Navratri 2023: તમારા પ્રિયજનોને માતા દુર્ગાના ઉત્સવની શુભેચ્છા પાઠવવા જુઓ આ ખાસ મેસેજની યાદી

Navratri 2023: આજથી શારદીય નવરાત્રીના પવિત્ર તહેવારનો આરંભ થઈ ગયો છે અને દેશભરમાં માતા દુર્ગા (Goddess Durga)ના ભક્તોમાં અનેરો ઉત્સાહ વ્યાપ્યો છે. આ વર્ષે 15મી ઓક્ટોબરથી 24મી ઓક્ટોબર દરમિયાન નવરાત્રી (Navratri 2023)નો તહેવાર ઉજવાશે. નવરાત્રીના તહેવાર દરમિયાન આજના સોશિયલ મીડિયાના યુગમાં માતા દુર્ગાના ઉત્સવની શુભેચ્છા પાઠવતા મેસેજ, ફોટો વગેરે શેર કરવાનું ચલણ પણ વધ્યું છે.  […]

Share:

Navratri 2023: આજથી શારદીય નવરાત્રીના પવિત્ર તહેવારનો આરંભ થઈ ગયો છે અને દેશભરમાં માતા દુર્ગા (Goddess Durga)ના ભક્તોમાં અનેરો ઉત્સાહ વ્યાપ્યો છે. આ વર્ષે 15મી ઓક્ટોબરથી 24મી ઓક્ટોબર દરમિયાન નવરાત્રી (Navratri 2023)નો તહેવાર ઉજવાશે. નવરાત્રીના તહેવાર દરમિયાન આજના સોશિયલ મીડિયાના યુગમાં માતા દુર્ગાના ઉત્સવની શુભેચ્છા પાઠવતા મેસેજ, ફોટો વગેરે શેર કરવાનું ચલણ પણ વધ્યું છે. 

નવરાત્રીના 9 દિવસ દરમિયાન માતા દુર્ગાના 9 સ્વરૂપોની આરાધના કરવામાં આવતી હોય છે. ત્યારે તમે પણ નવરાત્રી (Navratri 2023) દરમિયાન તમારા પ્રિયજનોને દરરોજ માતાજીના વિવિધ સ્વરૂપના ફોટો સાથે એક ખાસ મેસેજ પાઠવીને તેમને તમારી ખુશીમાં સામલે કરી શકો છો અને તેમનો માતા દુર્ગા પ્રત્યેનો વિશ્વાસ વધારી શકો છો. 

વધુ વાંચો: ગુજરાતમાં નવરાત્રી માટે જગવિખ્યાત આ 6 સ્થળો વિશે જાણો

અહીં દર્શાવેલા નવરાત્રી શુભેચ્છા (Navratri Wishes) મેસેજ તમે તમારા મિત્રો, પરિવારજનોને મોકલવા ઉપરાંત ફેસબુક, ઈન્સ્ટા સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરી શકો છો. માતા દુર્ગા (Goddess Durga)ના સન્માનમાં તૈયાર કરવામાં આવેલા નવરાત્રી શુભેચ્છા મેસેજની યાદી આ પ્રમાણે છેઃ

– માતા દુર્ગા તમને કોઈ પણ કઠિન પરિસ્થિતિમાંથી ઉગરવા માટે ઉર્જા અને સાહસ પ્રદાન કરે. શુભ નવરાત્રી.

– તહેવારના આ 9 દિવસ તમારા અને તમારા પ્રિયજનો માટે આશા, ઉમંગ અને અસીમ આનંદ લઈને આવે. નવરાત્રીની શુભેચ્છાઓ.

– આ પવિત્ર તહેવાર દરમિયાન માતા દુર્ગા તમને અને તમારા પરિવારને હસી-ખુશીથી છલોછલ જીવન અર્પે તેવી પ્રાર્થના. 

– તમારી તમામ ચિંતાઓ ભૂલી જાઓ. ફરી તમારા ચહેરા પર સ્મિતને સજાવી દો કારણ કે માતા દુર્ગા તમારા પર આશીર્વાદ વરસાવવા માટે પધારી ચુક્યા છે. તમને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

– માતા દુર્ગાની મનમોહક આભા તમારી પર દિવ્ય આશીર્વાદ પાથરે. તમને અને તમારા પ્રિયજનોને આનંદમય તહેવારની શુભેચ્છા. શુભ નવરાત્રી. 

– માતા દુર્ગા તમને જીવનની તમામ અડચણો દૂર કરવા શક્તિ, બુદ્ધિ અને સાહસ પ્રદાન કરે. શુભ નવરાત્રી. 

– આ નવરાત્રી તમારા ઘર અને હૃદયને ખુશી અને સમૃદ્ધિથી ભરી દે. તમને અને તમારા વહાલા સ્વજનોને નવરાત્રીની શુભેચ્છાઓ. 

– નવરાત્રીનો આ જાદુઈ તહેવાર સામાન્યને અસાધારણ બનાવે, અંધકારને પ્રકાશમાં ફેરવે અને પીડાને આનંદમાં ફેરવી દે તેવી શુભેચ્છાઓ. 

– તમારી તમામ પીડાઓ અને તણાવ પાછળ છૂટે અને વિશ્વમાં શાંતિ અને આનંદ પ્રસરે તેવી નવરાત્રીના પાવન પર્વ દરમિયાન શુભેચ્છા. શુભ નવરાત્રી.

– નવરાત્રીના આ 9 દિવસ તમારા દ્વારા કરવામાં આવતા ઉપવાસ અને પ્રાર્થનાનું ફળ માતા દુર્ગાના દિવ્ય આશીર્વાદ સ્વરૂપે મળે તેવી પ્રાર્થના. શુભ નવરાત્રી.

વધુ વાંચો: જાણો કળશ સ્થાપનની સંપૂર્ણ વિધિ અને શુભ મુહૂર્ત વિશે

તહેવાર દરમિયાન તમે અહીં દર્શાવેલા નવરાત્રી શુભેચ્છા (Navratri Wishes) મેસેજ શેર કરીને તમારા પ્રિયજનોને તેઓ ખાસ હોવાની લાગણી દર્શાવવાની સાથે જ તેમના જીવનમાં સકારાત્મકતા ફેલાવવામાં મદદરૂપ બની શકો છો.