Navratri 2023: ઉપવાસ દરમિયાન એનર્જી લેવલ જાળવી રાખવા માટે ટ્રાય કરો આ હેલ્ધી પીણાં

Navratri 2023: માઈભક્તો અને ગરબાપ્રેમીઓમાં શારદીય નવરાત્રી (Navratri 2023)ના તહેવારને લઈ અનેરો ઉત્સાહ વ્યાપેલો છે. દેશભરમાં માતા જગદંબાના ભક્તો પૂજા-અર્ચના ઉપરાંત ઉપવાસ પાળીને નવરાત્રીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે. ઉપવાસ દરમિયાન હાઈડ્રેટ રહેવું પણ ખૂબ જરૂરી છે. અમે તમારા માટે હેલ્ધી પીણાં (Healthy Drinks)ની એવી સ્વાદિષ્ટ રેસિપી લઈને આવ્યા છીએ જે તમને નવરાત્રી દરમિયાન તરોતાજા […]

Share:

Navratri 2023: માઈભક્તો અને ગરબાપ્રેમીઓમાં શારદીય નવરાત્રી (Navratri 2023)ના તહેવારને લઈ અનેરો ઉત્સાહ વ્યાપેલો છે. દેશભરમાં માતા જગદંબાના ભક્તો પૂજા-અર્ચના ઉપરાંત ઉપવાસ પાળીને નવરાત્રીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે. ઉપવાસ દરમિયાન હાઈડ્રેટ રહેવું પણ ખૂબ જરૂરી છે. અમે તમારા માટે હેલ્ધી પીણાં (Healthy Drinks)ની એવી સ્વાદિષ્ટ રેસિપી લઈને આવ્યા છીએ જે તમને નવરાત્રી દરમિયાન તરોતાજા રાખશે. 

1. સાબુદાણા ઠંડાઈ

ઠંડાઈ એ એક પરંપરાગત પીણું છે. નવરાત્રી (Navratri 2023) દરમિયાન ઠંડાઈ સાથે સાબુદાણાનું કોમ્બિનેશન કરવાથી આખો દિવસ પેટ ભરેલું લાગશે અને તે એક હેલ્ધી પીણાંનો શ્રેષ્ઠ વિકલ્પ પણ બની રહેશે. તેમાં રહેલા ઈલાયચી, વરિયાળી અને કાળા મરી પાચનશક્તિ વધારવાનું કામ પણ કરશે. 

2. કોકોનટ ડેટ સ્મૂધી

લીલા નાળિયેરના પાણી અને મલાઈને ખજૂર, થોડો ઈલાયચી પાવડર અને એક ચપટીથી પણ ઓછા મીઠા સાથે બ્લેન્ડ કરીને તમે કોકોનટ ડે સ્મૂધી તૈયાર કરી શકો છો. ઉપવાસ દરમિયાન આ હેલ્ધી પીણાં (Healthy Drinks)ને ડાયેટમાં સામેલ કરવાથી તમારા શરીરને જરૂરી વિટામીન્સ અને મિનરલ્સ મળી રહેશે.

3. ફુદિના, કાકડીનો જ્યુસ

કાકડી ખાવાથી શરીરને ઠંડક મળે છે. ઉપવાસ દરમિયાન શરીર અને પાચન માટે જરૂરી વિટામીન સી, મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર ફુદિના કાકડીના જ્યુસથી શરીરને ઠંડક મળશે. 

વધુ વાંચો: ઉપવાસ દરમિયાન આ 5 મિલેટ્સની વાનગી બનશે પોષણનો સ્ત્રોત

4. અનાનસનો જ્યુસ

તાજા અનાનસના ટુકડામાં થોડાં તુલસીના પાન ઉમેરીને જ્યુસ બનાવી તેમાં મધ અને સહેજ લીંબુનો રસ નીચોવીને પીવાથી શરીરને તાજગીનો અનુભવ થશે. 

5. બનાના આલમન્ડ શેક

આલમન્ડ મિલ્કમાં ફ્રોઝન કેળા અને ચપટી તજનો પાવડર, થોડું મધ ઉમેરીને બનાવેલી પોટેશિયમ અને ફાઈબરથી ભરપૂર સ્મૂધી તમને લાંબો સમય સુધી બિનજરૂરી ખાવાથી દૂર રાખી તમારી ભૂખ સંતોષવામાં ઉપયોગી બનશે. 

6. આમલીનો જ્યુસ

ગરમ પાણીમાં પલાળેલી આમલીના ગરને ગળણીની મદદથી ગાળી લો અને તેમાં બ્લેક સોલ્ટ, શેકેલા જીરાનો પાવડર, થોડો ગોળ કે મધ ઉમેરી બનાવેલા આ હેલ્ધી પીણાં (Healthy Drinks)માં બરફના ટુકડા નાખીને સર્વ કરો. આમલીનો આ જ્યુસ પાચનમાં મદદ કરવાની સાથે એક અનન્ય સ્વાદની અનુભૂતિ કરાવશે. 

વધુ વાંચો: ઉપવાસ દરમિયાન તીખું-તળેલું ખાવાના બદલે અપનાવો 7 આરોગ્યપ્રદ ટિપ્સ

7. દાડમનો રસ

દાડમના તાજા રસમાં થોડાં તુલસીના પાન, લીંબુનો રસ અને સોડા ઉમેરીને બનાવેલું એન્ટી ઓક્સિડેન્ટ્સ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર આકર્ષક પીણું તમારા શરીરનું ઓક્સિડેટિવ ડેમેજ સામે રક્ષણ કરશે. 

આમ, આ નવરાત્રી (Navratri 2023)ના ઉપવાસ દરમિયાન સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર પીણાંની મદદથી તમે એનર્જી લેવલ જાળવી રાખવાની સાથે જ સ્વાદની લિજ્જત પણ માણી શકશો.