જાણો વિવિધ પ્રકારના પોષક તત્વોથી ભરપૂર સુકા મેવાનું સેવન કરવા માટેની સાચી આયુર્વેદિક ટિપ્સ

વિવિધ પ્રકારના સ્વાસ્થ્ય લાભ મેળવવા માટે આપણા નિયમિત ડાયેટમાં સુકા મેવાને જરૂરથી સામેલ કરવા જોઈએ. વિવિધ પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી ઓકિસડેન્ટ્સથી ભરપૂર બદામ, અખરોટ, કાજુ જેવા સુકા મેવા તમારી પોષક તત્ત્વોની ઉણપને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે.  દરરોજ સવારે થોડીક માત્રામાં સુકા મેવા, સીડ્સ અને નટ્સનું સેવન કરવાથી ઉર્જાનો અનુભવ થાય છે અને […]

Share:

વિવિધ પ્રકારના સ્વાસ્થ્ય લાભ મેળવવા માટે આપણા નિયમિત ડાયેટમાં સુકા મેવાને જરૂરથી સામેલ કરવા જોઈએ. વિવિધ પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી ઓકિસડેન્ટ્સથી ભરપૂર બદામ, અખરોટ, કાજુ જેવા સુકા મેવા તમારી પોષક તત્ત્વોની ઉણપને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. 

દરરોજ સવારે થોડીક માત્રામાં સુકા મેવા, સીડ્સ અને નટ્સનું સેવન કરવાથી ઉર્જાનો અનુભવ થાય છે અને તૃપ્તિ મળે છે. આયુર્વેદમાં દિવસની શરૂઆત આખી રાત પલાળેલા સુકા મેવા ઉપરાંત વિવિધ નટ્સ અને સીડ્સના સેવનથી કરવાનું સૂચવવામાં આવ્યું છે. શિયાળામાં સુકા મેવાનું સેવન સૌથી વધુ ગુણકારી બની રહે છે.

જોકે સુકા મેવાનું સેવન કરવામાં પ્રમાણ ભાન રાખવું ખૂબ જ જરૂરી બની રહે છે કારણ કે વધારે પ્રમાણમાં સુકા મેવાનું સેવન કરવાથી બ્લોટિંગ અને કબજિયાત સહિતની પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. અહીં દર્શાવેલી રીતે તમારી પ્રકૃત્તિને આધીન રીતે સુકા મેવાનું સેવન કરવાથી શરીરને જરૂરી ઉર્જા પ્રદાન કરવામાં ટેકો આપી શકો છો. 

1. કાજુ

જે લોકો વાત પ્રકૃત્તિ ધરાવતા હોય તેમના માટે કાજુ ખૂબ લાભદાયક બને છે કારણ કે, કાજુ વાયુના ગુણોને સંતુલિત કરી શકે છે. જે લોકો પિત્ત પ્રકૃત્તિના હોય તેમને વધારે પ્રમાણમાં કાજુનું સેવન ગરમ પડી શકે છે. કાજુમાં તૈલીય ગુણો રહેલા છે અને તે ભારે ગણાય છે માટે કફ પ્રકૃત્તિના લોકો માટે કાજુનું સેવન કરવાથી કફ વધી શકે છે. 

2. બદામ

વાત પ્રકૃત્તિના લોકો માટે પલાળીને તેની છાલ કાઢી નાખેલી બદામ ખૂબ જ પૌષ્ટિક બની રહે છે. પિત્ત પ્રકૃત્તિના લોકો માટે પણ પલાળેલી બદામ વધુ ગુણકારી બની રહે છે. કફ પ્રકૃત્તિના લોકો માટે પણ અન્ય નટ્સની સરખામણીએ બદામ વધુ લાભકારી બને છે પરંતુ છતાં પણ પ્રમાણ ભાન સૌથી જરૂરી પરિબળ છે. 

3. અખરોટ

અખરોટનું સેવન કરવાથી કબજિયાત થઈ શકે છે માટે વાત પ્રકૃત્તિના લોકોએ ખૂબ જ ઓછી માત્રામાં અખરોટનું સેવન કરવું જોઈએ. અખરોટની પ્રકૃત્તિ ગરમ હોવાથી પિત્ત પ્રકૃત્તિના લોકોએ પણ અખરોટનું સેવન ખૂબ જ નહીંવત માત્રામાં કરવું જોઈએ. અખરોટ ભારે અને તૈલીય ગુણધર્મો ધરાવતા હોવાથી કફ પ્રકૃત્તિના લોકોએ પણ તેનું મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ. 

4. સુકા અંજીર

અંજીર એ પૌષ્ટિક અને મધુર સુકો મેવો છે. વાત પ્રકૃત્તિના લોકોને અંજીરનું સેવન કરવાથી શુષ્કતા સંતુલિત કરવામાં મદદ મળે છે. અંજીરની પ્રકૃત્તિ થોડી ગરમ હોવાથી પિત્ત પ્રકૃત્તિના લોકોએ મર્યાદિત માત્રામાં અંજીરનું સેવન કરવું જોઈએ. અંજીર ગળ્યા અને ભારે હોવાથી તેનું વધારે પડતું સેવન કરવાથી કફ થઈ શકે છે. 

5. ખજૂર

ખજૂરના રેચક ગુણધર્મો વાત (વાયુ)ને સંતુલિત કરવામાં મદદરૂપ બને છે. પિત્ત પ્રકૃત્તિના લોકોએ મર્યાદિત પ્રમાણમાં ખજૂરનું સેવન કરવું જ્યારે કફ પ્રકૃત્તિના લોકોએ પણ તેની મીઠાશને ધ્યાનમાં રાખીને પ્રમાણ ભાન જાળવવું જોઈએ.  આમ સુકા મેવાનું સેવન કરતી વખતે શરીરની પ્રકૃત્તિને ધ્યાનમાં રાખી તેનો મહત્તમ લાભ લઈ શકાય છે. જોકે તેનું દરરોજ સેવન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.