Navratri 2023: ક્રિકેટ ફીવર વિથ નવરાત્રી, ખેલાડીઓના ગરબા રમતા ટેટુ ટ્રેન્ડિંગમાં

Navratri 2023: દેશભરમાં ક્રિકેટ વર્લ્ડ કપનો ફીવર જામ્યો છે. તેમાં પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ખૂબ રસપ્રદ મુકાબલો યોજાવા જઈ રહ્યો છે અને બીજા દિવસથી ગુજરાતીઓના પ્રિય નવરાત્રી (Navratri 2023)ના તહેવારની શરૂઆત થઈ રહી છે એટલે એક અલગ જ માહોલ છવાયો છે.  યુવાનોમાં ભારત અને પાકિસ્તાન (IND […]

Share:

Navratri 2023: દેશભરમાં ક્રિકેટ વર્લ્ડ કપનો ફીવર જામ્યો છે. તેમાં પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ખૂબ રસપ્રદ મુકાબલો યોજાવા જઈ રહ્યો છે અને બીજા દિવસથી ગુજરાતીઓના પ્રિય નવરાત્રી (Navratri 2023)ના તહેવારની શરૂઆત થઈ રહી છે એટલે એક અલગ જ માહોલ છવાયો છે. 

યુવાનોમાં ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની મેચ અને નવરાત્રીમાં ગરબે ઝૂમવાનો ભારે ઉત્સાહ થનગની રહ્યો છે. ઘણી વખત મેચ દરમિયાન સ્ટેડિયમમાં પણ ગરબાના સ્ટેપ લેતા દર્શકો જોવા મળતા હોય છે ત્યારે આ વખતે નવરાત્રી સાથે ક્રિકેટને જોડીને એક નવો પ્રયોગ ટ્રેન્ડમાં આવી રહ્યો છે. જેમાં યુવાનો પોતાના શરીર પર ક્રિકેટને અનુરૂપ વિવિધ ટેટુ (Tattoos) કરાવી રહ્યા છે. 

નવરાત્રી અને ક્રિકેટ વર્લ્ડ કપ (World Cup 2023)ને ધ્યાનમાં રાખીને ટેટુ આર્ટિસ્ટ્સ દ્વારા ખૂબ નવતર પ્રકારના ટેટુ તૈયાર કરવામાં આવ્યા છે જે બોડી ફ્રેન્ડલી હોવાની સાથે જ બજેટને પણ અનુરૂપ છે. આ પ્રકારના ટેટુ ચિતરાવીને અમદાવાદનું યુવાધન સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન મેચ IND vs PAK દરમિયાન ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા માટે ભારે ઉત્સુક છે. 

વધુ વાંચો: નવરાત્રિમાં મીઠાઈનો સ્વાદ માણવા માટે આ 5 રેસિપી ટ્રાય કરો

આ પ્રકારના ટેટુમાં વર્લ્ડ કપની દાવેદારી કરતા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને પાકિસ્તાનની ટીમના કેપ્ટન બાબર આઝમના ટેટુ ઉપરાંત વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ગરબા (Garba) રમતા ટેટુ પણ ખૂબ જ ટ્રેન્ડમાં છે. ખાસ કરીને યુવતીઓ પોતાની પીઠમાં આ પ્રકારના ટેટુ કરાવીને નવરાત્રી (Navratri 2023)ને અનુલક્ષીને પરંપરાગત ચણિયાચોળી અને આભૂષણોથી સજ્જ થઈને મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા માટે ભારે ઉત્સુક છે. 

આ પ્રકારના ટેટુ (Tattoos) માટે બોડી ફ્રેન્ડલી રેડ, વ્હાઈટ, ગોલ્ડન, બ્લેક વગેરે રંગનો ઉપયોગ કરવામાં આવે છે. ટેટુમાં વપરાતા કલર, તેની સ્ટાઈલ અને સાઈઝ પ્રમાણે તેની કિંમત 500 રૂપિયાથી 5,000 રૂપિયા સુધીની હોય છે. 

વધુ વાંચો: ગરબા આયોજકોને સ્થળ પર ડોક્ટર, 108 એમ્બ્યુલન્સની સેવા તૈનાત રાખવા આદેશ

ટેટુ દ્વારા મેસેજ આપવા પ્રયત્ન

યુવાનોમાં ખેલાડીઓના વિવિધ ટેટુ ધૂમ મચાવી રહ્યા છે તે સાથે જ અમુક વિશેષ પ્રકારના સંદેશા આપતા ટેટુ પણ ટ્રેન્ડમાં છે. ખાસ કરીને હાલ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ખૂબ જ ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં હજારો લોકોના મોત થઈ રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને યુવતીઓ શાંતિની અપીલ કરતા ટેટુ પણ કરાવી રહી છે. 

આમ યુવતીઓમાં બેકલેસ પહેરીને મેચ દરમિયાન ટેટુ (Tattoos) ફ્લોન્ટ કરવાના ટ્રેન્ડના કારણે ટેટુ આર્ટિસ્ટ હાલ ખૂબ જ વ્યસ્ત જોવા મળી રહ્યા છે. સાથે જ યુવકોમાં પણ પોતાના હાથ પર ગમતા ખેલાડી કે વર્લ્ડ કપના ટેટુ ચિતરાવવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.