ચોમાસું આવતાં જ ઊંઘ આવે છે? આ રીતે શરીરને ફૂર્તિલું બનાવો

ચોમાસું વરસાદ અને ઠંડી હવા માણસને આળસથી ભરી દે છે. સવારે સમયે ઉઠવા માટે પોતાની જ જાતને સમજાવવી પડે છે. આ અનુભવ મોટાભાગના દરેકને થતો હશે તો તમારી કોઈ ભૂલ નથી. આ ચોમાસાંની ઋતુ જ એવી છે, પરંતુ જો આમ થતું હોય તો ઋતુ સાથે સાથે આપણાં ખાનપાન પર પણ ધ્યાન આપવું જોઈએ. કેટલાક ખોરાક […]

Share:

ચોમાસું વરસાદ અને ઠંડી હવા માણસને આળસથી ભરી દે છે. સવારે સમયે ઉઠવા માટે પોતાની જ જાતને સમજાવવી પડે છે. આ અનુભવ મોટાભાગના દરેકને થતો હશે તો તમારી કોઈ ભૂલ નથી. આ ચોમાસાંની ઋતુ જ એવી છે, પરંતુ જો આમ થતું હોય તો ઋતુ સાથે સાથે આપણાં ખાનપાન પર પણ ધ્યાન આપવું જોઈએ. કેટલાક ખોરાક એવા છે કે, જે આપણને દિવાસભર કાર્યરત રહેવા માટે મદદ કરે છે, જેનાથી આપણે તાકાતવાર અનુભવી છીએ. 

વરસાદ આવતા જ આપણને ભજીયાં, સમોસાં વગેરે તળેલું ખાવાનું મન થાય છે. ચા સાથે આવો જ કોઈ તળેલો નાસ્તો હોય છે. આપણા મનમાં એવું જ હોય છે કે વરસાદ આવે એટલે ભજીયા તો ખાવાના જ, પરંતુ આવો ખોરાક આપણને બટાકા જેવા મેદસ્વી બનાવી દે છે.

દુનિયાભરમાં થયેલી અનેક સ્ટડી પ્રમાણે તળેલો ખોરાક ફેટ અને કાર્બ્સથી ભરપૂર હોય છે. તેને વધુ માત્રામાં ખાવાથી દિવસભર તમને તમારું પેટ ભરેલું લાગે છે. જેનાથી તમને આળસ આવે છે અને તમે થાકેલા અનુભવો છો. તેનો એક જ ઉપાય છે કે તમે તમારા ડાયટમાં ફેરફાર કરો. મોસમ પ્રમાણે આપના મુડ અને મિજાજ બનાવી રાખવા નિષ્ણાતો આપણાં ખોરાકમાં સમયાંતરે ફેરફાર કરવા સૂચવે છે. જેમકે, વરસાદની સિઝનમાં સ્વાસ્થ્યપ્રદ, આનંદદાયક અને ઉર્જાથી ભરેલા ઋતુ આધારિત ખોરાક આપણાં ડાયટમાં ઉમેરવા જોઈએ. આ 5 ખોરાકને ડાયટમાં સામેલ કરવાથી તમે ફૂર્તિલા રહી શકો છો.

1. મસાલા ચા 

આપણે વર્ષોથી વરસાદને મસાલા ચા સાથે જોડી છે. તેનું કારણ તેમાં રહેલા મસાલા છે. તજ, લવિંગ, આદું જેવા મસાલાને કારણે આપણને પોષકતત્વો તો મળે જ છે પણ તે ચોમાસાને કારણે થતી બીમારી પણ ભગાવે છે. તેમાં રહેલું કેફીન આપણને ફ્રેશ રાખે છે. 

2. સૂપ 

સૂપ આપણને અંદરથી ગરમાવો આપે છે. તેનાથી આપણને કંઈક ગરમ ખાવાની ઈચ્છા તો પૂરી થાય જ છે પરંતુ, તે આપણને પોષણ આપવા સાથે તાજગીપૂર્ણ બનાવી રાખવામાં મદદ કરે છે. 

3. ખિચડી 

વિવિધ દાળ અનેક પોષકતત્વોનો ભંડાર છે. જો ચોખા અને દાળનું યોગ્ય મિશ્રણ કરી ખિચડી બનાવાય તો તે બનાવવામાં તો સરળ છે જ પણ તે સારા કાર્બનો ખજાનો છે અને આપણને ઉર્જાવાન બનાવી રાખવામાં મદદ કરે છે. 

4. ઉકાળો અને હર્બલ ચા 

ચોમાસાની ઋતુમાં પ્રાચીકાળથી ઉકાળો રોગ સામે રક્ષણ આપતું આવ્યું છે. અનેક પ્રકારની આયુર્વેદિક વનસ્પતિ અને મસાલાનું મિશ્રણ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને ઉર્જાથી ભરપૂર અનુભવવામાં મદદ કરે છે. તે ફલૂથી પણ રક્ષણ આપે છે. 

5. પ્રોબાયોટિક્સ 

આપણું ઊર્જાનું સ્તર આપણી ગટ હેલ્થ અર્થાત આંતરડાં પર પર પ્રભાવ પાડે છે. સારું પાચન અને મેટાબોલિઝમ આપણને દિવસભર સ્વસ્થ ખુશ અને કાર્યરત રહેવામાં મદદ કરે છે. આથી, વરસાદની ઋતુમાં ગેસ, એસિડિટીથી બચવા પ્રોબાયોટિક્સ લેવા જોઈએ.