દાંતની સંભાળ માટે યોગ્ય ટૂથપેસ્ટ પસંદ કરવાની અને મોંઢાની સ્વચ્છતા જાળવવા માટેની ટિપ્સ જાણો 

બજારમાં વિવિધ પ્રકારની ટૂથપેસ્ટ ઉપલબ્ધ છે જેમાં સફેદ અને તાજા શ્વાસથી લઈને કેવિટી કંટ્રોલ અને પ્લેક દૂર કરવા જેવી દાંતની અનેક સમસ્યાઓ માટેની ટૂથપેસ્ટનો સમાવેશ થાય છે. પરંતુ કઈ ટૂથપેસ્ટ તમારા દાંત માટે શ્રેષ્ઠ છે? તમારા દાંતની ચમક અને તમારા દાંતના સ્વાસ્થ્યની સુખાકારી જાળવવાની શરૂઆત યોગ્ય ટૂથપેસ્ટની સરળ છતાં નિર્ણાયક પસંદગીથી થાય છે. દાંતની સમસ્યા […]

Share:

બજારમાં વિવિધ પ્રકારની ટૂથપેસ્ટ ઉપલબ્ધ છે જેમાં સફેદ અને તાજા શ્વાસથી લઈને કેવિટી કંટ્રોલ અને પ્લેક દૂર કરવા જેવી દાંતની અનેક સમસ્યાઓ માટેની ટૂથપેસ્ટનો સમાવેશ થાય છે. પરંતુ કઈ ટૂથપેસ્ટ તમારા દાંત માટે શ્રેષ્ઠ છે? તમારા દાંતની ચમક અને તમારા દાંતના સ્વાસ્થ્યની સુખાકારી જાળવવાની શરૂઆત યોગ્ય ટૂથપેસ્ટની સરળ છતાં નિર્ણાયક પસંદગીથી થાય છે. દાંતની સમસ્યા જાણીને તેને અનુરૂપ ટૂથપેસ્ટ પસંદ કરવી જોઈએ. આ ઉપરાંત તમારા મોંઢાની સ્વચ્છતા જાળવવી પણ મહત્વપૂર્ણ છે. 

યોગ્ય ટૂથપેસ્ટ પસંદ કરવા માટેની ટિપ્સ 

તમારી દાંતની જરૂરિયાતોને સમજો

પ્રથમ તમારા દાંતની જરૂરિયાતોને ઓળખો. શું તમારું લક્ષ્ય કેવિટીઝ અથવા સેન્સિટિવિટી સામે રક્ષણ મેળવવાનું છે? આ જરૂરિયાતોને ઓળખવાથી તમે યોગ્ય ટૂથપેસ્ટ પસંદ કરી શકો છો.

સેન્સિટિવ દાંત

જો તમારા દાંત ગરમી અથવા ઠંડી પ્રત્યે સેન્સિટિવિટી અનુભવતા હોય તો ડિસેન્સિટાઈઝિંગ ટૂથપેસ્ટનો નિયમિત ઉપયોગ તમારા દાંતની સેન્સિટિવિટી ઘટાડશે. તેમાં પોટેશિયમ નાઈટ્રેટ અથવા સ્ટ્રોન્ટીયમ ક્લોરાઈડ જેવા સંયોજનો હોય છે જે ડેન્ટિનલ ટ્યુબ્યુલને અવરોધિત કરવામાં મદદ કરે છે. આનાથી દાંતની સેન્સિટિવિટી ઓછી થાય છે.

બાળકો માટે ટૂથપેસ્ટ

આ પ્રકારની ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે ફ્લોરાઈડની માત્રા ઓછી હોય છે. બાળકોની ટૂથપેસ્ટમાં ઓછા કઠોર પદાર્થો હોય છે કારણ કે તેમના દાંતમાં પુખ્ત વયના દાંત કરતાં ઘણી ઓછા મિનરલ્સ હોય છે. બાળકોની ટૂથપેસ્ટમાં ફ્લેવર્સ હોય છે જે તેમને દાંત સાફ કરવામાં આનંદ આપે છે.

ADA સીલ

ટૂથપેસ્ટ પેકેજિંગ પર અમેરિકન ડેન્ટલ એસોસિએશન (ADA) સીલ જુઓ. આ સીલ ખાતરી કરે છે કે ટૂથપેસ્ટ સખત સલામતી અને અસરકારકતાના ધોરણોને પૂર્ણ કરે છે.

તમારા ડેન્ટિસ્ટની સલાહ લો

જ્યારે શંકા હોય, ત્યારે તમારા ડેન્ટિસ્ટની સલાહ લો. તેમની પાસે તમારા દાંતના સ્વાસ્થ્ય વિશે ભરપૂર માહિતી હશે  અને તમારી જરૂરિયાતોને આધારે તેઓ વ્યક્તિગત ભલામણો આપી શકે છે.

મોંઢાની સ્વચ્છતા જાળવવા માટેની ટિપ્સ 

નિયમિતપણે બ્રશ કરો

દિવસમાં ઓછામાં ઓછા બે વાર તમારા દાંત સાફ કરો. સવારે અને રાત્રે સૂતા પહેલાં તમારી જરૂરિયાતો અનુસાર યોગ્ય ટૂથપેસ્ટ વડે દાંત સાફ કરો.  

સંતુલિત આહાર લો

ખાંડયુક્ત અને એસિડિક ખોરાક અને પીણાંને મર્યાદિત માત્રામાં લો, જેના કારણે દાંત સડી શકે છે. તેના બદલે, ફળો, શાકભાજી અને કેલ્શિયમયુક્ત ડેરી ઉત્પાદનોથી ભરપૂર આહાર લો.

નિયમિત ડેન્ટલ ચેક-અપ કરાવો

દર છ મહિને તમારા ડેન્ટિસ્ટની મુલાકાત લો જેથી દાંતની કોઈ પણ સમસ્યાનું વહેલું નિદાન થાય અને તેનું નિરાકરણ આવે.

  • ધૂમ્રપાન, આલ્કોહોલ અને કેફીન લેવાનું ટાળો
  • અતિશય ધૂમ્રપાન, આલ્કોહોલ અને કેફીન લેવાથી પેઢાના રોગ અને દાંત પર ડાઘ થઈ શકે છે. 
  • નિયમિત સમયાંતરે તમારું ટૂથબ્રશ બદલો
  • દર 3-4 મહિને તમારા ટૂથબ્રશને બદલો.