પોષક્તત્વોથી ભરપૂર જેકફ્રૂટના આ 8 લાભો વિશે જાણો

જેકફ્રૂટ એ આવશ્યક પોષક તત્ત્વોથી ભરપૂર છે. જેકફ્રૂટને ફણસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેકફ્રૂટમાં વિટામિન B મળે છે. જે સમગ્ર શરીરનું સ્વાસ્થ્ય જાળવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જેકફ્રૂટ શરીરમાં એનર્જીનું લેવલ સુધારે છે તેમજ મગજના કાર્ય પર પ્રભાવ કરે છે. જેકફ્રૂટ બ્લડસુગરના સ્તરને સંતુલિત કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત તેમાં કેલરીનું […]

Share:

જેકફ્રૂટ એ આવશ્યક પોષક તત્ત્વોથી ભરપૂર છે. જેકફ્રૂટને ફણસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેકફ્રૂટમાં વિટામિન B મળે છે. જે સમગ્ર શરીરનું સ્વાસ્થ્ય જાળવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જેકફ્રૂટ શરીરમાં એનર્જીનું લેવલ સુધારે છે તેમજ મગજના કાર્ય પર પ્રભાવ કરે છે. જેકફ્રૂટ બ્લડસુગરના સ્તરને સંતુલિત કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત તેમાં કેલરીનું પ્રમાણ પણ ઓછું હોય છે. 

જેકફ્રૂટના સ્વાસ્થ્ય લાભો;

બ્લડ સુગરના લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે

જેકફ્રૂટમાં ગ્લાયકેમિક ઈન્ડેક્સ ઓછો છે જે તમારા લોહીના પ્રવાહમાં શુગર લેવલને વધવાથી રોકવામાં મદદ કરે છે. જેકફ્રૂટના બીજ ફાઈબરનો સારો સ્ત્રોત છે. જેકફ્રૂટમાં ફ્લેવેનોન્સનું પ્રમાણ વધુ હોય છે, જે બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે.

હૃદયના સ્વાસ્થ્યને જાળવે છે 

જેકફ્રૂટમાં વિટામિન C વધુ માત્રા હોવાથી કેન્સર અને હૃદયની બીમારીઓનું કારણ બનેલી બળતરાને રોકવામાં મદદ કરી શકે છે. જેકફ્રૂટ કાર્ડિયોવેસ્ક્યુલર રોગ, સ્ટ્રોક અને કેન્સરના જોખમોને ઘટાડવામાં મદદ કરે છે. 

ટાઈપ-2 ડાયાબિટીસને દૂર રાખે છે

જેકફ્રૂટમાં કેરોટીનોઈડ્સની હાજરીને કારણે ટાઈપ-2 ડાયાબિટીસને દૂર રાખવામાં મદદ મળે છે. તમારા રોજિંદા આહારમાં જેકફ્રૂટનો સમાવેશ કરવાથી ટાઈપ-2 ડાયાબિટીસ અને હૃદયની સમસ્યાઓ જેવા ક્રોનિક રોગના જોખમને ઘટાડી શકાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

જેકફ્રૂટમાં વિટામિન A અને Cની ઉચ્ચ માત્રા સંખ્યાબંધ બીમારીઓથી બચાવે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિને વધારીને વાયરલ ચેપના જોખમને ઘટાડવામાં મદદ કરે છે .

ત્વચાના સ્વાસ્થ્ય માટે મદદરૂપ 

જેકફ્રૂટ વિટામિન C જેવા પોષક તત્ત્વો અને એન્ટીઓકિસડન્ટોથી ભરપૂર હોવાથી, તે ત્વચાના સ્વાસ્થ્યને પણ સુધારી શકે છે. જેકફ્રૂટ ફાઈબરથી ભરપૂર છે જે તમારી સિસ્ટમને ડિટોક્સિફાય કરી શકે છે અને તમારી ત્વચાને ચમકદાર બનાવે છે.

પાચન સુધારે છે

જેકફ્રૂટમાં રહેલ ઉચ્ચ ફાઈબરને કારણે, તે કબજિયાત અથવા પાચન સમસ્યાઓથી પીડાતા લોકો માટે એક ઉત્તમ ખોરાક છે. જેકફ્રૂટમાં ફાઈબરની વધુ માત્ર હોવાને કારણે પેટ વધુ સમય સુધી ભરેલું રહે છે જેથી તે વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

આંખોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

જેકફ્રૂટ આંખોના સ્વાસ્થ્યને વધારવા માટે જાણીતું છે. જેકફ્રૂટમાં વિટામિન A રહેલું છે. વિટામીન Aની ઉણપને કારણે રતાંધળાપણું થઈ શકે છે. જેકફ્રૂટ કોઈપણ બેક્ટેરિયલ અથવા વાયરલ આંખોના ચેપને પણ અટકાવી શકે છે.

વાળના સ્વાસ્થ્યને જાળવે છે 

જેકફ્રૂટમાં વિટામિન A અને પ્રોટીન હોય છે જે વાળના સ્વાસ્થ્યને વધારવામાં મદદ કરે છે. જેકફ્રૂટમાં રહેલું આયર્ન ચામડીમાં રક્ત પરિભ્રમણને વધારે છે, જે તંદુરસ્ત વાળમાં ફાળો આપે છે અને વાળને ખરતા અટકાવી શકે છે.