આ 4 કસરતો તમારા પગને વધુ મજબૂત બનાવશે

શરીરને તંદુરસ્ત અને આકર્ષક બનાવવામાં શરીરનાં દરેક અંગનું જતન કરવું જરૂરી છે. ડાયટ સાથે સાથે કસરત પણ શરીરને સુડોળ અને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આજના યુવાનો જીમ જવા માટે વધુ આકર્ષાયા છે. ચેસ્ટ, બાયસેપ્સ, સોલ્ડર જેવી કસરતોને પ્રાધાન્ય આપતા યુવાનો મુખ્યત્વે લેગ એકસસાઈઝ (પગની કસરત) કરવાનું ટાળે છે. અમુક યુવાનોના મત પ્રમાણે લેગ એક્સસાઈઝ […]

Share:

શરીરને તંદુરસ્ત અને આકર્ષક બનાવવામાં શરીરનાં દરેક અંગનું જતન કરવું જરૂરી છે. ડાયટ સાથે સાથે કસરત પણ શરીરને સુડોળ અને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આજના યુવાનો જીમ જવા માટે વધુ આકર્ષાયા છે. ચેસ્ટ, બાયસેપ્સ, સોલ્ડર જેવી કસરતોને પ્રાધાન્ય આપતા યુવાનો મુખ્યત્વે લેગ એકસસાઈઝ (પગની કસરત) કરવાનું ટાળે છે. અમુક યુવાનોના મત પ્રમાણે લેગ એક્સસાઈઝ (પગની કસરત) બોડી બિલ્ડિંગમાં મહત્વ ધરાવતી નથી, પરંતુ પગએ શરીરના બધા જ અંગોનું વજન ઉંચકે છે. આપણા વડીલો પણ કહે છે, કે પગ ચાલે ત્યાં સુધી દુનિયા સર કરી શકાય છે. આથી જ પગની કસરતોને પણ આપણાં રોજિંદા વર્કઆઉટમાં ઉમેરવી અનિવાર્ય છે. તમારા પગની કસરતોને વધુ અસરકારક બનાવવા માટે આ ચાર પ્રકારની કસરતો તમને તમારા પગનાં સ્નાયુ મજબૂત કરવામાં મદદ કરશે.

હેમસ્ટ્રિંગ, ક્વોડ્સ, કાવ્સ અને ગ્લુટ્સને ધ્યાનમાં રાખી અહી ચાર કસરતો દર્શાવી છે જે તમારા પગના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરશે. તેનાથી તમારી પગની સુંદરતામાં વધારો થશે.

1. રોમાનિયન ડેડલિફ્ટ્સ : ખાસ કરીને હેમસ્ટ્રિંગ સ્નાયુઓ માટેની કસરત

રોમાનિયન ડેડલિફ્ટ્સ મુખ્યત્વે હેમસ્ટ્રિંગ્સને ધ્યાને રાખીને કરવામાં આવતી કસરત છે, જે તમારી જાંઘની પાછળના સ્નાયુઓ છે. આ કસરત ગ્લુટ્સ (ખાસ કરીને ગ્લુટેસ મેક્સિમસ) તરીકે પણ કામ કરે છે જે પગના સ્નાયુઓને સ્થિરતા આપે છે.

2. લેગ પ્રેસ: ક્વાડ્રિસેપ્સ સ્નાયુઓ માટે

લેગ પ્રેસને ક્વાડ્રિસેપ્સ સ્નાયુઓ માટેની મુખ્ય કસરત માનવામાં આવે છે. જેમ જેમ તમે પગથી વજન ઉંચકીને પ્લેટફોર્મથી દૂર કરો છો તેમ તેમ, તમારી જાંઘના આગળના સ્નાયુઓ તમારા ઘૂંટણને લંબાવવા માટે સંકુચિત થાય છે. ગ્લુટ્સ અને હેમસ્ટ્રિંગ્સ પણ આ મૂવમેન્ટમાં મદદ કરે છે.

લેગ પ્રેસ કરવા માટે, પ્લેટફોર્મ પર તમારા પગ ખભાની પહોળાઈએ અલગ રાખીને મશીન પર બેસો. તમારા પગ લંબાવીને પ્લેટફોર્મને દૂર કરો જ્યાં સુધી તે લગભગ સંપૂર્ણ રીતે લંબાય નહીં, પછી ધીમે ધીમે તમારા ઘૂંટણને વાળીને વજન ઓછું કરો. આ પ્રમાણે 10થી 12ના ચાર સેટ કરો.

3. કાફ રેઈઝ:

કાફ રેઈઝ તમારા પગના નીચલા ભાગની પાછળ રહેલા સ્નાયુઓને મજબૂત બનાવે છે, એટલે કે ગેસ્ટ્રોકેનેમિયસ અને સોલિયસ. તમારા અંગૂઠા અને આંગળીઓના ટેકે ઉભા રહો. તમે તમારી હીલ્સને ઉંચી કરો અને પાછી નીચે કરો. એવા 15-20 કાઉન્ટ કરીને ત્રણથી ચાર સેટ કરો.

4. હિપ થ્રસ્ટ: ગ્લુટ સ્નાયુઓ માટે

હિપ થ્રસ્ટ એક ઉત્તમ પગની કસરત જે ખાસ કરીને ગ્લુટ્સને ધ્યાને રાખીને કરાય છે. હિપ થ્રસ્ટ ગ્લુટેલ સ્નાયુઓને અલગ કરવા અને મજબૂત કરવા માટે અત્યંત અસરકારક છે.