Navratri Fasting: શું ડાયાબિટીસ હોય તો ઉપવાસ કરી શકાય? જાણો વિગતે

Navratri Fasting: શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ચુક્યો છે અને શ્રદ્ધાળુઓમાં માતાજીની આરાધના, ગરબા ઉપરાંત નવરાત્રીના ઉપવાસ (Navratri Fasting)ને લઈને પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાળુઓ નવરાત્રીના ઉપવાસ કરીને માતા દુર્ગાના (Goddess Durga) આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે.  ઉપવાસ કરવાથી શરીર અને મનને ઘણાં ફાયદા થાય છે અને શરીર ડિટોક્સ થવાથી […]

Share:

Navratri Fasting: શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ચુક્યો છે અને શ્રદ્ધાળુઓમાં માતાજીની આરાધના, ગરબા ઉપરાંત નવરાત્રીના ઉપવાસ (Navratri Fasting)ને લઈને પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાળુઓ નવરાત્રીના ઉપવાસ કરીને માતા દુર્ગાના (Goddess Durga) આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે. 

ઉપવાસ કરવાથી શરીર અને મનને ઘણાં ફાયદા થાય છે અને શરીર ડિટોક્સ થવાથી પાચન ક્રિયા પણ સુધરે છે. જોકે ડાયાબિટીસ (Diabetes) ધરાવતા લોકોએ નવરાત્રીના ઉપવાસ (Navratri Fasting) કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. કારણ કે, જો સંતુલિત આહારનું પાલન કર્યા વગર અને બ્લડ સુગર લેવલને મોનિટર કર્યા વગર ઉપવાસ કરવામાં આવે તો તે જીવલેણ બની શકે છે. 

Navratri Fasting અને ડાયાબિટીસ

જો ડાયાબિટીસના દર્દીઓ દ્વારા નવરાત્રીના ઉપવાસ કરવામાં આવે તો તેમના શરીરમાં બ્લડ સુગર લેવલ (blood sugar level) સામાન્ય કરતાં ખૂબ નીચું જઈ શકે છે અથવા તો એટલું વધી શકે છે કે, ઈન્સુલિન યોગ્ય રીતે રિએક્ટ નથી કરી શકતું. ઉપરાંત ડિહાઈડ્રેશન પણ થઈ શકે છે. આ કારણે જ ડાયાબિટીસ (Diabetes) ધરાવતા લોકોએ નવરાત્રીના ઉપવાસ કરવા જોઈએ કે નહીં તેનો જવાબ હા કે નામાં મેળવવા કરતા સંતુલિત આહાર જાળવવામાં આવે, બ્લડ સુગર લેવલ પર નજર રાખવામાં આવે અને શરીર શું અનુભવે છે તેના પર ધ્યાન રાખવામાં આવે તો નવરાત્રીના ઉપવાસ શક્ય બને છે. 

વધુ વાંચો: નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીને લગાવો આ ભોગ, જાણો રેસિપી

ઉપવાસમાં સંતુલિત આહાર લો

નવરાત્રીના ઉપવાસ દરમિયાન સંતુલિત આહાર લેવાની સાથે જ દરરોજ 2-3 લીટર પાણી અને મીઠા વગરની છાશ લેવી જોઈએ. ઉપરાંત નાળિયેર પાણી, લીંબુ પાણી અને ઘરે બનાવેલા વેજ સૂપને પણ ડાયેટમાં સામેલ કરવું જોઈએ. પૂરતા પ્રમાણમાં પાણી અને પ્રવાહીનું સેવન કરવાથી ડિહાઈડ્રેશન અટકે છે અને લંચ, ડીનરમાં ઓછા ગ્લાયકેમિક ઈન્ડેક્સ (GI)વાળા ખોરાક પર પસંદગી ઉતારવી જોઈએ જેમાં ફાઈબર વધુ હોય છે. 

નવરાત્રી (Navratri 2023) દરમિયાન ડાયાબિટીસના દર્દીઓએ ફરાળી પૂરીના બદલે પુડલા કે રોટલી અને લીલા પાનવાળા શાકભાજી, સલાડ ખાવા જોઈએ. ઉપરાંત દિવસ દરમિયાન ભૂખ લાગે ત્યારે મુઠ્ઠીભર મખાના, અખરોટ કે બદામ ખાવા જોઈએ જે શરીરની પ્રોટીનની જરૂરિયાત પણ પૂરી કરશે.

જોકે ઉપવાસ દરમિયાન વધુ પડતા ખજૂર અને કિસમિસનું સેવન ટાળવું જોઈએ કારણ કે તે સુગર લેવલમાં વધારો કરી શકે છે. 

વધુ વાંચો: તમારા પ્રિયજનોને માતા દુર્ગાના ઉત્સવની શુભેચ્છા પાઠવવા જુઓ આ ખાસ મેસેજની યાદી

નવરાત્રીના ઉપવાસ દરમિયાન શું ધ્યાન રાખવું:

– ઉપવાસ દરમિયાન ખાંડવાળા ખોરાક અને પીણાને ટાળવા જોઈએ અથવા તો તેનું સેવન ખૂબ જ ઓછી માત્રામાં કરવું જોઈએ. મીઠાઈઓ, ઠંડા પીણા અને વધુ પડતા ફળોનું સેવન પણ ન કરવું જોઈએ. 

– પકોડા, વડા, પૂરી જેવી તળેલી વસ્તુઓમાં અનહેલ્ધી ફેટ વધારે હોય છે જે બ્લડ સુગર લેવલમાં વધારો કરે છે માટે તેનું મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ. 

– ઉપરાંત મીઠાનો વપરાશ ઘટાડવો અને ડાયાબિટીસની દવાઓ ચાલુ રાખવી જોઈએ.