બેલેન્સ્ડ ડાયટમાં ફાઈબરનું મહત્ત્વ અને તેના ફાયદા જાણો

ફાઈબર એ શરીરનું સ્વાસ્થ્ય જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવનારૂ એક ખૂબ જ ઉપયોગી પોષક તત્વ છે. ફળો, શાકભાજી, અનાજ, કઠોળ, બદામ વગેરેમાંથી શરીને ફાઈબર મળી રહે છે. ફાઈબર હૃદયરોગ અને ટાઈપ 2 ડાયાબિટીસ જેવા ક્રોનિક રોગોનું જોખમ ઘટાડે છે, પાચનશક્તિ સુધારે છે અને વજનને નિયંત્રણમાં રાખવા માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.  ફાઈબરના લાભ – ફાઈબર […]

Share:

ફાઈબર એ શરીરનું સ્વાસ્થ્ય જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવનારૂ એક ખૂબ જ ઉપયોગી પોષક તત્વ છે. ફળો, શાકભાજી, અનાજ, કઠોળ, બદામ વગેરેમાંથી શરીને ફાઈબર મળી રહે છે. ફાઈબર હૃદયરોગ અને ટાઈપ 2 ડાયાબિટીસ જેવા ક્રોનિક રોગોનું જોખમ ઘટાડે છે, પાચનશક્તિ સુધારે છે અને વજનને નિયંત્રણમાં રાખવા માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. 

ફાઈબરના લાભ

– ફાઈબર આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે અને તે કબજિયાત દૂર કરી પાચનક્રિયામાં મદદરૂપ બને છે.

– ઓટ્સ, કઠોળ અને કેટલાક ફળોમાં રહેલું દ્રાવ્ય ફાઈબર કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડીને હૃદયરોગના જોખમને પણ દૂર કરે છે. 

– દ્રાવ્ય ફાઈબર બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે માટે ડાયાબિટીસ હોય તેવા લોકો માટે તે ખૂબ ફાયદાકારક છે. 

– હાઈ ફાઈબરયુક્ત ખોરાકનું સેવન કરવાથી ખોરાક બાદ સંતૃપ્તિનો અનુભવ થાય છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જેથી વજન ઘટાડવામાં કે વજન નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. 

ફાઈબરના સ્ત્રોત

– ઓટમીલ, આખા ઘઉંના પાસ્તા, બ્રાઉન રાઇસ અને ક્વિનોઆ જેવા ખોરાક ફાઇબરના ઉત્તમ સ્ત્રોત છે. તેનાથી સતત ઊર્જા પ્રદાન થાય છે અને પાચનના સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળે છે.

– કઠોળ, મસૂર અને ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર અને પ્રોટીન હોય છે માટે તે વિગન લોકોની પણ શ્રેષ્ઠ પસંદ બની રહ્યું છે. 

– સફરજન, નાસપતી, નારંગી અને વિવિધ બેરીઝમાં પણ ખૂબ ફાઈબર રહેલું હોય છે અને આવા ફળોનો છાલ સાથે જ ઉપયોગ કરવો વધુ ગુણકારી બને છે. 

– નિયમિત આહારમાં બ્રોકોલી, પાલક, ગાજર અને શક્કરિયાનો સમાવેશ કરવાથી શરીરને અનેક જરૂરી પોષક તત્વો મળી રહે છે. 

– બદામ, ચીયા સીડ, ફ્લેક્સ સીડ વગેરે ફાઈબરના સમૃદ્ધ સ્ત્રોત હોવા ઉપરાંત શરીરને જરૂરી પોષક તત્વો અને હેલ્ધી ફેટ પણ પૂરા પાડે છે. 

– ઘઉં કે ઓટ્સના બ્રાન પણ ખોરાકનો એક પૌષ્ટિક વિકલ્પ હોવાની સાથે ફાઈબરનું પાવર હાઉસ ગણાય છે. 

– ધાણી પણ ફાઈબરનો સમૃદ્ધ સ્ત્રોત છે પરંતુ તેમાં મીઠા અને માખણ, તેલનો વધુ પડતો વપરાશ ટાળવો. 

ફાઈબરની ઉણપથી થતી આડઅસરો

– ખાસ કરીને અદ્રાવ્ય ફાઈબરના વધારે પડતા સેવનથી પેટ ફુલવું, ગેસ, પેટમાં ગરબડ સહિતની આડઅસરો થતી હોય છે. 

– ફાઈબર ભૂખને નિયંત્રિત રાખે છે માટે ફાઈબરની ઉણપ વજનમાં વધારો અને સ્થૂળતામાં પરિણમી શકે છે. 

– પૂરતા પ્રમાણમાં ફાઈબરનું સેવન ન કરવાથી બ્લડ સુગર લેવલમાં અચાનક પરિવર્તન જોવા મળે છે જે ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ વધારે છે. 

– ફાઈબરની ઉણપથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે જે હૃદય રોગોને આમંત્રણ આપે છે.