આવ્યા હતા અને રાજા બલિને વામન અથવા બ્રાહ્મણ પ્રત્યેની તેમની ભક્તિ જોઈને તેમને મુક્તિ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, કાળી ચૌદસ (Kali Chaudas 2023)નો દિવસ તાંત્રિકો માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. જે લોકો સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માંગે છે, તેઓ આ શુભ દિવસે મા કાળીની પૂજા કરે છે અને દેવીને પ્રસન્ન કરવા માટે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરે છે.

વધુ વાંચો: ઘરે જ કંદોઈ જેવી ફૂલવડી અને નાનખટાઈ બનાવીને મહેમાનોને કરી દો ઈમ્પ્રેસ

કાળી ચૌદસની પૂજા વિધિ

– કાળી ચૌદસ (Kali Chaudas 2023)ના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો.

– ઘરની સફાઈ કરીને ઘરને ફૂલો અને રંગોળીથી સજાવો.

– મા કાળીની મૂર્તિની સ્થાપના કરો અને ભક્તિભાવ સાથે દેશી ઘીથી દીવો પ્રગટાવો.

– દેવીને પ્રાર્થના કરો કે ઘરમાંથી બધી દુષ્ટ આત્માઓ અને નકારાત્મકતા દૂર થાય.

– આ દિવસે સાંજે પણ દીવો પ્રગટાવો અને મા કાળીના આશીર્વાદ મેળવો.