Navratri 2023: ઉપવાસ દરમિયાન સાત્વિક ભોજન કરવાના ફાયદા જાણીને ચોંકી જશો

Navratri 2023: આયુર્વેદ અને યોગ વિજ્ઞાનમાં સાત્વિક ભોજન (Sattvik Food)ને શુદ્ધ, સરળ, આસાનીથી ઉપલબ્ધ અને ઋતુ પ્રમાણેના ખોરાક તરીકેની માન્યતા મળેલી છે. નવરાત્રી (Navratri 2023) દરમિયાન સાત્વિક ભોજન કરવાથી શરીરને માનસિક અને શારીરિક રીતે શું ફાયદા મળે છે તે અંગે જાણીને તમે અચંબિત થઈ જશો. આગામી 15મી ઓક્ટોબરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીના […]

Share:

Navratri 2023: આયુર્વેદ અને યોગ વિજ્ઞાનમાં સાત્વિક ભોજન (Sattvik Food)ને શુદ્ધ, સરળ, આસાનીથી ઉપલબ્ધ અને ઋતુ પ્રમાણેના ખોરાક તરીકેની માન્યતા મળેલી છે. નવરાત્રી (Navratri 2023) દરમિયાન સાત્વિક ભોજન કરવાથી શરીરને માનસિક અને શારીરિક રીતે શું ફાયદા મળે છે તે અંગે જાણીને તમે અચંબિત થઈ જશો.

આગામી 15મી ઓક્ટોબરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીના તહેવાર (Navratri Festival) દરમિયાન 9 દિવસ માતા દુર્ગાના અનેક ભક્તો દ્વારા ઉપવાસ (Fasting) કરવામાં આવે છે. લોકો પોતપોતાના ઘરોની પરંપરાનુસાર નવરાત્રી દરમિયાન 2થી 9 દિવસ ઉપવાસ કરે છે. જોકે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરવામાં આવે કે નહીં પરતુ 9 દિવસ સાત્વિક ભોજન (Sattvik Food) કરવાનું અનેરૂ મહત્વ રહેલું છે. 

વધુ વાંચો: નવરાત્રીના તહેવાર દરમિયાન આ રંગોના વસ્ત્રો પહેરવાથી થશે માતા દુર્ગાના આશીર્વાદનો વરસાદ

Navratri 2023 અને સાત્વિક ભોજન

અનેક લોકો નવરાત્રીના ઉપવાસ (Navratri Fasting) દરમિયાન ડુંગળી, લસણ, કંદમૂળ, ચા, કોફીનું સેવન કરવાનું ટાળે છે. ઉપરાંત અમુક પ્રકારના અનાજ, મીઠું અને શાકભાજીને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. ઉપરાંત રાજગરા, સામા, શિંગોડા સહિતના ફરાળી લોટને પણ ભોજનમાં સ્થાન આપવામાં આવે છે. 

આ નવરાત્રી (Navratri 2023) દરમિયાન તમે પણ સાત્વિક ભોજન કરીને શરીરની આંતરિક સફાઈ કરી શકો છો. તો ચાલો જાણીએ સાત્વિક ભોજન (Sattvik Food) કરવાથી થતા લાભ વિશેઃ

1. ક્લીનઝિંગ અને ડિટોક્સિફિકેશન

સાત્વિક ભોજન હળવું, પાચનમાં સરળ, વધુ પડતા મસાલા અને ફેટથી મુક્ત હોય છે જેથી શરીર ડિટોક્સિફાઈ થાય છે અને પાચન તંત્રને થોડો સમય રાહત મળે છે. 

2. ઉર્જા મળે છે

સાત્વિક ખોરાક કુદરતી પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તે ખૂબ સરળતાથી બની જાય છે. આવા ખોરાકનું સેવન કરવાથી આખો દિવસ ઉર્જા મળી રહે છે. 

3. માનસિક સ્પષ્ટતા 

સાત્વિક ભોજનમાં જે સાદગી રહેલી હોય છે વ્યક્તિની માનસિક સ્પષ્ટતાને વધારે વેગવાન બનાવે છે. સાથે જ માનસિક વિક્ષેપ પણ ઘટાડે છે. ખાસ કરીને ધ્યાન અને પ્રાર્થના દરમિયાન તેની અનુભૂતિ જોવા મળે છે. 

4. સંતુલિત પોષણ

સાત્વિક ભોજનમાં વિવિધ ફળ, શાકભાજી, નટ્સ, સીડ્સ અને દૂધની વસ્તુઓનો સમાવેશ થાય છે જે ઉપવાસ દરમિયાન સંતુલિત પોષણનું પ્રમાણ જાળવવામાં મદદરૂપ બને છે. 

વધુ વાંચો: ઉપવાસ દરમિયાન બટાકાની આ 5 પરંપરાગત વાનગીઓ બનાવીને આનંદ મેળવો

5. પાચનમાં મદદરૂપ

સાત્વિક ભોજન સામાન્ય રીતે પાચન તંત્રને ખૂબ ઓછું હેરાન કરે છે. ઉપવાસ દરમિયાન પાચન ક્રિયા ધીમી પડી ગઈ હોય તેવા સમયે સાત્વિક ભોજન પાચનની સમસ્યાને અટકાવે છે. 

આ સિવાય સાત્વિક ભોજન મનની શાંતિ જાળવે છે જેથી તણાવ અને ચિંતા ઘટે છે અને તેમાં માંસાહારને સ્થાન ન હોવાથી અહિંસાના સિદ્ધાંતને પણ આગળ ધપાવે છે. 

આમ નવરાત્રી (Navratri 2023)ના તહેવાર દરમિયાન તમે સાત્વિક ભોજન દ્વારા તન અને મનને નવી ઉર્જાથી સભર બનાવી શકો છો. જોકે જે-તે પ્રદેશ પ્રમાણે સાત્વિક ભોજનના પદાર્થોની માન્યતા અલગ હોઈ શકે છે.