Lunar Eclipse 2023: જાણો કઈ રાશિના જાતકો પર થશે નકારાત્મક અસર

Lunar Eclipse 2023: આજે રાત્રે વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ છે. આ ગ્રહણ સવારે 1:05 થી 2:24 AM વચ્ચે થશે અને ભારતમાં દેખાશે. મેષ રાશિ (zodiac signs)માં ચંદ્રગ્રહણ થશે. જેમાં ચંદ્ર, રાહુ અને ગુરુ સાથે સંયોગમાં હશે. આ ચંદ્ર ગ્રહણનો પ્રભાવ દરેક રાશિ પર થશે. મેષ રાશિના જાતકો પર સૌથી વધારે દુષ્પ્રભાવ થશે. આ ઉપરાંત, આ […]

Share:

Lunar Eclipse 2023: આજે રાત્રે વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ છે. આ ગ્રહણ સવારે 1:05 થી 2:24 AM વચ્ચે થશે અને ભારતમાં દેખાશે. મેષ રાશિ (zodiac signs)માં ચંદ્રગ્રહણ થશે. જેમાં ચંદ્ર, રાહુ અને ગુરુ સાથે સંયોગમાં હશે. આ ચંદ્ર ગ્રહણનો પ્રભાવ દરેક રાશિ પર થશે. મેષ રાશિના જાતકો પર સૌથી વધારે દુષ્પ્રભાવ થશે. આ ઉપરાંત, આ 6 રાશિના જાતકો પર ચંદ્રગ્રહણની નકારાત્મક અસર થશે.  

Lunar Eclipse 2023ની અસરો

મેષ: ચંદ્રગ્રહણ (Lunar Eclipse 2023) મેષ રાશિના લોકો માટે અશુભ સાબિત થઈ શકે છે. તમારી પર્સનલ કે પ્રોફેશનલ લાઈફ પ્રભાવિત થઈ શકે છે. તણાવના કારણે તમારા વર્તનમાં ફેરફાર થઈ શકે છે. જેની અસર તમારા સંબંધો પર જોવા મળશે. ચંદ્રગ્રહણના દિવસે તમે કોઈ પણ રોકાણ ન કરો અને કોઈ પણ નવો બિઝનેસ કે પ્રોજેક્ટનો શુભારંભ ન કરો. તે તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ચંદ્રગ્રહણના દિવસે તમારૂ સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે.

વધુ વાંચો:  તમારા વ્હાલમ તમારાથી દૂર હોય તો મૂંઝાશો નહીં, આ રીતે કરો ઉજવણી

વૃષભ: ચંદ્રગ્રહણના દિવસે તમારા જીવનમાં તણાવ વધી શકે છે. જ્યોતિષમાં ચંદ્રને મનનો કારક જણાવવામાં આવ્યો છે. ચંદ્રગ્રહણ (Lunar Eclipse 2023)ના કારણે તમારૂ મન અશાંત રહેશે. આ દિવસે તમારા ખર્ચમાં વધારો થશે. નકામા ખર્ચ થઈ શકે છે. તેથી સાવધાન રહેવું.

કન્યા: તમારી રાશિ (zodiac signs)ના જાતકો માટે વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ મિશ્રિત પરિણામ આપનાર હશે. એક તરફ તમને ધન લાભ થઈ શકે છે પરંતુ ખર્ચ પર નિયંત્રણ ન હોવા કારણે પૈસાની કમી પણ થઈ શકે છે. તેથી તમારે તમારી નાણાકીય વ્યૂહરચનાઓનું પુનઃમૂલ્યાંકન કરવાની જરૂર છે અને આ સમયગાળા દરમિયાન કોઈપણ નાણાકીય નિર્ણયો વિશે સાવચેત રહેવાની જરૂર છે. 

વૃશ્ચિક: આ ચંદ્રગ્રહણ (zodiac signs) દરમિયાન તમારી રાશિના જાતકોને પોતાના શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. તેઓ તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખો. આ સમય દરમિયાન તમે તમારા પ્રિયજનોને સમર્થન આપવા માટે વધુ મજબૂત વલણ અનુભવશો.   

વધુ વાંચો: પ્રદૂષણ સામે લાડવા માટે તમારા ડાયટમાં આ આહારને સામેલ કરો

મીન: આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ તમારી રાશિના આઠમા ભાવમાં થશે. જેના કારણે તમારી લવ લાઈફમાં તણાવ વધી શકે છે. તમારા પાર્ટનર સાથે એવું વર્તન કે ભાષાનો ઉપયોગ ન કરો જેનાથી તમારા સંબંધમાં મુશ્કેલી આવે. ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખો. શાંત મનથી વાત કરવાનો પ્રયત્ન કરો. 

કર્ક: તમારી રાશિનો સ્વામી ગ્રહ ચંદ્ર છે અને તેના પર ગ્રહણ લાગવાનું છે. તેથી વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણ (Lunar Eclipse 2023)ના દિવસે તમારે પણ સાવધાન રહેવાની જરૂર છે. તમારા માટે ચંદ્રગ્રહણ શુભ નહીં રહે. નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર સતર્ક રહી કામ કરવું જોઈએ. બેદરકારી ભારે પડી શકે છે.