આયુર્વેદિક ઔષધિ અશ્વગંધાના 5 મહત્વના ફાયદા જાણીને તમે પણ થઈ જશો તેના દીવાના

અશ્વગંધા એક ખૂબ જ ગુણકારી આયુર્વેદિક ઔષધિ છે. તેના સેવનથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત મળે છે. જોકે મોટા ભાગના લોકો અશ્વગંધાના ઔષધિય ગુણોથી અજાણ હોય છે. બજારમાં મળતા સપ્લિમેન્ટ્સના બદલે અશ્વગંધાનો ઉપયોગ કરીને તમે ખૂબ જ અકલ્પનિય પરિણામો મેળવી શકો તેમ છો.  ઘણી વખત એવું બનતું હોય છે કે, પૌષ્ટિક ભોજન લીધા બાદ પણ શરીરમાં […]

Share:

અશ્વગંધા એક ખૂબ જ ગુણકારી આયુર્વેદિક ઔષધિ છે. તેના સેવનથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત મળે છે. જોકે મોટા ભાગના લોકો અશ્વગંધાના ઔષધિય ગુણોથી અજાણ હોય છે. બજારમાં મળતા સપ્લિમેન્ટ્સના બદલે અશ્વગંધાનો ઉપયોગ કરીને તમે ખૂબ જ અકલ્પનિય પરિણામો મેળવી શકો તેમ છો. 

ઘણી વખત એવું બનતું હોય છે કે, પૌષ્ટિક ભોજન લીધા બાદ પણ શરીરમાં બિલકુલ ઉર્જા જ નથી અનુભવાતી. તમે ઘણું વધારે ભોજન કર્યું હોવા છતાં આવી સ્થિતિનો અનુભવ થતો હોય છે. સામે આપણાં પ્રોફેશન અને પર્સનલ જીવનમાં સતત ઉર્જાની જરૂર પડતી રહે છે. માટે આહારમાં જે ખૂટે છે તેનો યોગ્ય માર્ગદર્શન સાથે આયુર્વેદિક રસ્તો શોધીને અશ્વગંધાનો પ્રયોગ કરીને તમે તમારા જીવનને વધારે તંદુરસ્ત બનાવી શકો તેમ છો. 

આફ્રિકન જર્નલ ઓફ ટ્રેડિશનલ, કોમ્પ્લિમેન્ટરી અને ઓલ્ટરનેટિવ મેડિસિન્સ (AJTCAM) ના જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ પ્રમાણે અશ્વગંધા ખૂબ જ અકલ્પનિય રીતે ગુણકારી છે. તેના સેવનથી શરીરમાં ઉર્જાનો સંચય થાય છે અને માઈટોકોન્ડ્રીયલ સ્વાસ્થ્ય સુધરે છે. કુદરતી રીતે જ જીવનને એક નવી તાજગીનો અનુભવ કરાવવા માટે અશ્વગંધા અહીં દર્શાવેલા ફાયદા આપી શકે તેમ છે. 

1. કોર્ટિસોલ લેવલને નિયંત્રણમાં રાખશે

અશ્વગંધાનું નિયમિત સેવન કરવાથી તણાવનું સ્તર નિયંત્રણમાં રહે છે. AJTCAMના અભ્યાસ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે અશ્વગંધા શરીરમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલના સ્તરને કાબૂમાં રાખે છે. અશ્વગંધા એક શક્તિશાળી એડેપ્ટોજેન છે જે તાણ માટે શરીરની સ્થિતિસ્થાપકતામાં વધારો કરે છે.

2. સંધિવાના દર્દીઓ માટે ગેમ ચેન્જર

સંધિવા ખૂબ પીડાદાયક રોગ છે અને દરરોજ પેઈનકિલર્સ લેવાથી શરીરને નુકસાન થાય છે. ઈન્ડિયન જર્નલ ઑફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત અભ્યાસ પ્રમાણે રુમેટોઈડ આર્થરાઈટિસની સારવારમાં અશ્વગંધા ખૂબ સારા પરિણામ આપે છે. 

3. ગર્ભધારણ માટે અશ્વગંધા ઉપયોગી

ઘણી વખત તમારા પાર્ટનરના શુક્રાણુઓ ઓછા હોવાથી ગર્ભધારણમાં મુશ્કેલી આવે છે. એવિડન્સ-બેઝ્ડ કોમ્પ્લિમેન્ટરી એન્ડ ઓલ્ટરનેટિવ મેડિસિન જર્નલમાં પ્રકાશિત અભ્યાસ પ્રમાણે અશ્વગંધા શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારે છે. 

4. અશ્વગંધાથી મસલ્સ મજબૂત બને

ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ સ્પોર્ટ્સ ન્યુટ્રિશનના અભ્યાસ પ્રમાણે નિયમિતપણે અશ્વગંધાનું સેવન કરવાથી મસલ્સ બને છે અને સ્નાયુઓ મજબૂત પણ થાય છે. 

5. કેન્સર સામે અશ્વગંધા ઉપયોગી

વર્તમાન સમયમાં સ્તન કેન્સરના કેસની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. માટે તેના નિવારણ માટેના વિકલ્પોની શોધ ખૂબ જરૂરી બની ગઈ છે. એચએચએસ પબ્લિક એક્સેસ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ તમારા દૈનિક ડાયેટમાં અશ્વગંધાનો સમાવેશ કરવો એ સર્વકાલીન ઈલાજ બની શકે છે.

અશ્વગંધા નવા કેન્સર કોષોની વૃદ્ધિને ઘટાડે છે અને નુકસાનને નિયંત્રિત કરવા માટે વર્તમાન કોષોને મારી નાખે છે.

આમ અશ્વગંધા મૂળ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. જોકે તેનું નિયમિત રીતે સેવન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.