Navratri Festival: જાણો ઉપવાસમાં પપૈયાથી લઈને કિવી સુધીના કયા ફળો બનશે એનર્જી બૂસ્ટર

Navratri Festival: તહેવારો દરમિયાન ઉજવણીની સાથે જ ઉપવાસ (Fasting)નું પણ વિશેષ મહત્વ રહેલું છે. નવરાત્રીના તહેવાર (Navratri Festival) દરમિયાન ઉપવાસનું પણ સાંસ્કૃતિક મહત્વ રહેલું છે. જોકે ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ તે એક મુશ્કેલ સવાલ બની રહે છે.  ઉપવાસ દરમિયાન મોટા ભાગની ખાદ્ય વસ્તુઓથી અંતર જાળવવામાં આવતું હોય છે માટે શરીરની ઉર્જા જળવાઈ રહે તે […]

Share:

Navratri Festival: તહેવારો દરમિયાન ઉજવણીની સાથે જ ઉપવાસ (Fasting)નું પણ વિશેષ મહત્વ રહેલું છે. નવરાત્રીના તહેવાર (Navratri Festival) દરમિયાન ઉપવાસનું પણ સાંસ્કૃતિક મહત્વ રહેલું છે. જોકે ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ તે એક મુશ્કેલ સવાલ બની રહે છે. 

ઉપવાસ દરમિયાન મોટા ભાગની ખાદ્ય વસ્તુઓથી અંતર જાળવવામાં આવતું હોય છે માટે શરીરની ઉર્જા જળવાઈ રહે તે પ્રકારની વસ્તુઓ પેટમાં જાય તે મહત્વનું છે. ત્યારે ઉપવાસ (Fasting) દરમિયાન ફળોનું સેવન કરવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને જરૂરી પોષણ પણ મળી રહે છે. ત્યારે જાણો કે એવા કયા ફળો છે જે ઉપવાસ દરમિયાન તમને ઉર્જાવાન બનાવી રાખી યોગ્ય પોષણ પણ પ્રદાન કરે. 

વધુ વાંચો: ઉપવાસ દરમિયાન આ 5 મિલેટ્સની વાનગી બનશે પોષણનો સ્ત્રોત

Navratri Festival દરમિયાન કરો આ ફળોનું સેવનઃ

સફરજન

એક ખૂબ જ પ્રચલિત કહેવત છે કે, દરરોજ એક સફરજન તમને ડોક્ટરથી દૂર રાખે છે. વિટામીન બી અને સીથી ભરપૂર સફરજન મેટાબોલિઝમ સુધારે છે. ઉપરાંત તેમાં રહેલું ફાઈબર તમને કશું નક્કર ખાધું હોવાનો અહેસાસ કરાવે છે જેથી ભૂખ સંતોષાય છે. 

કેળા

કેળામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર જેવા પોષક તત્ત્વો હોય છે માટે ઉપવાસ (Fasting)દરમિયાન તે શરીરને જરૂરી શક્તિ પૂરી પાડે છે. સાથે જ તે ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ અને કિંમતમાં પરવડે તેવું ફળ છે. કેળાને દહીં સાથે પીરસવાથી તે એક ટાઈમના ભોજનનો વિકલ્પ બની રહે છે.

પપૈયા

વિટામીન્સ, મિનરલ્સ અને પોટેશિયમથી ભરપૂર કિવી જે લોકો પોતાના આરોગ્ય પ્રત્યે સભાન છે તેમની પહેલી પસંદ છે. કિવીમાં કેલેરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અને તે ઉપવાસ દરમિયાન શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ બેલેન્સ જાળવી રાખવામાં પણ મદદરૂપ બને છે. 

વધુ વાંચો: ચોથા નોરતે માતા કુષ્માંડાને રાજી કરવા તૈયાર કરો આ ભોગ

પપૈયાનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરને પૂરતા પ્રમાણમાં હાઈડ્રેશન પણ મળી રહે છે. જો તમે ઘણાં લાંબા સમય માટે ઉપવાસ કરી રહ્યા હોવ તો તમારા ડાયેટમાં પપૈયાને જરૂરથી સામેલ કરવું જોઈએ. ઉપરાંત પપૈયુ પાચન સંબંધી સમસ્યાઓને પણ દૂર કરે છે. 

બેરી

સ્ટ્રોબેરી, બ્લુબેરી અને રાસ્પબેરીમાં કેલેરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અને તેમાં ખૂબ ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે. વિવિધ પ્રકારની બેરીઝનું સેવન કરવાથી શરીરને જરૂરી વિટામીન્સ અને મિનરલ્સ મળી રહે છે. ઉપરાંત તેનો સ્વાદ મધુરો હોવાથી બ્લડ સુગર લેવલમાં ખૂબ નોંધપાત્ર વધારો કર્યા વગર તે તમારી કશું ગળ્યું ખાવાની ઈચ્છા સંતોષવામાં પણ ઉપયોગી બને છે. 

જો તમે નવરાત્રીના તહેવાર (Navratri Festival) દરમિયાન ઉપવાસ કરી રહ્યા હોવ તો ફળોનું જરૂરથી સેવન કરો. ઉપરાંત મોસમી ફળોના ઉપયોગને પ્રાધાન્ય આપવાની સાથે જ તેના પ્રમાણ માટે પણ સચેત રહો.