Healthy Life: શિયાળામાં ન્યુમોનિયાના જોખમથી બચવા તેના લક્ષણો અને નિવારણની ટિપ્સ જાણો

શિયાળામાં શ્વાસ લેવામાં તકલીફ થવી એ ન્યુમોનિયાનું લક્ષણ છે

Courtesy: Image: Pexels

Share:

 

Healthy Life: શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળાની ઋતુ લગભગ બધાને ગમતી સિઝન છે. પરંતુ બદલાતા હવામાનને કારણે અનેક રોગોનું જોખમ પણ વધવા લાગે છે. તેથી લોકોએ સ્વસ્થ જીવન (Healthy Life) માટે પોતાનું ધ્યાન રાખવું જોઈએ. શિયાળામાં શરદી અને ખાંસી પણ ન્યુમોનિયાનું કારણ બની શકે છે. ન્યુમોનિયા એ ફેફસાંનો ચેપ છે, જે બેક્ટેરિયા અને વાયરસને કારણે થાય છે. 

 

શિયાળામાં ન્યુમોનિયાનું જોખમ વધી જાય છે કારણ કે શિયાળામાં ભેજને કારણે બેક્ટેરિયા ઝડપથી વધે છે.  ન્યુમોનિયા બેક્ટેરિયલ અને વાયરલ ચેપને કારણે થાય છે, તેથી જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તેઓને ન્યુમોનિયા થવાની સંભાવના વધુ હોય છે. 

 

ન્યૂમોનિયાના શરૂઆતના લક્ષણો શું છે?

 

શિયાળાની ઋતુમાં ઉધરસ, શરદી, તાવ અને વાયરલ ઈન્ફેકશનની શક્યતા વધુ રહે છે. શરદી-ખાંસી ચાર-પાંચ દિવસમાં મટી જાય છે. પરંતુ જો શરદી અને ઉધરસ 4-5 દિવસમાં ઠીક ન થાય તો આ ચેપ ગંભીર બની શકે છે. તે ન્યુમોનિયામાં ફેરવાય છે. જો બેદરકારી કરવામાં આવે તો તે જીવલેણ બની શકે છે. તેથી સ્વસ્થ જીવન (Healthy Life) માટે સમયસર ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

 

ન્યુમોનિયાના લક્ષણો:

 

  • શ્વાસ લેતા કે ખાંસી ખાવાથી છાતીમાં દુખાવો થવો

  • ભ્રમની સ્થિતિ કે માનસિક જાગૃકતામાં બદલાવ

  • ખાંસી જે કફ પેદા કરી શકે છે

  • વધારે તાવ, ઠંડી લાગવી

  • શરીરનું તાપમાન સામાન્યથી ઓછું રહેવું

  • ઉલ્ટી થવી, ઝાડા થવા કે ઉબકા આવવા

  • શ્વાસ લેવામાં તકલીફ પડવી

  • ખાંસી સાથે કફ થવો

  • ભૂખ ન લાગવી આ બીમારીના મુખ્ય લક્ષણો છે.

 

ન્યુમોનિયાનું નિદાન:

 

ન્યુમોનિયાનું નિદાન સામાન્ય રીતે તબીબી ઈતિહાસ અને શારીરિક તપાસ તેમજ છાતીના એક્સ-રે દ્વારા કરવામાં આવે છે. બ્લડ ટેસ્ટ, સ્પુટમ તપાસ વગેરે તેમાં સામેલ હોય છે. દર્દીઓના અમુક સબસેટમાં સીટી સ્કેન અને બ્રોન્કોસ્કોપી જરૂરી છે.

 

Healthy Life માટે ન્યુમોનિયાનું નિવારણ:

 

-ડોક્ટરના મત મુજબ હોસ્પિટલમાં ચેક અપ કરાવવું અને દવાનું સેવન કરવું.

-2 અઠવાડિયા સુધી એન્ટિબાયોટિકનું સેવન કરવાથી 1 અઠવાડિયામાં આ બીમારી ઠીક થઇ જાય છે.

-બાળકોનું ટીકાકરણ અવશ્ય કરાવવું. ડોકટર 2 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો અને 2 થી 5 વર્ષની ઉંમરના બાળકો માટે એક અલગ ન્યુમોનિયાની રસીની સલાહ આપે છે. 

-ન્યુમોનિયા અને ફલૂથી બચવા માટે વેક્સીન ઉપલબ્ધ છે તેથી તમે વેક્સીન જરૂરથી લો.

-સફાઈનું ધ્યાન રાખવું, શ્વસન સંક્ર્મણથી પોતાને બચાવવા માટે હાથ નિયમિત રૂપથી ધોવા અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરવો. 

-સ્મોકિંગ કરવાથી દૂર રહેવું,  ધૂમ્રપાન કરવાથી ઈમ્યુનીટી ઓછી થાય છે અને ફેફસાને નુકસાન પહોંચે છે.

-પૂરતી ઊંઘ લેવી, નિયમિત વ્યાયામ કરવા અને હેલ્થી ડાયટનું સેવન કરવાથી સ્વસ્થ જીવન (Healthy Life)   જીવી શકાય છે.