Morning Drinks: ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ગુણકારી બની રહેશે આ હેલ્ધી પીણાં

Morning Drinks: કોઈ પણ વ્યક્તિ માટે આરોગ્યપ્રદ આહાર એ હંમેશા તંદુરસ્તીની ચાવી બની રહે છે. તેમાં પણ ડાયાબિટીસ (Diabetes)ના દર્દીઓએ તેમના બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવા માટે વિશેષ કાળજી લેવી પડે છે. ડાયાબિટીસના દર્દીઓએ ડાયેટમાં ફળો, શાકભાજી, આખા ધાન્ય અને લો ફેટ ડેરી પ્રોડક્ટ્સ વધારે લેવા જોઈએ.  ઉપરાંત કેટલાંક મોર્નિંગ ડ્રિંક્સ (Morning Drinks) સાથે દિવસની […]

Share:

Morning Drinks: કોઈ પણ વ્યક્તિ માટે આરોગ્યપ્રદ આહાર એ હંમેશા તંદુરસ્તીની ચાવી બની રહે છે. તેમાં પણ ડાયાબિટીસ (Diabetes)ના દર્દીઓએ તેમના બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવા માટે વિશેષ કાળજી લેવી પડે છે. ડાયાબિટીસના દર્દીઓએ ડાયેટમાં ફળો, શાકભાજી, આખા ધાન્ય અને લો ફેટ ડેરી પ્રોડક્ટ્સ વધારે લેવા જોઈએ. 

ઉપરાંત કેટલાંક મોર્નિંગ ડ્રિંક્સ (Morning Drinks) સાથે દિવસની શરૂઆત કરવી પણ એક આરોગ્યપ્રદ આદત બની રહે છે. જોકે તે પહેલા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે. ડાયાબિટીસના દર્દીઓ માટે કેટલાક ખૂબ જ આરોગ્યપ્રદ એવા મોર્નિંગ ડ્રિંક્સ (Morning Drinks)ની યાદી નીચે મુજબ છે.

1. ગરમ પાણી સાથે લીંબુ

હુંફાળા પાણીમાં લીંબુનો રસ નીચોવીને પીવાથી ડિટોક્સિફિકેશનમાં મદદ મળે છે અને સાથે જ વજન પણ નિયંત્રણમાં રહે છે. ગરમ પાણીમાં લીંબુનો રસ એ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ગુણકારી છે. 

2. તજની ચા

તજનું સેવન કરવાથી ઈન્સ્યુલિનની સેન્સિટિવિટી સુધરે છે. માટે ચામાં તજનો ટુકડો પણ સાથે ઉકાળવાથી બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. 

3. કારેલાનો રસ

કારેલામાં એવા તત્વો રહેલા છે જે ઈન્સ્યુલિન એક્શનની નકલ કરી શકે છે જે બ્લડ સુગર લેવલને નીચું લાવવામાં મદદરૂપ બને છે. મોર્નિંગ ડ્રિંક્સ (Morning Drinks)માં કારેલાનો રસ લેવાથી તે વધુ ગુણકારી બને છે. 

વધુ વાંચો… Winter Diet: શિયાળામાં તમારા આહારમાં આ 6 સૂકા મેવાને સામેલ કરો 

4. મેથીનું પાણી

મેથીના દાણામાં ખૂબ વધારે માત્રામાં ફાઈબર હોય છે. મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખીને વહેલી સવારે તે પાણી પીવાથી ડાયાબિટીસ (Diabetes)માં પણ રાહત મળે છે. 

5. આમળાનો રસ

આમળા એ વિટામીન સીથી ભરપૂર ફળ છે જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત રાખવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે પણ ઉપયોગી બની રહે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ લાભદાયી છે. 

6. કુંવારપાઠાનો રસ

કુંવારપાઠુ ત્વચા માટે ખૂબ ગુણકારી છે અને ઈજામાં પણ રાહત આપે છે. તેમાં હાઈપોગ્લાયકેમિક અસરો પણ રહેલી છે. વહેલી સવારે ખાલી પેટે થોડી માત્રામાં કુંવારપાઠાનો રસ પીવાથી બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. 

7. તુલસીની ચા

તુલસીના પાનમાં એન્ટી ડાયાબેટિક ગુણધર્મો હોય છે માટે બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવા માટે ચામાં તુલસીના તાજા પાન પણ ઉમેરવા જોઈએ. 

8. ગ્રીન સ્મૂધી

પાલક જેવા લીલા પાનને પ્રોટીન પાવડર સાથે ઉમેરીને તમે ગ્રીન સ્મૂધી તૈયાર કરી શકો છો જે તમને હાઈડ્રેટ રાખવાની સાથે જ ફાઈબર સહિતના પોષક દ્રવ્યો પૂરા પાડશે. 

આ સિવાય ડાયાબિટીસ (Diabetes)ના દર્દીઓએ ચામાં ખાંડ, અન્ય ગળ્યાં ઠંડા પીણા, આલ્કોહોલ, એનર્જી ડ્રિંક્સ, ફ્લેવર્ડ કોફી, લાતે વગેરેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.