હૃદય રોગની સમસ્યા અટકાવવા માટે તમારી જીવનશૈલીમાં આ ફેરફાર કરો

હૃદય રોગ એ આપણા દેશમાં મૃત્યુદર અને બિમારીનું સૌથી નોંધપાત્ર કારણ છે હૃદય સંબંધી સમસ્યા કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે, તેથી તેને ‘સાયલન્ટ કિલર્સ’ કહેવામાં આવે છે. લોકોના જીવનને બચાવવા અને તેમને હૃદયની સમસ્યાઓને લઈને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 29 સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે મનાવવામાં આવે છે. કોલેસ્ટ્રોલનું ઉચ્ચ સ્તર હૃદય રોગનું જોખમ […]

Share:

હૃદય રોગ એ આપણા દેશમાં મૃત્યુદર અને બિમારીનું સૌથી નોંધપાત્ર કારણ છે હૃદય સંબંધી સમસ્યા કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે, તેથી તેને ‘સાયલન્ટ કિલર્સ’ કહેવામાં આવે છે. લોકોના જીવનને બચાવવા અને તેમને હૃદયની સમસ્યાઓને લઈને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 29 સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે મનાવવામાં આવે છે. કોલેસ્ટ્રોલનું ઉચ્ચ સ્તર હૃદય રોગનું જોખમ વધારી શકે છે. હૃદય રોગની અસરો તંદુરસ્ત વ્યક્તિમાં પણ જીવલેણ હોઈ શકે છે. હૃદય રોગને અટકાવવા માટે તમારી જીવનશૈલીમાં કેટલાક ફેરફારો કરવા જરૂરી છે.

હૃદય રોગને અટકાવવા માટેની ટિપ્સ:

1. તમારી તબીબી સ્થિતિ પર નિયંત્રણ રાખો

બાહ્ય પરિબળો અને પ્રભાવોને તમારા હૃદયની તંદુરસ્તી પર અસર ન થવા દો. જોકે વિવિધ પરિબળો હૃદય પર અસર કરે છે, આપણી જીવનશૈલી મુખ્ય ભૂમિકા ભજવે છે. આપણે આપણી જીવનશૈલીમાં ફેરફાર કરીને ખાતરી કરી શકીએ છીએ કે હૃદય સ્વસ્થ રહે. ડાયાબિટીસ, સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર અને હાયપરટેન્શન ધરાવતા લોકો માટે હૃદય રોગનું જોખમ વધે છે. જો કોઈ વ્યક્તિ મેદસ્વી હોય તો હૃદય રોગનું જોખમ વધે છે, તેથી જ જીવનશૈલીમાં ફેરફાર મુખ્ય મહત્વ ધરાવે છે. 

2. તંદુરસ્ત જીવનશૈલી અપનાવો

હૃદય રોગ અને હૃદય સબંધિત સમસ્યાઓ હવે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે મર્યાદિત નથી. યુવાનો પણ હૃદય રોગનો શિકાર બની રહ્યા છે. સંતુલિત આહાર અને નિયમિત કસરત મહત્વપૂર્ણ હોવા છતાં, માંસ, ફેટ અને મીઠાના સેવન પર પ્રતિબંધો પણ જરૂરી છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ ઝડપી ચાલવા અથવા જોગિંગ જેવી 30-મિનિટની કસરત કરવાથી હૃદયની તંદુરસ્તી જળવાય છે.

3. નિવારક પગલાં અનુસરો

“હૃદય-સ્વસ્થ” જીવનશૈલી અને નિયમિત તબીબી તપાસ ખરેખર આપત્તિજનક એસિમ્પ્ટોમેટિક સમસ્યાને અટકાવી શકે છે. હૃદય રોગના જોખમને ઘટાડવા માટે નિવારક પગલાં લેવા જોઈએ. હૃદય એ એક મહત્વપૂર્ણ અંગ છે તેની કાળજી લેવી જરૂરી છે. સંતુલિત આહાર, કસરત, ઊંઘ અને ધૂમ્રપાન છોડવા ઉપરાંત તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને હૃદય રોગને અટકાવવું શક્ય છે. આલ્કોહોલનું સેવન મર્યાદિત કરો, સ્ટ્રેસ મેનેજ કરો અને નિયમિત ચેક-અપ કરાવવા જેવા પગલાં લેવા જોઈએ. 

તમારા ડાયટમાં ફળો, શાકભાજી, આખા અનાજ, પ્રોટીન અને હેલ્થી ફેટ જેવા ખોરાકનો સમાવેશ કરો. હૃદયની સ્વસ્થતા જાળવવા માટે સેચ્યુરેટેડ ફેટ, ટ્રાન્સ ફેટ, વધારે મીઠું અને એડેડ સુગર લેવાનું ટાળો અથવા મર્યાદિત કરો.

‘વર્લ્ડ હાર્ટ ફેડરેશન’ના જણાવ્યા અનુસાર, જો હૃદયમાં અથવા તેના રક્ત પરિભ્રમણ બરાબર ન થાય તો હૃદય રોગ, સ્ટ્રોક અને હૃદય સબંધિત સમસ્યાઓ વધી શકે છે.