ખરતા વાળ અટકાવવા માટે આ કુદરતી ઉપાય અપનાવો

ખરતા વાળ અટકાવવા માટે કુદરતે આપણને વિવિધ ઉપાયો આપેલા છે, અને તેમાં સમાવેશ થાય છે લાલ ડુંગળીનો. આપણા ભોજનના મુખ્ય ઘટક તરીકે આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. લાલ ડુંગળીમાં  આવશ્યક પોષક તત્વો અને સંયોજનો રહેલા છે જે વાળને ખરતા અટકાવે છે અને વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે. લાલ ડુંગળીમાં રહેલું સલ્ફર માથાની ચામડીમાં લોહીના […]

Share:

ખરતા વાળ અટકાવવા માટે કુદરતે આપણને વિવિધ ઉપાયો આપેલા છે, અને તેમાં સમાવેશ થાય છે લાલ ડુંગળીનો. આપણા ભોજનના મુખ્ય ઘટક તરીકે આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. લાલ ડુંગળીમાં  આવશ્યક પોષક તત્વો અને સંયોજનો રહેલા છે જે વાળને ખરતા અટકાવે છે અને વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે. લાલ ડુંગળીમાં રહેલું સલ્ફર માથાની ચામડીમાં લોહીના પરિભ્રમણમાં વધારો કરે છે, વાળના ફોલિકલ્સને ઉત્તેજિત કરે છે તેમજ માથામાં ચામડીમાં થતી બળતરામાં ઘટાડો થાય છે. વધુમાં, તેમાં એન્ટીઓકિસડન્ટ્સ રહેલા છે જે વાળને રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે.

ઓર્ગેનિક હેર કેર પ્રોડક્ટ્સ જેવા કે હેર ઓઈલ, શેમ્પૂ, કન્ડિશનરને લાલ ડુંગળીના અર્ક સાથે ભેળવવાથી બનતા  માસ્કથી, કુદરતી રીતે આપણે વાળને ખરતા અટકાવી શકીએ છીએ. ડો. ઇપ્સિતા ચેટર્જી ,  લોટસ હર્બલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ટેકનિકલ એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટના વાઈસ પ્રેસિડન્ટ, લાલ ડુંગળીના અસંખ્ય ફાયદાઓને કારણે તેને તમારી દૈનિક હેરકેર પદ્ધતિમાં ઉમેરવાની કેટલીક રીતો જણાવે છે.

ઉનાળામાં આ ભૂલો ટાળીને તમારા વાળને નુકસાનથી બચાવો

લાલ ડુંગળી દ્વારા તૈયાર કરેલ હેર ઓઈલના ફાયદા 

આ લાલ ડુંગળીના અર્કથી બનેલ વાળના તેલથી વાળ ખરતા અટકાવી શકાય છે. આ તેલ વાળના મૂળમાં ચામડીમાં નાખવામાં આવે છે જેનાથી વાળની મજબૂતાઈ વધે છે. માથામાં ચામડી પર થોડી વાર સુધી માલિશ કરો અને તેને વાળ ધોતા પહેલા માથામાં આખી રાત અથવા થોડા કલાકો સુધી રહેવા દો.  લાલ ડુંગળીના અર્ક સાથે બનાવાયું તેલ માત્ર વાળ ખરતા જ નહીં પરંતુ તમારા માથાની ચામડીને પણ મજબૂત બનાવે છે. જેથી તે વાળને મૂળથી જકડી રાખે છે તેથી તે ખરતા નથી.

શેમ્પૂ અને કન્ડિશનર 

લાલ ડુંગળીના અર્કથી તૈયાર કરેલ શેમ્પૂ અને કન્ડિશનરની તમારું હેરકેર રૂટિન પૂર્ણ કરો. આ ઉત્પાદનો તમારી તમારા વાળના ફોલિકલ્સને પોષણ આપીને માથામાં રહેલું વધારાનું તેલ અને અશુદ્ધિઓ દૂર કરે છે. સલ્ફેટ અને કઠોર કેમિકલ્સથી મુક્ત એવા કુદરતી વિકલ્પો શોધો. એન્ટીઑકિસડન્ટથી ભરપૂર ફોર્મ્યુલેશન તમારા વાળને  મજબૂત બનાવવામાં તેમજ વાળને તૂટતાં અટકાવવામાં મદદ કરે છે.

હેર માસ્ક

લાલ ડુંગળીની મદદથી બનેલા માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં એક વાર કરો અને વાળની કાળજી લો. તે વાળને ફરીથી ઉગાડવામાં મદદ કરે છે તેમજ તમારા માથાની ચામડીમાં પોષણ તેમજ વાળને મજબૂતાઈ આપે છે . લાલ ડુંગળી તેમજ અન્ય કુદરતી વસ્તુ, એલોવેરા અને નાળિયેર તેલ સાથે મળીને બનાવેલા હર માસ્ક વાળને ફરીથી ઉગાડવામાં અને વાળ ખરતા ઘટાડવામાં મદદ કરે છે.