Healthy Life: ખજૂરને ઘીમાં પલાળીને ખાવાથી થતા આ 6 ફાયદા જાણો

ખજૂર ખાવાથી કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યમાં સુધારો થાય છે

Courtesy: Image: Pexels

Share:

 

Healthy Life: સ્વસ્થ જીવનશૈલી (Healthy Life) માટે યોગ્ય ડાયટ, કસરત, પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. જે તમને સ્વસ્થ અને તણાવમુક્ત રાખવામાં મદદ કરે છે. ખજૂરને પોષક તત્વોનું પાવર હાઉસ કહેવામાં આવે છે. તેમાં વિટામિન, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસનું પ્રમાણ પણ વધારે હોય છે. તેમાં રહેલા પોષક તત્વોથી શરીરને ત્વરિત ઉર્જા મળે છે. ખજૂરને ઘીમાં પલાળીને ખાવાથી ઘણા ફાયદા થાય છે. 

 

શા માટે ખજૂરને ઘીમાં પલાળીને ખાવી જોઈએ?

સવારે વહેલા ઉઠીને ખાલી પેટ ખજૂર ખાવાથી સ્વાસ્થ્ય (Healthy Life) માટે ઉત્તમ છે. ખજૂરને ઘીમાં પલાળીને ખાવાથી તેમાં રહેલા ટેનીન અને ફાઈટીક એસિડ દૂર થઈ જાય છે, જેના કારણે આપણે ખજૂરમાંથી પોષક તત્વોને સરળતાથી શોષી શકીએ છીએ. 

 

ખજૂરને ઘીમાં પલાળીને ખાવાથી તે પચવામાં સરળ બને છે. તેથી જો તમે ખજૂરનો સ્વાદ અને પોષણ બંને મેળવવા માંગતા હો, તો તેને ખાતા પહેલા આખી રાત એટલે કે 8-10 કલાક ઘીમાં પલાળીને રાખો.

 

Healthy Life માટે ખજૂરને ઘીમાં પલળવાથી થતા ફાયદા: 

 

1. વજન ઘટશે

સવારે ખાલી પેટ ખજૂર ખાવાથી તમારુ વજન ઘટવા લાગે છે તેથી જે લોકો વજન ઘટાડવા ઈચ્છતા હોય તેઓ સવારે ખજૂર જરૂર ખાય કેમ કે આનાથી ઘણા સમય સુધી ભૂખ લાગતી નથી.

 

2. એનર્જી વધે છે

જો તમે દરરોજ ખાલી પેટ ખજૂર ખાવ તો શરીરમાં આખો દિવસ એનર્જી જળવાઈ રહેશે. આ મીઠા ફળમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. જેનાથી શરીરમાં હીમોગ્લોબિનનું લેવલ વધી જાય છે અને તમને ઉર્જાથી ભરી દે છે.

 

3. પાચનશક્તિ મજબૂત થશે

જે લોકો પેટની સમસ્યાથી પરેશાન રહે છે તેમણે સવારે ખજૂર જરૂર ખાવી જોઈએ, તેમાં હાજર ફાઈબર પાચનશક્તિને મજબૂત બનાવે છે અને જેનાથી કબજિયાત અને ગેસની સમસ્યા દૂર થઈ જાય છે.

 

4. સ્વીટ ક્રેવિંગ ઘટે છે

ઘણા લોકો એવા હોય છે જે ગળ્યુ ખાધા વિના રહી શકતા નથી પરંતુ આ આદત મેદસ્વીપણુ અને ડાયાબિટીસ જેવી મુશ્કેલીઓ પેદા કરે છે. તેથી ખજૂર તમારા સ્વાસ્થ્ય (Healthy Life)માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. તેનાથી સ્વીટ ક્રેવિંગ ઘટે છે. 

 

5. કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને સુધારે છે 

ખજૂર કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે. ઘી એક હેલ્ધી ફેટ હોવાથી શરીરને સારું કોલેસ્ટ્રોલ જાળવવામાં મદદ કરી શકે છે. ઘીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને લિનોલીક એસિડ હોય છે જે કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.  

 

6. હાડકાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે

ખજૂરમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને તે આયર્નથી ભરપૂર છે. દરરોજ બે ખજૂર ખાવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. તે હાડકાના સ્વાસ્થ્ય (Healthy Life) માટે સારું છે.