નિપાહ વાયરસના લક્ષણો અને તેની સારવારની ટિપ્સ જાણો

કેરળમાં, નિપાહ વાયરસના પ્રકોપ વચ્ચે, રાજ્ય તેને ફેલાતો અટકાવવા માટે તમામ સાવચેતીનાં પગલાં લઈ રહ્યું છે. કેરળમાં અત્યાર સુધીમાં, બે લોકો મૃત્યુ પામ્યા છે અને ઓછામાં ઓછા પાંચ લોકો નિપાહ વાયરસથી સંક્રમિત થયા છે. નિપાહ વાયરસ જીવલેણ હોઈ શકે છે પરંતુ તે ઓછો ચેપી છે. ‘નિપાહ’ નામ મલેશિયાના એક ગામ પરથી આવ્યું છે, જ્યાં 1998-1999માં […]

Share:

કેરળમાં, નિપાહ વાયરસના પ્રકોપ વચ્ચે, રાજ્ય તેને ફેલાતો અટકાવવા માટે તમામ સાવચેતીનાં પગલાં લઈ રહ્યું છે. કેરળમાં અત્યાર સુધીમાં, બે લોકો મૃત્યુ પામ્યા છે અને ઓછામાં ઓછા પાંચ લોકો નિપાહ વાયરસથી સંક્રમિત થયા છે. નિપાહ વાયરસ જીવલેણ હોઈ શકે છે પરંતુ તે ઓછો ચેપી છે. ‘નિપાહ’ નામ મલેશિયાના એક ગામ પરથી આવ્યું છે, જ્યાં 1998-1999માં પ્રથમ કેસ નોંધાયો હતો.

WHOના જણાવ્યા અનુસાર, નિપાહ વાયરસનો મૃત્યુદર 40-75 ટકાની વચ્ચે હોઈ શકે છે. નિપાહ વાયરસ એ વાયરલ ચેપ છે. નિપાહ વાયરસ માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો, થાક, ઉબકા જેવા હળવા લક્ષણો સાથે શરૂ થાય છે, જ્યારે વાયરસ મગજના કાર્યને અસર કરવાનું શરૂ કરે છે ત્યારે તે એન્સેફલાઈટીસમાં ફેરવાઈ શકે છે.

નિપાહ વાયરસ શું છે?

નિપાહ વાયરસ (NiV) એ એક ઝૂનોટિક વાયરસ છે જે મનુષ્યમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે. તે મુખ્યત્વે પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાય છે. નિપાહ વાયરસના ચેપના લક્ષણો હળવાથી ગંભીર સુધીના હોઈ શકે છે.

નિપાહ વાયરસ મુખ્યત્વે ઈન્ડો બાંગ્લાદેશ પ્રદેશમાં જોવા મળે છે. મલેશિયામાં, ચેપનો સ્ત્રોત ડુક્કર અને ચામાચીડિયા હતા જેમણે વાયરસને મનુષ્યમાં સંક્રમિત કર્યો હતો. તાજેતરમાં, કેરળના કોઝિકોડમાં બે અકુદરતી મૃત્યુ આ વિસ્તારમાં નિપાહ વાયરસને કારણે થયા હોવાની શંકા છે. 

નિપાહ વાયરસના લક્ષણો

નિપાહ વાયરસના પ્રારંભિક લક્ષણો તાવ, માથાનો દુખાવો, ચક્કર, ઉલટી અને ઝાડા છે. નિપાહ વાયરસને કારણે એન્સેફાલીટીસ થઇ શકે છે. શ્વસન સંબધિત સમસ્યા પણ થઈ શકે છે.

1. તાવ: નિપાહ વાયરસનો ચેપ તાવ સાથે શરૂ થાય છે.

2. માથાનો દુખાવો: માથાનો દુખાવો એ એક સામાન્ય પ્રારંભિક લક્ષણ છે.

3. સ્નાયુમાં દુખાવો : સ્નાયુમાં દુખાવો થઈ શકે છે, જે ફલૂ જેવા લક્ષણોની જેમ છે.

4. થાક : ગંભીર નબળાઈ અને થાક લાગી શકે છે.

5. ઉબકા: ઘણી વ્યક્તિઓ ઉબકા અનુભવે છે, કેટલીકવાર ઉલ્ટી પણ થાય છે.

6. ચક્કર: કેટલાક લોકોને ચક્કર આવે છે.

7. શ્વસન સંબંધી લક્ષણો: ગંભીર કિસ્સાઓમાં શ્વાસ લેવામાં તકલીફ સહિત શ્વસનની તકલીફ થઈ શકે છે.

8. કોમા: સૌથી ગંભીર કિસ્સાઓમાં, વ્યક્તિ કોમામાં જઈ શકે છે.

નિપાહ વાયરસની સારવાર

1. હોસ્પિટલમાં દાખલ થવું: નિપાહ વાયરસથી સંક્રમિત વ્યક્તિઓને સામાન્ય રીતે યોગ્ય તબીબી સારવાર મેળવવા અને વાયરસના ફેલાવાને રોકવા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.

2. સહાયક સંભાળ : હાઈડ્રેશન જાળવવા માટે નસમાં પ્રવાહી અને ગંભીર કિસ્સાઓમાં, શ્વાસ લેવામાં મદદ કરવા માટે યાંત્રિક વેન્ટિલેશનનો ઉપયોગ કરવામાં આવે છે.

3. પ્રાયોગિક સારવાર: કેટલાક કિસ્સાઓમાં, પ્રાયોગિક એન્ટિવાયરલ દવાઓ અથવા ઉપચાર આપવામાં આવે છે.