દરરોજ સફરજન ખાવાથી થતા આ 8 સ્વાસ્થ્ય લાભો વિશે જાણો

‘દરરોજ એક સફરજન ખાવાથી ડોક્ટર દૂર રહે છે’ એ કહેવત હજુ પણ ઘણી લોકપ્રિય છે. સફરજન પોષક તત્વોથી ભરપૂર હોય છે. દરરોજ સફરજન ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો થાય છે. સફરજન એ સૌથી સરળતાથી ઉપલબ્ધ અને સૌથી વધુ પૌષ્ટિક ફળ છે. સફરજનને અન્ય ફળો સાથે સલાડ તરીકે ખાઈ શકાય છે. દરરોજ સફરજન ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ […]

Share:

‘દરરોજ એક સફરજન ખાવાથી ડોક્ટર દૂર રહે છે’ એ કહેવત હજુ પણ ઘણી લોકપ્રિય છે. સફરજન પોષક તત્વોથી ભરપૂર હોય છે. દરરોજ સફરજન ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો થાય છે. સફરજન એ સૌથી સરળતાથી ઉપલબ્ધ અને સૌથી વધુ પૌષ્ટિક ફળ છે. સફરજનને અન્ય ફળો સાથે સલાડ તરીકે ખાઈ શકાય છે. દરરોજ સફરજન ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. સફરજન હૃદય, બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

દરરોજ સફરજન ખાવાથી થતા સ્વાસ્થ્ય લાભો 

સફરજન પાચનને પ્રોત્સાહન આપે છે

સફરજન એ ફાઈબરનો સારો સ્ત્રોત છે, જે પાચનને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે કબજિયાત સંબંધિત પરિસ્થિતિઓને અટકાવે છે.

હૃદયનું સ્વાસ્થ્ય જાળવે 

દરરોજ સફરજન ખાવાથી ઉચ્ચ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ મળે છે. તેમજ તે કોઈપણ હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

દરરોજ સફરજન ખાવાથી તેમાં રહેલ ફાઇબર પેટને સંપૂર્ણ રાખવામાં મદદ મળે છે. જેને કારણે વજન ઘટાડવામાં મદદ મળે છે.

હાડકાના સ્વાસ્થ્યને જાળવે 

હાડકાના સ્વાસ્થ્યને જાળવવા મોટે ભાગે દૂધ અને ડેરી ઉત્પાદનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ સફરજનમાં જોવા મળતા કેટલાક સંયોજનો, જેમ કે બોરોન હાડકાંને પણ મજબૂત બનાવે છે. 

ડાયાબિટીસનું જોખમ ઘટે છે

ડાયાબિટીસ ધીમે ધીમે ઘણા લોકોના જીવનમાં પ્રવેશી રહ્યો છે, અને દરરોજ સફરજન ખાવાથી ટાઈપ 2 ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. 

ત્વચાની સંભાળ

દરરોજ સફરજન ખાવાથી તેમાં રહેલું વિટામિન C કોલેજન ઉત્પાદનમાં ફાળો આપે છે, જે ત્વચાની સંભાળ રાખવા માટે જરૂરી છે. 

હાઈડ્રેશન

તરબૂચ, કાકડી ઉપરાંત, સફરજનમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે શરીરને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે.

શ્વસન આરોગ્ય

શ્વસન સમસ્યાઓ માટે પ્રદૂષણ અથવા અન્ય પરિબળો જવાબદાર છે. દરરોજ સફરજન ખાવાથી ફેફસાના કાર્યમાં સુધારો થઈ શકે છે અને શ્વસન સંબંધી રોગોનું જોખમ ઘટી શકે છે. 

સફરજનમાં રહેલા પોષક તત્વો:

• કેલરી: 95 kcal

• કાર્બોહાઈડ્રેટ્સ: 25 ગ્રામ

• સુગર (ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ અને સુક્રોઝ): 19 ગ્રામ

• પ્રોટીન: 0.5 ગ્રામ

• ફેટ: 0.3 ગ્રામ

• વિટામિન C: 14%

• પોટેશિયમ: 195 મિલિગ્રામ અથવા 6% 

• વિટામિન K: લગભગ 5% 

• વિટામિન B6 : લગભગ 3% 

• વિટામિન B2: લગભગ 2% 

• મેંગેનીઝ: 4% 

• મેગ્નેશિયમ: 2% 

• કેલ્શિયમ: લગભગ 1%

• આયર્ન: લગભગ 1%

• ફોસ્ફરસ: લગભગ 2%  

સફરજનને કોઈપણ સ્વસ્થ ખોરાકની જેમ સંતુલિત આહારના ભાગ રૂપે ખાવું જોઈએ. દરરોજ સફરજન ખાવાથી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.