નવરાત્રીના તહેવાર દરમિયાન આ રંગોના વસ્ત્રો પહેરવાથી થશે માતા દુર્ગાના આશીર્વાદનો વરસાદ

ગુજરાતીઓના પ્રિય નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસોની જ વાર છે. એક રીતે નવરાત્રીનો તહેવાર રંગો સાથે જોડાયેલો તહેવાર છે કારણ કે, નવરાત્રી દરમિયાન સૌ કોઈ રંગબેરંગી વસ્ત્રો પહેરીને તૈયાર થઈ ગરબે ઘૂમે છે. નવરાત્રીના 9 દિવસ દરમિયાન માતા દુર્ગાના 9 અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માતા દુર્ગાના 9 અલગ સ્વરૂપ સાથે એક એક […]

Share:

ગુજરાતીઓના પ્રિય નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસોની જ વાર છે. એક રીતે નવરાત્રીનો તહેવાર રંગો સાથે જોડાયેલો તહેવાર છે કારણ કે, નવરાત્રી દરમિયાન સૌ કોઈ રંગબેરંગી વસ્ત્રો પહેરીને તૈયાર થઈ ગરબે ઘૂમે છે. નવરાત્રીના 9 દિવસ દરમિયાન માતા દુર્ગાના 9 અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માતા દુર્ગાના 9 અલગ સ્વરૂપ સાથે એક એક રંગ પણ જોડાયેલો છે.

નવરાત્રીના તહેવાર દરમિયાન માતા દુર્ગાને ગમતા અમુક રંગના વસ્ત્રો પહેરીને તમે માતા દુર્ગાના આશીર્વાદ મેળવી શકો છો. આગામી 15મી ઓક્ટોબરથી શારદીય નવરાત્રીના તહેવારની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના તહેવારના 9 દિવસો દરમિયાન માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. 

માતા દુર્ગાના દરેક સ્વરૂપ સાથે એક રંગ જોડાયેલો હોવાથી જો તમે નવરાત્રીના 9 દિવસ દરમિયાન માતાજીના ગમતા રંગના વસ્ત્રો ધારણ કરશો તો માતા દુર્ગા તમારા પર ખાસ આશીર્વાદ વરસાવશે. 

નારંગી રંગ

નવરાત્રીના તહેવાર દરમિયાન નારંગી રંગનું અનેરૂ મહત્વ રહેલું છે. નારંગી રંગ ગરમી, અગ્નિ અને ઉર્જા સાથે જોડાયેલો છે. નારંગી રંગના વસ્ત્રો પહેરીને માતા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે. માતા શૈલપુત્રીની પૂજા કરવા માટે તમે ઘરે પૂજા રૂમમાં, મંદિરમાં નારંગી રંગના ફૂલોનો શણગાર પણ કરી શકો છો. 

સફેદ રંગ

સફેર રંગ એ શાંતિનું પ્રતીક છે. માતા બ્રહ્મચારિણી એ પ્રેમ અને વફાદારીનું પ્રતીક છે. માતા બ્રહ્મચારિણીના જમણા હાથમાં ફૂલની માળા હોય છે અને ડાબા હાથમાં પાણી ભરેલું પાત્ર હોય છે. નવરાત્રીના તહેવાર દરમિયાન માતા બ્રહ્મચારિણીની પૂજા માટે તમે જાસ્મિન અને સફેદ કમળથી સજાવટ કરી શકો છો. 

લાલ રંગ

નવરાત્રીના તહેવાર દરમિયાન 9 રંગોમાં લાલ રંગ સૌથી વધારે શક્તિશાળી માનવામાં આવે છે. લાલ રંગ માતા કાલિકા સાથે સંકળાયેલો છે. લાલ રંગ શક્તિ અને ઉગ્રતા સાથે જોડાયેલો છે. માતા ચંદ્રઘન્ટાની પૂજામાં લાલ રંગના ઉપયોગનું મહત્વ રહેલું છે. 

વાદળી રંગ

નવદુર્ગાના ચોથા સ્વરૂપ માતા કુષ્માંડા સાથે રોયલ બ્લૂ રંગ જોડાયેલો છે. માતા કુષ્માંડાને અષ્ટભૂજા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે, તેમને 8 હાથ છે. આ વિશ્વની રચના માતા કુષ્માંડાના સ્મિતથી થઈ હોવાની માન્યતા છે. વાદળી રંગના વસ્ત્રો પહેરી માતા કુષ્માંડાની પૂજા કરવાથી સુખ, સંપત્તિ અને સત્તા મળે છે. 

પીળો રંગ

હિન્દુ ધર્મમાં પીળો રંગ જ્ઞાન અને શિક્ષણનું પ્રતીક છે. નવરાત્રીના તહેવાર દરમિયાન ભગવાન કાર્તિકેયના માતા દેવી સ્કંદમાતાની પૂજામાં પીળા રંગનું મહત્વ રહેલું છે. દેવી સ્કંદમાતાનો પ્રિય રંગ પીળો છે અને પાંચમા નોરતે દેવી સ્કંદમાતાની પૂજામાં હળદરના વિપુલ ઉપયોગની સાથે ભોજન અને શણગારમાં પણ હળદરનો ઉપયોગ કરવો જોઈએ.