સીતાફળની સિઝનમાં આ સરળ રેસિપી બનાવીને તમારી વહાલી વ્યક્તિને કરી દો ખુશ ખુશ

ક્રીમી ટેક્સચર અને મીઠો મધુરો સ્વાદ ધરાવતું સીતાફળ સ્વાદની સાથે પોષક તત્વોનો પણ સ્ત્રોત છે અને તેનાથી અનેક સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. સીતાફળમાં ખૂબ જ ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ, વિટામિન સી, વિટામિન બી6, કેલ્શિયમ અને આર્યન રહેલા હોય છે. સીતાફળથી હૃદયરોગ જેવી ક્રોનિક બીમારીઓનું જોખમ પણ ઘટે છે.  જોકે સીતાફળના બીજ ઝેરી હોવાથી તેનું […]

Share:

ક્રીમી ટેક્સચર અને મીઠો મધુરો સ્વાદ ધરાવતું સીતાફળ સ્વાદની સાથે પોષક તત્વોનો પણ સ્ત્રોત છે અને તેનાથી અનેક સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. સીતાફળમાં ખૂબ જ ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ, વિટામિન સી, વિટામિન બી6, કેલ્શિયમ અને આર્યન રહેલા હોય છે. સીતાફળથી હૃદયરોગ જેવી ક્રોનિક બીમારીઓનું જોખમ પણ ઘટે છે. 

જોકે સીતાફળના બીજ ઝેરી હોવાથી તેનું સેવન ન કરવું જોઈએ. ડાયાબિટીસ અને લીવરની સમસ્યા ધરાવતા લોકો માટે પણ સીતાફળનું સેવન લાભદાયી બની રહે છે. જોકે પહેલેથી કોઈ બીમારી હોય તો ડૉક્ટરની સલાહ મુજબ સીતાફળનું સેવન કરવું જોઈએ.

1. સીતાફળનો આઈસક્રીમ

સૌથી પહેલા બ્લેન્ડરમાં એક કપ દૂધ, એક કપ, ફ્રેશ ક્રીમ, એક કપ મિલ્ક પાવડર અને એક કપ સીતાફળનો પલ્પ અડધાથી પોણા કપ ખાંડ ઉમેરીને મિક્સ કરી લો. આ મિશ્રણને કન્ટેનરમાં ભરી ફ્રીઝરમાં રાખી દો અને તે અડધું સેટ થવા આવે એટલે તેમાં બીજો અડધા કપથી ઓછો સીતાફળનો પલ્પ ઉમેરીને મિક્સ કરી ફરી સેટ થવા મુકી દો એટલે તમારો સીતાફળનો આઈસક્રીમ તૈયાર છે. 

સીતાફળના આઈસક્રીમમાં મકાઈનો લોટ કે સ્ટેબિલાઈઝર ન હોવાથી આઈસક્રીમના સ્કૂપને શરૂમાં નરમ થવામાં 5-7 મિનિટ લાગશે. 

2. સીતાફળની બાસુંદી

સૌથી પહેલા તો ખૂબ જ ઉકાળીને ઘટ્ટ કરી દેવાયું હોય તેવું એક લીટર દૂધ લઈ તેમાં 2-3 ચમચી ખાંડ, 2-3 આખી ઈલાયચી, 1/2 ટી સ્પૂન ઈલાયચીનો પાવડર ઉમેરીને તેને ફરી સરખી રીતે ઉકાળો અને ગાઢું થવા દો. હવે તે ઠંડુ પડે એટલે તેમાં 2 મોટા સીતાફળનો પલ્પ સરખી રીતે મિક્સ કરી લો એટલે તમારી સીતાફળ બાસુંદી તૈયાર છે. તેને ગુલાબની પાંખડીઓ અને બદામ કે વરખ વડે સજાવીને પીરસો. 

3. સીતાફળ અંગૂરી બાસુંદી

સીતાફળ અંગૂરી બાસુંદી બનાવવા માટે સૌથી પહેલા તો અંગૂરી બોલ તૈયાર કરવા પડશે. આ માટે તમારી જરૂરિયાત પ્રમાણેનું દૂધ ઉકાળીને તેમાં લીંબુનો રસ કે વિનેગાર નાખીને દૂધ ફાડી નાખો. હવે દૂધમાંથી બનેલા છેનાનું બધું પાણી કાપડમાં દબાવીને નિતારી લો અને તેને લોટની જેમ બાંધીને નાના નાના બોલ તૈયાર કરો. આ બોલને ખાંડની ચાસણીમાં 8-9 મિનિટ માટે ઉકાળીને ગેસ બંધ કરી તેમાં જ સેટ થવા દો.

અંગૂરી બોલ્સ ઠંડા થવા આવે એટલે અન્ય એક વાસણમાં ઉકાળીને ખૂબ જ ગાઢું બનાવેલું એક લીટર દૂધ લઈ તેમાં 2-3 ચમચી ખાંડ ઉમેરી ફરી સરખું ઘટ્ટ થવા દો અને બાદમાં ગેસ બંધ કરી તે ઠંડુ પડે એટલે તેમાં 2 મોટા સીતાફળનો પલ્પ ઉમેરી બ્લેન્ડ કરી લો. તેમાં ખાંડની ચાસણીમાંથી દબાવીને ચાસણી નિતારી બહાર કાઢેલા અંગૂરી બોલ્સ ઉમેરી ફ્રીઝમાં ઠંડુ થવા મુકી દો અને ગુલાબની પાંદડીઓ, બદામ કે વરખથી સજાવીને ઠંડુ ઠંડુ પીરસો.