Air Pollution સામે હેલ્ધી રહેવા માટે આ 4 મસાલાઓનો ઉપયોગ કરો

અજમો ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરી શકે છે

Courtesy: Image: Pexels

Share:

 

Air Pollution: ભારતના વિવિધ રાજ્યોમાં વાયુ પ્રદૂષણ (Air Pollution)નું સ્તર સતત વધી રહ્યું છે. જેના કારણે લોકોને ખાંસી, છીંક, ગળા અને આંખમાં બળતરા થવી અને શ્વાસ લેવામાં તકલીફ થવી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ દરમિયાન રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. તેથી લોકોને માસ્ક પહેરવાની, શક્ય તેટલું ઘરની અંદર રહેવાની અને પોતાની પૂરતી કાળજી લેવી જોઈએ.

 

ભારતીય રસોડામાં ઘણા મસાલા રહેલા છે. મસાલા ફક્ત તમારા ભોજનનો સ્વાદ જ નથી વધારતા પણ તમારા સ્વાસ્થ્યને પણ ફાયદો કરે છે. રસોડામાં રહેલા આ મસાલા ઘણા રોગોમાં ઉપયોગી છે. જે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે સંપૂર્ણ કારગર ઉપાય તરીકે કામ કરે છે. 

 

અજમાનો ઉપયોગ રસોડામાં મસાલા તરીકે મોટા ભાગે કરવામાં આવે છે. અજમા એક આયુર્વેદિક ઔષધી પણ છે. તે બળતરા અને શ્વસનની સમસ્યાઓને અટકાવી શકે છે અને શરીરને વાયુ પ્રદૂષણ (Air Pollution) સામે લડવામાં મદદ કરે છે. 

Air Pollution સામે લડવા માટે આ મસાલાનો ઉપયોગ કરો 

અજમો: અજમામાં થાઈમોલ અને કાર્વાક્રોલ સહિત વિવિધ આવશ્યક તેલ હોય છે, જે શરીરમાં વિવિધ ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરી શકે છે. તે એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ઈન્ફ્લિમેન્ટરી ગુણથી ભરપૂર હોય છે. આ  આવશ્યક તેલ વાયુ પ્રદૂષણ (Air Pollution)ને કારણે ઉધરસમાં રાહત આપવા માટે પણ જાણીતા છે.

 

આદૂ: આદુમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. તે બળતરાને કારણે ફેફસાના નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે.

 

મુલેઠી: મુલેઠીમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિવાયરલ, એન્ટિ-એલર્જિક અને બળતરા વિરોધી ગુણધર્મો છે, જે શ્વસન ચેપ સામે લડવામાં મદદ કરે છે. તે ફેફસાના સોજાને ઓછું કરવામાં પણ મદદ કરે છે.

 

ગોળ: શ્વાસની તકલીફ ધરાવતા લોકો માટે ગોળ સારો માનવામાં આવે છે. તેના એન્ટિ-એલર્જિક ગુણધર્મો શ્વસન સ્નાયુઓને ડિટોક્સિફાય કરવામાં અને આરામ આપવામાં મદદ કરે છે. લવગોળ વાયુ પ્રદૂષણ (Air Pollution)ને કારણે ગળામાં થતી બળતરાને ઘટાડવામાં મદદ કરે છે.

 

મુલેઠીનો અને અજમાનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. જો દરરોજ સવારે એક કપ નવશેકા પાણીમાં એક ચપટી મુલેઠીનો પાવડર મિક્સ કરીને પીવામાં આવે તો સ્વાસ્થ્યને ખુબ જ ફાયદા મળી શકે છે. તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે.   

 

મુલેઠીનો ત્રણ ઈંચનો ટુકડો, એક ચમચી અજમો, અડધો ઈંચ આદુનો ટુકડો અને એક ચમચી ગોળ લો.

હવે તમામ ઘટકોને 1.5 કપ પાણીમાં ઓછામાં ઓછા બે મિનિટ માટે ઉકાળો. ત્યારબાદ તેને ગાળીને પીવો. આ સિવાય તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.