આ રીતે  લાલ ચોખાની વાનગીઓ બનાવો અને ફાઈબર અને કોલેસ્ટેરોલનો લાભ લો

સામાન્ય રીતે આપણા ઘરોમાં સફેદ રંગના ચોખા રાંધવામાં આવતા હોય છે પરંતુ તેની સરખામણીએ લાલ ચોખામાં ખૂબ જ ઉંચા પોષક મૂલ્યો હોય છે. લાલ ચોખા ઝિંક અને આર્યન જેવા ખનીજોથી સમૃદ્ધ હોય છે. સામાન્ય રીતે ચોખાની 40,000 કરતાં પણ વધારે જાત અસ્તિત્વ ધરાવે છે.  લાલ ચોખા કેરળમાં સૌથી વધુ લોકપ્રિય ચોખાની વિવિધ જાત પૈકી લાલ […]

Share:

સામાન્ય રીતે આપણા ઘરોમાં સફેદ રંગના ચોખા રાંધવામાં આવતા હોય છે પરંતુ તેની સરખામણીએ લાલ ચોખામાં ખૂબ જ ઉંચા પોષક મૂલ્યો હોય છે. લાલ ચોખા ઝિંક અને આર્યન જેવા ખનીજોથી સમૃદ્ધ હોય છે. સામાન્ય રીતે ચોખાની 40,000 કરતાં પણ વધારે જાત અસ્તિત્વ ધરાવે છે. 

લાલ ચોખા કેરળમાં સૌથી વધુ લોકપ્રિય

ચોખાની વિવિધ જાત પૈકી લાલ ચોખા એ સદીઓથી વપરાતી જાત છે જેમાં અનેક સ્વાસ્થ્ય લાભ રહેલા હોવાથી તે વધુ લોકપ્રિય બની રહી છે. તેમાં રહેલા એન્થોક્યાનિન એન્ટી ઓક્સિડેન્ટના કારણે તેનો રંગ ખૂબ જ ધ્યાનાકર્ષક બને છે. લાલ ચોખાની પ્રજાતિ મુખ્યત્વે કેરળની હોવાથી ત્યાંની સ્થાનિક ભાષામાં તે રક્તશાલીયોર મટ્ટા ચોખા તરીકે અથવા કેરળના લાલ ચોખા તરીકે પ્રખ્યાત છે. 

લાલ ચોખા એન્ટી ઓક્સિડેન્ટ્સ અને ફાઈબરથી ભરપૂર હોય છે અને તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને પાચનક્રિયા સુધારવામાં ઉપયોગી બને છે. સરળતાથી લાલ ચોખા રાંધવા માટે તમે અહીં દર્શાવેલી પદ્ધતિ અપનાવી શકો.

લાલ ચોખા રાંધવાની રીત

સૌથી પહેલા તો એક કપ લાલ ચોખાને વહેતા પાણી નીચે જ્યાં સુધી પાણી સ્વચ્છ ન લાગે ત્યાં સુધી ધોઈ લો. ત્યાર બાદ તેને 30 મિનિટથી એક કલાક સુધી પાણીમાં પલાળી રાખો. હવે એ પાણી નીતારીને તપેલીમાં 3 કપ ચોખ્ખા પાણીમાં પલાળેલા લાલ ચોખા ઉમેરી ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો. પછી તાપ ધીમો કરીને વાસણને ઢાંકીને પાણી શોષાઈ જાય ત્યાં સુધી સરખા પકાવો. 5 મિનિટ ઢાંકીને રાખશો એટલે તમારા પૌષ્ટિક લાલ ચોખા તૈયાર થઈ જશે. 

લાલ ચોખાનો પુલાવ

તમે સાદો પુલાવ બનાવો છો એ જ રીતે પેનમાં ડુંગળી, આદુ, લસણ અને મરચાંની પેસ્ટ સાંતળીને ટામેટા તથા મસાલો વગેરે નાખી તેમાં લાલ ચોખા અને પાણી ઉમેરી પુલાવ બનાવી શકો.

લાલ ચોખાની ખીચડી

લાલ ચોખામાં મગની મોગર દાળ કે ચણાની દાળ ઉમેરો અને પાણી વડે ધોઈ લો. એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં જીરા અને હીંગનો વઘાર કરી લાલ ચોખા અને દાળનું મિશ્રણ, હળદર, મીઠું અને પાણી ઉમેરી પૌષ્ટિક ખીચડી બનાવી શકાય. 

લાલ ચોખાની બિરયાની

આ માટે તમને લાલ ચોખા, મિક્સ શાકભાજી (બટેટા, વટાણા, ગાજર, કોબીજ), ડુંગળી, ટામેટાં, દહીં, બિરયાની મસાલો, આદુ-લસણની પેસ્ટ અને તાજા ફુદીના અને ધાણાની જરૂર પડશે. સૌથી પહેલા તો ડુંગળી, ટામેટાં, આદુ-લસણની પેસ્ટ અને દહીં સાથે મસાલાનો બેઝ તૈયાર કરો. હવે તેમાં શાકભાજી અને કાચા-પાકા રાંધેલા લાલ ચોખા ઉમેરો. તેના ઉપર હર્બ્સ અને બિરયાની મસાલાનું સ્તર પાથરીને બને ત્યાં સુધી ઢાંકીને પકાવો.

આ સિવાય તમે રાંધેલા લાલ ચોખાને મગફળી, ડુંગળી, ટામેટા, બટેકાના ટુકડા વગેરે સાથે પૌંઆની જેમ પણ વઘારી શકો છો.