Navratri 2023: મુંબઈવાસીઓને ભેટ, 9 દિવસ મેટ્રો સેવાના સમયમાં કરાયો વધારો

Navratri 2023: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) દ્વારા શુક્રવારના રોજ કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે તેઓ નવરાત્રી (Navratri 2023)ના તહેવાર દરમિયાન 19મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર સુધી લાઈન 2A અને 7 પર મેટ્રો સેવા (metro services)નો વિસ્તાર કરશે. MMRDAના કહેવા પ્રમાણે નવરાત્રી દરમિયાન મેટ્રો સેવામાં વિસ્તાર કરવાનો નિર્ણય એ શહેરના રહેવાસીઓ માટે એક ભેટ છે. વધુમાં […]

Share:

Navratri 2023: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) દ્વારા શુક્રવારના રોજ કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે તેઓ નવરાત્રી (Navratri 2023)ના તહેવાર દરમિયાન 19મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર સુધી લાઈન 2A અને 7 પર મેટ્રો સેવા (metro services)નો વિસ્તાર કરશે.

MMRDAના કહેવા પ્રમાણે નવરાત્રી દરમિયાન મેટ્રો સેવામાં વિસ્તાર કરવાનો નિર્ણય એ શહેરના રહેવાસીઓ માટે એક ભેટ છે. વધુમાં જણાવ્યું હતું કે, આ નિર્ણયના લીધે મુંબઈના લોકો ટ્રાફિકની સમસ્યા અને મોડી રાતે મુસાફરી માટે થતા ખર્ચાની ચિંતા કર્યા વગર મન મુકીને નવરાત્રી (Navratri 2023)ના તહેવારનો આનંદ માણી શકશે. 

વધુ વાંચો: માતા દુર્ગાનો આશીર્વાદ મેળવવા માટે કરો આ મંત્રોનો જાપ

Navratri 2023 માટે ખાસ ભેટ

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીના નિવેદન પ્રમાણે “‘ટૂંક સમયમાં નવરાત્રીના ભવ્ય તહેવારનો આરંભ થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી અને MMRDAના અધ્યક્ષ એકનાથ શિંદેએ નવરાત્રી દરમિયાન મુસાફરોની સુરક્ષા અને સુગમતાને ધ્યાનમાં રાખીને લાઈન 2A અને 7 પર મેટ્રો સેવાનો વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે. તેમના માર્ગદર્શન અને સમર્થનથી મહા મુંબઈ મેટ્રો 19થી 23 ઓક્ટોબર, 2023 દરમિયાન સેવામાં વિસ્તારની ભેટ લાવે છે.”

આ ઉપરાંત મુંબઈવાસીઓને નવરાત્રી (Navratri 2023)ની ઉજવણીમાં ટ્રાફિક અને મોડી રાતે મુસાફરીના ખર્ચાની ચિંતા કર્યા વગર તહેવારનો આનંદ માણવા માટે જણાવવામાં આવ્યું હતું. 

મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)એ શહેરના રહેવાસીઓની સુખાકારી માટેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મુંબઈ મેટ્રો નાગરિકોને આરામ અને સલામતી આપવા કટિબદ્ધ છે. નવરાત્રી દરમિયાન અનેક લોકો મોડી રાત સુધી મુસાફરી કરતા હોય છે. તેમને મુસાફરી દરમિયાન સલામતી અને આરામ મળી રહે તે સુનિશ્ચિત કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

વધુ વાંચો: ગુજરાતમાં યુનાઈટેડ વે ઓફ બરોડા ગરબા મહોત્સવની રંગેચંગે તૈયારી

મેટ્રો સેવાના વિસ્તારથી શું લાભ થશે?

મેટ્રો ટ્રેનના સમય પત્રક પ્રમાણે છેલ્લી ટ્રેનનો સમય રાત્રિના 10:30 વાગ્યાનો છે પણ નવરાત્રી દરમિયાન મેટ્રો સેવા (metro services)નો વિસ્તાર કરવામાં આવ્યો હોવાથી તે 12:20 વાગ્યા સુધી દોડતી રહેશે. જેમાં દર 15 મિનિટે ટ્રેનની ઉપલબ્ધિ સાથે 14 નવી ટ્રિપ્સ સામેલ હશે. 

નોંધનીય છે કે, નવરાત્રીના તહેવાર દરમિયાન વિવિધ સ્થળોએ ગરબા અને દાંડિયા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જોકે આ કાર્યક્રમોમાંથી રાત્રિના સમયે ઘરે જતી વખતે ટ્રાન્સપોર્ટની સમસ્યા નડતી હોય છે. તેને ધ્યાનમાં રાખીને જ પ્રશાસને મેટ્રો સેવાનો વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે. સૌથી પહેલા ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકર દ્વારા નવરાત્રી દરમિયાન મેટ્રો સેવાનો વિસ્તાર કરવાની માગણી કરવામાં આવી હતી. 

મેટ્રો ટ્રેન સેવાના મુસાફરોની સંખ્યામાં દર મહિને સરેરાશ 5 ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે જે મહા મુંબઈ મેટ્રો માટે મુંબઈવાસીઓની રૂચિમાં થઈ રહેલા વધારાને સૂચવે છે.