Navratri 2023: જાણો કળશ સ્થાપનની સંપૂર્ણ વિધિ અને શુભ મુહૂર્ત વિશે

Navratri 2023: આજથી શારદીય નવરાત્રીના પાવન પર્વની શરૂઆત થઈ ગઈ છે. 15મી ઓક્ટોબરથી 24મી ઓક્ટોબર સુધી ચાલનારા નવરાત્રીના આ તહેવારમાં માતા દુર્ગા (Goddess Durga)ની આરાધના કરવામાં આવે છે. નવરાત્રી  (Navratri 2023)ના આ 9 દિવસ દરમિયાન આદિ શક્તિના 9 સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.  શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે. ઉપરાંત આ […]

Share:

Navratri 2023: આજથી શારદીય નવરાત્રીના પાવન પર્વની શરૂઆત થઈ ગઈ છે. 15મી ઓક્ટોબરથી 24મી ઓક્ટોબર સુધી ચાલનારા નવરાત્રીના આ તહેવારમાં માતા દુર્ગા (Goddess Durga)ની આરાધના કરવામાં આવે છે. નવરાત્રી  (Navratri 2023)ના આ 9 દિવસ દરમિયાન આદિ શક્તિના 9 સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. 

શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે. ઉપરાંત આ દિવસે કળશ સ્થાપન (Kalash sthapan)ની વિધિનું પણ વિશેષ મહત્વ રહેલું છે. કળશ સ્થાપનની વિધિ માટે શું કરવામાં આવે છે અને તે માટેના શુભ મુહૂર્ત સહિતની અનેક બાબતો ધ્યાનમાં રાખવી પણ ખૂબ જરૂરી બની રહે છે. 

Navratri 2023 માટે કળશ સ્થાપન મુહૂર્ત

કળશ સ્થાપન માટે પ્રતિપદા તિથિનો સમય શુભ ગણાય છે. આ વર્ષે પ્રતિપદા તિથિ સૂર્યોદયથી રાત્રે 11:52 સુધી છે, પરંતુ 15 ઓક્ટોબર, 2023 રવિવારના રોજ સૂર્યોદયથી શરૂ થઈને ચિત્રા નક્ષત્ર સાંજે 6:43 સુધી અને વૈધૃતિ યોગ રાત્રે 11:56 સુધી રહેશે. આમ ચિત્રા નક્ષત્ર અને વૈધૃતિ યોગના સંયોગને કારણે કળશ સ્થાપન નિષેધ માનવામાં આવે છે. 

આ કારણથી અભિજિત મુહૂર્તમાં કળશ સ્થાપન કરવી શુભ રહેશે. અભિજિત મુહૂર્ત તમામ શુભ કાર્યો માટે ખૂબ જ શુભ છે. જે પ્રતિપદાના દિવસે બપોરે 11:36 થી 12:24 સુધી રહેશે માટે આ સમય દરમિયાન કળશ સ્થાપન (Kalash sthapan) વિધિ કરવી શુભ ગણાશે.

વધુ વાંચો: નવરાત્રીના માટે કળશ સ્થાપનના મુહૂર્ત જાણો

કળશ સ્થાપનની સંપૂર્ણ વિધિ

કળશ સ્થાપના કરતી વખતે ૐ હ્રી ક્લી ચામુંડાહે વિચ્ચે લખો તથા ૐ હ્રીં શ્રી ૐનો મંત્રોચ્ચાર કરવો.

સૌ પ્રથમ જ્યાં કળશનું સ્થાપન કરવું હોય તે જગ્યા ગંગાજળ છાંટીને પવિત્ર કરો. બાદમાં ત્યાં વેદી બનાવવા માટે વધારે માત્રામાં ચોખા, ઘંઉ અથવા તો જવ મૂકી અષ્ટદળ કમળ બનાવો અને તેના પર કળશ સ્થાપન કરો. કળશમાં ગંગાજળ મિશ્રિત જળ લો અને કળશની બહારની બાજુ કુમકુમથી તિલક કરો. ત્યારબાદ કળશ પર લાલદોરો અથવા નાડાછડી (રોલી)ને 5, 7 કે 9 વાર લપેટો પરંતુ તેને ગાંઠ ન મારવી. કળશની એક બાજુ સ્વસ્તિકનું ચિહ્ન બનાવો. 

કળશ પર લાલ દોરો બાંધ્યા બાદ અંદર રહેલા જળમાં કુમકુમથી છંટકાવ કરો. બાદમાં ચપટી કાળા તલ, પીળી સરસવ, એક સોપારી, 3 લવિંગ, પંચામૃત (1 ચમચી જેટલું લેવું), ઈલાયચી અને એક સિક્કો કળશની અંદર મૂકવો. ત્યાર બાદ આસોપાલવના પાન અથવા કપૂરી પાન મૂકી નાળિયેર મૂકવું. નાળિયેર પર કુમકુમનું તિલક કરી અબીલ-ગુલાલથી પૂજા કરો. નાળિયેર પર તમે ચૂંદડી પણ ઓઢાડી શકો છો. ઘણાં લોકો લાલ કપડામાં લપેટેલું નાળિયેર કળશ પર મૂકતા હોય છે. 

વધુ વાંચો: Navratri Fasting: શું ડાયાબિટીસ હોય તો ઉપવાસ કરી શકાય? જાણો વિગતે