Asthmaના દર્દીઓએ દિવાળી દરમિયાન આ 5 બાબતોનું ધ્યાન રાખવું જરૂરી

Asthma: દિવાળીના તહેવારની બધા આતુરતાથી રાહ જુએ છે. પરંતુ દિ‌વાળીના દિવસોમાં ફટાકડાનો ધુમાડો અને અન્ય વાયુ પ્રદૂષણને કારણે અસ્થમાની સમસ્યા વધે છે. ફટાકડાના ધુમાડાના કારણે પ્રદૂષણનું સ્તર વધે છે. ફટાકડા ફોડવાથી અસ્થમાથી પીડિત લોકો માટે ભયંકર પરિણામો આવી શકે છે. દિવાળી (Diwali)માં અસ્થમાના દર્દીઓએ સાવધાન રહેવાની ખાસ જરૂર હોય છે. અસ્થમાના દર્દીઓ દિવાળી દરમિયાન શા […]

Share:

Asthma: દિવાળીના તહેવારની બધા આતુરતાથી રાહ જુએ છે. પરંતુ દિ‌વાળીના દિવસોમાં ફટાકડાનો ધુમાડો અને અન્ય વાયુ પ્રદૂષણને કારણે અસ્થમાની સમસ્યા વધે છે. ફટાકડાના ધુમાડાના કારણે પ્રદૂષણનું સ્તર વધે છે. ફટાકડા ફોડવાથી અસ્થમાથી પીડિત લોકો માટે ભયંકર પરિણામો આવી શકે છે. દિવાળી (Diwali)માં અસ્થમાના દર્દીઓએ સાવધાન રહેવાની ખાસ જરૂર હોય છે.

અસ્થમાના દર્દીઓ દિવાળી દરમિયાન શા માટે સાવચેતી રાખવી જોઈએ?

દિવાળી દરમિયાન હવાના પ્રદૂષણના સ્તરમાં વધારો અસ્થમા (Asthma)ના દર્દીઓ માટે સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે. ફટાકડા ફોડવાથી સલ્ફર ડાયોક્સાઈડ, નાઈટ્રોજન ડાયોક્સાઈડ જેવા હાનિકારક વાયુ પ્રદૂષકો શ્વસનતંત્ર દ્વારા સરળતાથી શોષાય છે અને શ્વસન માર્ગમાં બળતરા પેદા કરી શકે છે. દિવાળી (Diwali)માં ફટાકડામાંથી નીકળતો ધૂમડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ અને અસ્થમાના હુમલાનું કારણ બની શકે છે.

વધુ વાંચો: તહેવારો દરમિયાન તંદુરસ્તી જાળવવા માટે ફોલો કરો આ ડાયેટ હેક્સ

દિવાળી દરમિયાન Asthamaના હુમલાથી કેવી રીતે બચવું?

1. ઈન્હેલરનો ઉપયોગ કરવો જોઈએ 

ડાયાબિટીસની જેમ, અસ્થમા (Asthma)ને પણ નિયંત્રણની જરૂર છે તેથી દિવાળી દરમિયાન જ્યારે પ્રદૂષણનું સ્તર ઊંચું હોય ત્યારે તમારે ઈન્હેલર સાથે રાખવું જોઈએ. તેથી, ડોક્ટર દ્વારા સૂચવ્યા મુજબ તમારા ઈન્હેલરનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે.

2. માસ્ક પહેરો

ઉચ્ચ પ્રદૂષણથી પોતાને બચાવવાનો એક શ્રેષ્ઠ માર્ગ માસ્ક પહેરવાનો છે. જો શક્ય હોય તો તમારે ભીડથી પણ દૂર રહેવું જોઈએ. 

3. સ્વસ્થ આહાર લો

દિવાળી એ રોશની અને ફટાકડા તેમજ મીઠાઈઓનો તહેવાર પણ છે. અસ્થમા (Asthma)ના દર્દીઓએ કૃત્રિમ સ્વીટનર અને મીઠાઈઓનું સેવન ટાળવું જોઈએ. એકંદર સ્વાસ્થ્યને જાળવવા માટે, સ્વસ્થ આહાર લેવો અને મીઠાઈઓના સેવનને ટાળવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

4. વધુ પ્રદૂષણ ધરાવતા સ્થળે જવાનું ટાળો 

અસ્થમા (Asthma)થી પીડાત લોકોએ દિવાળી દરમિયાન ઘરની અંદર રહેવું જોઈએ અને ઘરમાં એર પ્યોરિફાયર દ્વારા પર્યાપ્ત વેન્ટિલેશન હોય તેની ખાતરી કરવી જોઈએ. પ્રદૂષકોને ઘરમાં પ્રવેશતા રોકવા માટે દરવાજા અને બારીઓ બંધ રાખવી હિતાવહ છે. ઉચ્ચ AQI સ્તર અસ્થમાના હુમલાને ઉત્તેજિત કરી શકે છે. જો બહાર જવાનું ખૂબ જ જરૂરી હોય તો તમારા મોંને ભીના કપડાથી ઢાંકીને રાખો.

વધુ વાંચો: પ્રદૂષણના કારણે વધી રહેલી આ સમસ્યાને કાબૂમાં રાખવા ફોલો કરો 8 ટિપ્સ

5. શ્વાસ લેવાની કસરતનો અભ્યાસ કરો

તમારા ફેફસાંની ક્ષમતા વધારવા માટે ઘરની અંદર રહો અને શ્વાસ લેવાની કસરત કરો. તે તમારા જીવનનો નિયમિત ભાગ હોવો જોઈએ. જો કે, શ્વાસ લેવાની કસરતો પ્રદૂષણની ઝેરી આડઅસરોને ઘટાડવામાં મદદ કરી શકે છે.

6. ફટાકડાંથી દુર રહો

ફટાકડાંમાંથી નીકળતો ધુમાડો તમને પ્રભાવિત કરી શકે છે. ફટાકડા ફોડવામાં આવતા હોય એવા સ્થળે જવાનું ટાળો. આ ઉપરાંત, માસ્કનો ઉપયોગ કરો જેથી નાક અને મોં ઢંકાયેલા રહે અને તમે ફટાકડાના ધુમાડાથી દુર રહી શકો.