Navratri 2023: ગુજરાતમાં યુનાઈટેડ વે ઓફ બરોડા ગરબા મહોત્સવની રંગેચંગે તૈયારી

Navratri 2023: આગામી 15મી ઓક્ટોબરથી 24મી ઓક્ટોબર દરમિયાન દેશભરમાં નવરાત્રીના (Navratri 2023) તહેવારની ધામધૂમથી ઉજવણી થશે. નવરાત્રીનો તહેવાર દેશભરમાં ખૂબ જ પ્રચલિત તહેવાર છે પરંતુ ગુજરાતની નવરાત્રીની વાત જ અનેરી છે તેમ કહી શકાય. ગુજરાતીઓ અને ગરબા આ બંને શબ્દો એકબીજાના પૂરક સમાન લાગે છે. ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ઘણાં વર્ષોથી યુનાઈટેડ વે ઓફ બરોડા (United […]

Share:

Navratri 2023: આગામી 15મી ઓક્ટોબરથી 24મી ઓક્ટોબર દરમિયાન દેશભરમાં નવરાત્રીના (Navratri 2023) તહેવારની ધામધૂમથી ઉજવણી થશે. નવરાત્રીનો તહેવાર દેશભરમાં ખૂબ જ પ્રચલિત તહેવાર છે પરંતુ ગુજરાતની નવરાત્રીની વાત જ અનેરી છે તેમ કહી શકાય. ગુજરાતીઓ અને ગરબા આ બંને શબ્દો એકબીજાના પૂરક સમાન લાગે છે. ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ઘણાં વર્ષોથી યુનાઈટેડ વે ઓફ બરોડા (United Way Of Baroda) ગરબા મહોત્સવ લોકપ્રિય બની રહ્યો છે. 

નવરાત્રી (Navratri 2023) દરમિયાન દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં ગરબાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેમાં યુનાઈટેડ વે ઓફ બરોડા ગરબા મહોત્સવને લઈ ગરબાના રસિકોમાં ભારે આકર્ષણ જોવા મળે છે. યુનાઈટેડ વે ઓફ બરોડા (United Way Of Baroda) ગરબા મહોત્સવમાં હજારો લોકો માતાજીની આરાધના કરીને ગરબાના કાર્યક્રમોનો આનંદ માણે છે. 

યુનાઈટેડ વે ઓફ બરોડા ગરબા મહોત્સવમાં લોકગાયકો દ્વારા ગુજરાતી ગીતો અને ભજનોની રમઝટ બોલાવવામાં આવે છે અને છોકરાઓ અને છોકરીઓ દ્વારા ગરબાની મજા માણવામાં આવે છે. તેમાં ભાગ લેવા માટે સત્તાવાર વેબસાઈટ દ્વારા નોંધણી કરાવવાની હોય છે અને આ વર્ષે 10મી ઓક્ટોબર નોંધણી માટેનો છેલ્લો દિવસ હતો. 

વધુ વાંચો: Navratri Festival: ગરબા આયોજકોને સ્થળ પર ડોક્ટર, 108 એમ્બ્યુલન્સની સેવા તૈનાત રાખવા આદેશ

Navratri 2023માં પણ અતુલ પુરોહિતની હાજરી

યુનાઈટેડ વે ઓફ બરોડા ગરબા મહોત્સવ દરમિયાન દર વર્ષની માફક ટોચના લોકગાયક અતુલ પુરોહિતની હાજરી શોની આગવી વિશેષતા બની રહેશે. શાસ્ત્રીય ગાયક અતુલ પુરોહિતે 1992માં રૂતંભરા ગ્રુપની સ્થાપના કરી હતી. 

દર વર્ષે નવરાત્રી (Navratri 2023) દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યુનાઈટેડ વે ઓફ ગરબાની ભવ્ય ઉજવણી થતી હોય છે. યુનાઈટેડ વે ઓફ ગરબા Navratri 2023માં 36 વર્ષ પૂર્ણ કરશે. એક જ સ્થળે સૌથી વધુ સંખ્યામાં ગરબા નર્તકોને હોસ્ટ કરવા માટે તેણે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવેલું છે.

વધુ વાંચો: Navratri Recipie: ઉપવાસ દરમિયાન બટાકાની આ 5 પરંપરાગત વાનગીઓ બનાવીને આનંદ મેળવો

United Way Of Baroda વિશે

બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1998 અને FCRA હેઠળ યુનાઈટેડ વે ઓફ બરોડાની નોંધણી થયેલી છે. તેના દ્વારા ત્રણ દાયકા કરતાં વધુ સમયથી ગુજરાત અને તેની આસપાસના વંચિતોના જીવનની ગુણવત્તામાં સતત સુધારો કરવા સમુદાયો, સ્થાનિક એનજીઓ અને સરકારને મદદ કરવામાં આવી રહી છે.

વડોદરા શહેરના રેસકોર્સ ખાતે જ્યાં હવે ઈન્કમટેક્સ બિલ્ડીંગ આવેલી છે ત્યાં પ્રથમ વખત યુનાઈટેડ વે ઓફ બરોડા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હરીપથ સોસાયટીમાં પણ શેરી ગરબા કરવામાં આવ્યા હતા.

1988માં શિવ મહેલમાં યુનાઈટેડ વે ઓફ બરોડા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબાના લોકગીતોમાં યોગદાન આપનારા ડૉ. કલ્હંસ પટેલ અને સમાબેને હાજરી આપી હતી. થોડા વર્ષો પછી 1994માં તેમાં અતુલ પુરોહિત પણ જોડાયા હતા. આ વર્ષે કલાલીના એમએમ પટેલ ફાર્મ ખાતે યુનાઈટેડ વે ઓફ બરોડા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવશે.