જાણો ગ્લુટાથીઓન લેવલ વધારીને ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડવા માટેના 6 બેસ્ટ ઉપાયો

ગ્લુટાથીઓન એ એક કુદરતી એન્ટી ઓક્સિડન્ટ છે જે આપણાં શરીરમાં બને છે. ઉંમરના કારણે, અયોગ્ય ડાયેટના કારણે, વધુ પડતા તણાવના કારણે અને ટોક્સિનના લીધે શરીરમાં ગ્લુટાથીઓનના લેવલને અસર પહોંચે છે.  ગ્લુટાથીઓનમાં રહેલી શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડવામાં મદદરૂપ બને છે જેથી મલ્ટીપલ હેલ્થ કન્ડિશનમાં પણ ફાયદો થાય છે. ઉંમર વધવાની સાથે સાથે શરીરમાં […]

Share:

ગ્લુટાથીઓન એ એક કુદરતી એન્ટી ઓક્સિડન્ટ છે જે આપણાં શરીરમાં બને છે. ઉંમરના કારણે, અયોગ્ય ડાયેટના કારણે, વધુ પડતા તણાવના કારણે અને ટોક્સિનના લીધે શરીરમાં ગ્લુટાથીઓનના લેવલને અસર પહોંચે છે. 

ગ્લુટાથીઓનમાં રહેલી શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડવામાં મદદરૂપ બને છે જેથી મલ્ટીપલ હેલ્થ કન્ડિશનમાં પણ ફાયદો થાય છે. ઉંમર વધવાની સાથે સાથે શરીરમાં કુદરતી રીતે ગ્લુટાથીઓનનું લેવલ કઈ રીતે વધારી શકાય તે જાણવું જોઈએ. 

ગ્લુટાથીઓન, GSH એ સિસ્ટીન, ગ્લાયસીન અને ગ્લુટામિક એસિડથી બનેલું ટ્રિપેપ્ટાઈડ છે. સ્કીનકેર પ્રોડક્ટ્સનો પણ તે એક મહત્વનો ઘટક છે. યુએસ નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનમાં 2017માં પબ્લિશ થયેલા એક અભ્યાસ પ્રમાણે ગ્લુટાથીઓન કરચલી ઘટાડવામાં પણ નોંધપાત્ર ફાળો આપે છે. 

ગ્લુટાથીઓનના ફાયદાઃ

– ગ્લુટાથીઓન ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડે છે. ઓક્સિડેટિવ સ્ટ્રેસનું ઉચ્ચ પ્રમાણ કેન્સર, સંધિવા અને ડાયાબિટીસ જેવા અનેક રોગનું કારણ બને છે. 

– ગ્લુટાથીઓન કોષોના નુકસાનને ઘટાડે છે. 

– ગ્લુટાથીઓનથી ઈન્સુલિન રેઝિસ્ટન્સ વધે છે અને વજન નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. 

– ગ્લુટાથીઓન સોરાયસિસ સામે લડવામાં પણ ઉપયોગી બને છે. 

પ્રદૂષણ, ધુમ્રપાન, આલ્કોહોલ વગેરેના કારણે સર્જાતા ઓક્સિડેટિવ સ્ટ્રેસથી ગ્લુટાથીઓનનો અવક્ષય થાય છે. ઉપરાંત લાંબી બીમારી, દવાઓ, રસાયણો અને અયોગ્ય ડાયેટ પણ ગ્લુટાથીઓનનું સ્તર ઘટાડે છે. માટે ગ્લુટાથીઓન લેવલ વધારવા માટે નીચેના રસ્તા અપનાવો-

1. સલ્ફરથી ભરપૂર ખોરાક લો

સિસ્ટિન અને મેથિઓનાઈન જેવા સલ્ફરયુક્ત એમિનો એસિડ ધરાવતા ખોરાકનું સેવન કરો. મતલબ કે, તમારા ડાયેટમાં લસણ, ડુંગળી, કોબીજ, ફુલાવર, બ્રોકોલી ઉપરાંત ચિકન અને માછલી જેવા લીન પ્રોટીનને સામેલ કરવા જોઈએ. તેનાથી ગ્લુટાથીઓનના ઉત્પાદન માટે બ્લોક્સનું નિર્માણ થશે. 

2. સપ્લીમેન્ટ્સ

ગ્લુટાથીઓન સંશ્લેષણને ટેકો આપે તેવા એન-એસિટિલ સિસ્ટીન અને આલ્ફા લિપોઈક એસિડ સહિતના ગ્લુટાથીઓન સપ્લીમેન્ટ્સ લો. જોકે આ માટે પહેલા નિષ્ણાતની સલાહ લેવી અનિવાર્ય છે. 

3. એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર ખોરાક લો

વિટામીન સી અને ઈ, સેલેનિયમ અને ઝિંકથી સમૃદ્ધ ખોરાકનું સેવન કરવાથી શરીરમાં રહેલા ગ્લુટાથીઓન મોલેક્યુલ્સને રક્ષણ મળે છે અને તેના પુનર્જીવનને પ્રોત્સાહન મળે છે. માટે ખાટા ફળો, બેરીઝ, નટ્સ, સીડ્સ અને આખા અનાજથી ખૂબ જ લાભ મળશે. 

4. નિયમિત શારીરિક પ્રવૃત્તિ

નિયમિતપણે વર્કઆઉટ કરવાથી ગ્લુટાથીઓન લેવલ વધારવામાં અને ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડવામાં મદદ મળે છે. એરોબિક્સ અને સ્ટ્રેન્થ ટ્રેઈનિંગ કસરતો ગ્લુટાથીઓનના ઉત્પાદનને વેગ આપવાનું કામ કરે છે. પરંતુ જો તમારૂં ડાયેટ યોગ્ય ન હોય કે તમને પૂરતો આરામ ન મળતો હોય તો વધુ પડતો શ્રમ ટાળો. 

5. પૂરતી ઉંઘ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ

સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવાથી અને ગુણવત્તાયુક્ત ઉંઘ લેવાથી ડાર્ક સર્કલની સમસ્યામાં રાહત ઉપરાંત ગ્લુટાથીઓન લેવલ જાળવવામાં પણ મદદ મળશે. ક્રોનિક સ્ટ્રેસ અને ઉંઘ ન મળવાથી ગ્લુટાથીઓનનું લેવલ ઘટે છે. 

6. હળદર

હળદરમાં રહેલા કર્ક્યુમિન ઘટકના કારણે તેમાં અનેક ઔષધિય ગુણો રહેલા છે જેનાથી સૌ કોઈ માહિતગાર છે. મસાલાની સરખામણીએ હળદરના અર્ક સ્વરૂપમાં કર્ક્યુમિનનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનમાં 1990માં પ્રકાશિત અભ્યાસ પ્રમાણે હળદર અને કર્ક્યુમિનના અર્કથી ગ્લુટાથીઓનનું લેવલ ઉંચુ લાવી શકાય છે. 

આપણા લીવરમાં ગ્લુટાથીઓનનું ઉત્પાદન થાય છે પરંતુ અમુક ખોરાક વડે તેના લેવલને ઉંચે લઈ જઈ શકાય છે.