Navratri Fashion: નવરાત્રીમાં બોલીવુડ અભિનેત્રીઓની આ ચણીયા ચોળી કોપી કરી મેળવો સ્ટાઈલિશ લૂક

Navratri Fashion:નવરાત્રી એ ભારતનો એક મહત્વપૂર્ણ હિંદુ તહેવાર છે, જે દેશના વિવિધ ભાગોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે, જે 24 ઓક્ટોબર 2023ના રોજ સમાપ્ત થશે. નવરાત્રી નવ દિવસનો તહેવાર છે. આ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રી એ મહિલાઓ માટે ફેશન (Navratri Fashion)નો […]

Share:

Navratri Fashion:નવરાત્રી એ ભારતનો એક મહત્વપૂર્ણ હિંદુ તહેવાર છે, જે દેશના વિવિધ ભાગોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે, જે 24 ઓક્ટોબર 2023ના રોજ સમાપ્ત થશે. નવરાત્રી નવ દિવસનો તહેવાર છે. આ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રી એ મહિલાઓ માટે ફેશન (Navratri Fashion)નો સમય પણ છે. નવરાત્રીમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. 

આ દરમિયાન પરંપરાગત પોશાક એટલે કે ચણીયા ચોળી પહેરવામાં આવે છે. નવરાત્રીમાં મહિલાઓ વાઈબ્રન્ટ રંગ, નાજુક નીડલવર્ક અને પરંપરાગત શૈલી સાથે નવરાત્રીના ઉત્સવનો આનંદ માણે છે. બોલીવુડની અભિનેત્રીઓ દ્વારા પહેરવામાં આવતા કેટલાક શ્રેષ્ઠ અને ફેશનેબલ પહેરવેશ જેને તમે નવરાત્રીમાં પહેરીને સ્ટાઈલિશ લૂક મેળવી શકો છો.

નવરાત્રીમાં ચણીયા ચોળીનું ફેબ્રિક (Navratri Fashion) હલકું હોય છે પરંતુ તેમાં કરવામાં આવેલ વર્ક એકદમ હેવી હોય છે. નવરાત્રીમાં ચણીયા ચોળી સાથે દુપટ્ટા અને ઓક્સિડાઈઝ્ડ જ્વેલરી પહેરવામાં આવે છે. જેથી સ્ટાઈલિશ લૂક મળે. ઘણી મહિલાઓ તેમના લુકને શ્રેષ્ઠ બનાવવા માટે તેમના પોશાકને અલગ અલગ રીતે કસ્ટમાઈઝ કરવાનું પસંદ કરે છે. 

બોલિવુડ અભિનેત્રીના લુક પરથી શીખો નવરાત્રીની ફેશન (Navratri Fashion)ટ્રિક્સ…

કાજલ અગ્રવાલે પીંછા સાથેની પેસ્ટલ રંગની ચણિયા ચોળી અને રત્ન જડિત હેડપીસ પહેર્યો હતો. આ અદભૂત આઉટફિટ ફાલ્ગુની શેન પીકોકે બનાવ્યું હતું. કાજલ અગ્રવાલનો આ અદભૂત આઉટફિટ તેના નેચરલ મેકઅપ અને ઓપન હેરસ્ટાઈલ દ્વારા પૂર્ણ થયો હતો.

સારા અલી ખાને એક સુંદર અને રંગબેરંગી ઘેરા લાલ રંગની ચણિયા ચોળી પહેરી હતી, જેમાં ગોલ્ડન રંગનું ટોપ, ફ્લેર્ડ બોટમ અને નાજુક થ્રેડ વર્ક હતા. સારા અલી ખાને તેને લાલ રંગના દુપટ્ટા, વીંટી, બંગડીઓ અને માંગ ટીક્કા સાથે લૂક કમ્પલીટ કર્યો હતો.

રાધિકા મદને અમિત અગ્રવાલ દ્વારા ખૂબસૂરત નિયોન પિક રંગની ચણિયા ચોળી (Navratri Fashion) પહેરી હતી. જેમાં ક્લાસિક ડિઝાઇન અને અદભુત વર્ક કરવામાં આવ્યું હતું. તેના લૂકને કમ્પલીટ કરવા માટે રાધિકા મદને તેની સાથે સ્ટેટમેન્ટ નેકલેસ અને ઈયરિંગ્સ પહેર્યા હતા.

માનુષી છિલ્લરે વાન બહલ દ્વારા ડિઝાઈન કરાયેલ વાઈબ્રન્ટ પીડા રંગની ચણિયા ચોળી પહેરી હતી. ચણીયા ચોળી સાથે બ્લાઉઝમાં લાંબી ફ્લોરલ પેટર્ન અને ડીપ નેકલાઈન હતી. ન્યુડ આઈશેડો અને બ્લેક આઈલાઈનર સાથે માનુષી છિલ્લરનો મેકઅપ અત્યાધુનિક અને નેચરલ હતો. માનુષી છિલ્લરના વાળ હળવા, વેવી બનમાં સ્ટાઈલ કરવામાં આવ્યા હતા.

વાણી કપૂરે તેના વાળને બનમાં સ્ટાઈલ કર્યા હતા અને ગોલ્ડન વર્ક સાથે સિલ્વર ફાલ્ગુની શેન દ્વારા ડિઝાઈન કરાયેલ ચણીયા ચોળી પહેરી હતી. ચણીયા ચોળી સાથે બ્લાઉઝમાં ડીપ નેકલાઈન અને ક્વાર્ટર-સ્લીવ અને દુપટ્ટો સ્ટાઈલ કર્યો હતો.