Navratri 2023: નવરાત્રીના માટે કળશ સ્થાપનના મુહૂર્ત જાણો

Navratri 2023: આગામી 15મી ઓક્ટોબરથી શારદીય નવરાત્રી (Navratri 2023)ના તહેવારનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતમાં નવરાત્રીનો તહેવાર ખૂબ શુભ ગણાય છે અને લોકો નવરાત્રી (Navratri 2023)ના તહેવાર દરમિયાન ગરબા સહિતના કાર્યક્રમોનો આનંદ માણવા માટે પણ ખૂબ ઉત્સુક હોય છે. નવરાત્રીના તહેવાર દરમિયાન કળશ સ્થાપન કરીને 9 દિવિસ સુધી માતાજીની ઉપાસના કરવામાં આવે છે.  આ વખતે […]

Share:

Navratri 2023: આગામી 15મી ઓક્ટોબરથી શારદીય નવરાત્રી (Navratri 2023)ના તહેવારનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતમાં નવરાત્રીનો તહેવાર ખૂબ શુભ ગણાય છે અને લોકો નવરાત્રી (Navratri 2023)ના તહેવાર દરમિયાન ગરબા સહિતના કાર્યક્રમોનો આનંદ માણવા માટે પણ ખૂબ ઉત્સુક હોય છે. નવરાત્રીના તહેવાર દરમિયાન કળશ સ્થાપન કરીને 9 દિવિસ સુધી માતાજીની ઉપાસના કરવામાં આવે છે. 

આ વખતે હિન્દુ કેલેન્ડર મુજબ 15મી ઓક્ટોબરથી 24મી ઓક્ટોબર સુધી નવરાત્રી (Navratri 2023)ના તહેવારની ઉજવણી કરવામાં આવશે. જેમાં 24મી ઓક્ટોબરના રોજ દશેરાના તહેવારની ઉજવણી કરવામાં આવશે. નવરાત્રીના તહેવાર દરમિયાન કળશ સ્થાપન કરીને માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને માતાજીના આશીર્વાદ મેળવવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ માતાજીની આરાધના દ્વારા સુખ અને સંપત્તિમય ભવિષ્યની પ્રાર્થના કરવામાં આવે છે. 

વધુ વાંચો: જાણો દેવી દુર્ગાના નવ સ્વરૂપો અને તેમના નામના રહસ્ય વિશે

Navratri 2023 માટે કળશ સ્થાપન માટે મુહૂર્ત

15મી ઓક્ટોબરથી નવરાત્રીના તહેવારની શરૂઆત થઈ રહી છે માટે પ્રથમ દિવસે કળશ સ્થાપન માટે નક્ષત્ર અને મુહૂર્ત ધ્યાનમાં લેવા ખૂબ જરૂરી બની જાય છે. પ્રતિપદાની તિથિએ માતાજીના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે અને આ દિવસ કળશ સ્થાપન માટે પણ ખૂબ અગત્યનો ગણાય છે. 

કળશ સ્થાપન માટે પ્રતિપદા તિથિનો સમય શુભ ગણાય છે. આ વર્ષે પ્રતિપદા તિથિ સૂર્યોદયથી રાત્રે 11:52 સુધી છે, પરંતુ 15 ઓક્ટોબર, 2023 રવિવારના રોજ સૂર્યોદયથી શરૂ થઈને ચિત્રા નક્ષત્ર સાંજે 6:43 સુધી અને વૈધૃતિ યોગ રાત્રે 11:56 સુધી રહેશે. આમ ચિત્રા નક્ષત્ર અને વૈધૃતિ યોગના સંયોગને કારણે કળશ સ્થાપન નિષેધ માનવામાં આવે છે. આ કારણથી અભિજિત મુહૂર્તમાં કળશ સ્થાપન કરવી શુભ રહેશે. અભિજિત મુહૂર્ત તમામ શુભ કાર્યો માટે ખૂબ જ શુભ છે. જે પ્રતિપદાના દિવસે બપોરે 11:36 થી 12:24 સુધી રહેશે માટે આ સમય દરમિયાન કળશ સ્થાપન વિધિ કરવી. 

વધુ વાંચો: નવરાત્રીના તહેવાર દરમિયાન આ રંગોના વસ્ત્રો પહેરવાથી થશે માતા દુર્ગાના આશીર્વાદનો વરસાદ

જાણો નવ દુર્ગા સ્વરૂપ વિશે

નવરાત્રીના તહેવારમાં 9 દિવસ સુધી માતા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. શારદીય નવરાત્રીમાં દુર્ગા સપ્તશતીના પાઠ કરવા તેમજ દેવી ચરિત્રનો પાઠ સાંભળવાથી મનુષ્યને દરેક પ્રકારની અડચણમાંથી મુક્તિ મળે છે.

માતા દુર્ગાના નવ સ્વરૂપ  શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘન્ટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી છે. 

માતાજીના ભક્તો નવરાત્રીના તહેવાર (Navratri 2023) દરમિયાન ઉપવાસ કરતા હોય છે અને આ સમય દરમિયાન શુદ્ધ, સાત્વિક ભોજન કરે છે અને માંસાહારથી દૂર રહે છે. ઉપરાંત રાત્રિના સમયે માતાજીની આરાધના બાદ ગરબા અને દાંડિયાના કાર્યક્રમો પણ યોજાતા હોય છે. નવરાત્રીના તહેવારમાં 9 દિવસ દરમિયાન ભૂલથી પણ કોઈ મહિલા કે છોકરીનું અપમાન ન કરવું. આવું કરવાથી માતા દુર્ગા નારાજ થશે અને તમારે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.