વૃક્ષાચ્છાદિત જગ્યાની આસપાસ રહેનારા લોકો 2.5 વર્ષ વધુ યુવાન રહે છે

શહેરના બગીચા અને વૃક્ષાચ્છાદિત જગ્યાઓ ગરમીનો સામનો કરવામાં, જૈવવિવિધતાને વધારવામાં અને માનસિક શાંતિને વધારવામાં મદદ કરે છે. ઘરની આસપાસનું વાતાવરણ જો હરિયાળું હોય તો તેની સકારાત્મક અસર તમારા શરીર અને મન પર પડે છે. હાલમાં પ્રકાશિત થયેલ સાયન્સ એડવાન્સિસ જર્નલના એક અહેવાલ પ્રમાણે, જે વ્યક્તિ હરિયાળીની નજીક રહે છે તેઓ અન્ય લોકો કરતાં 2.5 વર્ષ […]

Share:

શહેરના બગીચા અને વૃક્ષાચ્છાદિત જગ્યાઓ ગરમીનો સામનો કરવામાં, જૈવવિવિધતાને વધારવામાં અને માનસિક શાંતિને વધારવામાં મદદ કરે છે. ઘરની આસપાસનું વાતાવરણ જો હરિયાળું હોય તો તેની સકારાત્મક અસર તમારા શરીર અને મન પર પડે છે. હાલમાં પ્રકાશિત થયેલ સાયન્સ એડવાન્સિસ જર્નલના એક અહેવાલ પ્રમાણે, જે વ્યક્તિ હરિયાળીની નજીક રહે છે તેઓ અન્ય લોકો કરતાં 2.5 વર્ષ યુવાન રહે છે. આપણી આસપાસ વૃક્ષાચ્છાદિત જગ્યા અર્થાત જો વૃક્ષ, પાન અને લીલોછમ પ્રદેશ હોય તો તે આપણાં સ્વાસ્થ્ય પર ઉંડી છાપ છોડી જાય છે.

ગ્રીન સ્પેસનો ઉપયોગ કરતા લોકો ધીમે ધીમે વૃદ્ધ થાય છે. સાયન્સ એડવાન્સિસમાં પ્રકાશિત થયેલા નવા અભ્યાસના મુખ્ય લેખક અને નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીની ફીનબર્ગ સ્કૂલ ઓફ મેડિસિન ખાતે પોસ્ટડોક્ટરલ સ્કોલર કાઇઝુ કિમે જણાવ્યું હતું કે, “વધારે પડતી લીલોતરીની નજીક રહેવાથી તમે ખુદને તમારી વાસ્તવિક ઉંમર કરતા યુવાન અનુભવો છો. અમે માનીએ છીએ કે જાહેર આરોગ્યને પ્રોત્સાહન આપવા અને આરોગ્યની અસમાનતાઓને દૂર કરવા માટે ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ અંગે અમારા તારણો શહેરી આયોજન માટે નોંધપાત્ર અસરો ધરાવે છે.” તેમણે  જણાવ્યું કે, અગાઉ હરિયાળા વિસ્તારમાં રહેવાથી વધુ સારી કાર્ડિયોવેસ્ક્યુલર આરોગ્ય અને મૃત્યુદરના નીચા દર સાથે સાંકળવામાં આવ્યું હતું.

એવું માનવામાં આવે છે કે હરિયાળું વાતાવરણ વધુ શારીરિક પ્રવૃત્તિ અને સામાજિક સક્રિયતામાં પણ એક મહત્વનો ભાગ ભજવે છે પરંતુ શું ઉદ્યાનો ખરેખર સેલ્યુલર લેવલ સુધારી વૃદ્ધાવસ્થાને ધીમું કરે છે કે કેમ તે હજુ અસ્પષ્ટ છે.

હકીકત તપાસવા માટે અભ્યાસ કરતી ટીમે “મેથિલેશન” તરીકે ઓળખાતા ડીએનએના રાસાયણિક ફેરફારોની તપાસ કરી. DNA મેથિલેશન પર આધારિત કહેવાતી “એપિજેનેટિક ઘડિયાળ” આરોગ્યની સ્થિતિ જેમ કે કાર્ડિયોવેસ્ક્યુલર રોગ, કેન્સર, જ્ઞાનાત્મક કાર્ય અને કૅલેન્ડર વર્ષો કરતાં ઉંમર માપવાની વધુ સચોટ રીત હોવાનું અગાઉના અભ્યાસમાં જાણવા મળ્યું હતું.

કિમ અને તેના સાથીઓએ 1986-2006 સુધીના 20 વર્ષના સમયગાળામાં અમેરિકાના ચાર શહેરો,  બર્મિંઘમ, શિકાગો, મિનેપોલિસ અને ઓકલેન્ડમાં 900થી વધુ ગોરા અને કાળાને તેમના અભ્યાસમાં આવરી લીધા હતા.

ટીમ દ્વારા આ અભ્યાસ સેટેલાઈટ ઇમેજિંગનો ઉપયોગ કરીને અભ્યાસમાં સમાવિષ્ટ લોકોના રહેઠાણ અને તેની આસપાસના ઉદ્યાનો અને વૃક્ષોની માહિતી એકત્રિત કરીને તેમજ તેમની જૈવિક ઉંમર નક્કી કરવા માટે, અભ્યાસના 15 અને વર્ષ 20માં લેવાયેલા લોહીના નમૂનાઓ સાથે માહિતીની તુલના કરવામાં આવી હતી.

હરિયાળીની નજીક રહેવાથી થનારા લાભમાં પણ સમાનતા ન હતી અને કાળા લોકો જૈવિક રીતે માત્ર એક વર્ષ નાના હતા, જ્યારે સફેદ લોકો ત્રણ વર્ષ નાના હતા.